Surat : કબડ્ડીનાં 25 વર્ષીય ખેલાડીનું Heart Attack થી મોત, આસિ. બેંક મેનેજરનો આપઘાત
- Surat માં કબડ્ડી પ્લેયર અને આસિ. બેંક મેનેજરનાં મોત
- હાર્ટ એટેક આવતા નેશનલ લેવલ 25 વર્ષીય કબડ્ડી પ્લેયરનું મોત
- 33 વર્ષીય બેંક મેનેજરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
- પરિવારે એક યુવતી સામે દુષ્પ્રેરણાની આશંકા વ્યક્ત કરી
સુરતમાં (Surat) આજે બે દુ:ખદ ઘટના બની છે. પાલ વિસ્તારમાં કબડ્ડીનાં નેશનલ લેવલનાં 25 વર્ષીય ખેલાડીનું હાર્ટ એટેકથી (Heart Attack) મોત નીપજ્યું છે. જ્યારે અન્ય એક ઘટનામાં 33 વર્ષીય આસિસ્ટન્ટ બેંક મેનેજરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આ મામલે મૃતકનાં પરિવારે દુષ્પ્રેરણાની આશંકા વ્યક્ત કરી છે. પોલીસે એક સુસાઇડ નોટ પણ કબજે કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Surat : ઘર બહાર રમતી માસૂમ બાળકીઓ સાથે નરાધમે શારીરિક અડપલા કર્યા, થયા આવા હાલ!
પ્રથમ ઘટના : કબડ્ડીનાં 25 વર્ષીય પ્લેયરનું હાર્ટ એટેકથી મોત
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતનાં પાલ વિસ્તારમાં આવેલા ભાઠા ગામની સિદ્ધિવિનાયક રેસિડેન્સીમાં 25 વર્ષીય જય મુકુંદ પ્રજાપતિ પરિવાર સાથે રહેતો હતો. મુકુંદ છેલ્લા 10-12 વર્ષથી કબડ્ડીની (Kabaddi Player) રમતમાં સક્રિય હતો. દરમિયાન, જીમ અને કબડ્ડીની પ્રેક્ટિસ કરીને ઘરે આવ્યા બાદ ચા પીતી વેળાએ મુકુંદ અચાનક ઢળી પડ્યો હતો. હોસ્પિટલ લઈ જતાં ત્યાં તબીબે મૃત જાહેર કર્યો હતો. હાર્ટ એટેક આવવાથી મુકુંદનું મોત નીપજ્યું હોવાનું હાલ મનાઈ રહ્યું છે. જો કે, માત્ર 25 વર્ષીય કબડ્ડી ખેલાડીનાં અચાનક મોતનું સચોટ કારણ અંકબંધ છે. માહિતી અનુસાર, મૃતક ખેલાડી ખેલ મહાકુંભ (Khel Mahakumbh) અને નેશનલ લેવલની કબડ્ડી સ્પર્ધામાં પણ રમ્યો હતો.
આ પણ વાંચો - Surat : મોબાઇલની કુટેવે વધુ એક દીકરીનો ભોગ લીધો! ધો. 8 ની વિદ્યાર્થિનીનો આપઘાત
બીજી ઘટના : આસિસ્ટન્ટ બેંક મેનેજરનો આપઘાત
સુરતનાં (Surat) અડાજણ-પાલ વિસ્તારમાં આવેલા પવિત્ર રો-હાઉસમાં 33 વર્ષીય અમન ભાર્ગવ પરિવાર સાથે રહેતા હતા. ભાર્ગવ ઇન્ડિયન બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. ભર્ગવભાઈએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. આ મામલે પરિવારે પોલીસને જાણ થતાં ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે એક સુસાઇડ નોટ પણ કબજે કરી છે. મૃતકનાં પરિવારજનોએ દુષ્પ્રેરણાની આશંકા વ્યક્ત કરી છે. સાથે જ પોલીસ (Surat Police) દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તેવી માગ કરી છે. માહિતી અનુસાર, પરિવારજનોએ પૂજા કાપડિયા નામની યુવતી પર આશંકા વ્યક્ત કરી છે. આ મામલે સ્થાનિક પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Bhavnagar : ડિસેમ્બરમાં 12 વર્ષની બાળકી સાથે 3 નરાધમે દુષ્કર્મ આચર્યું, હવે નોંધાયો ગુનો!