Surat : અમરોલીમાં 50 વર્ષીય માતા-પિતા, 30 વર્ષીય પુત્રનો સામુહિક આપઘાત, સુસાઇડ નોટ પણ મળી
- Surat નાં અમરોલી વિસ્તારમાં પરિવારનો સામુહિક આપઘાત
- એન્ટેલિયા ફ્લેટની ઘટના, 50 વર્ષીય માતા/પિતા, 30 વર્ષીય પુત્રની આત્મહત્યા
- ઘરમાંથી સુસાઇડ નોટ મળી, પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
રાજ્યમાં વધુ એક પરિવાર દ્વારા સામુહિક આપઘાત કર્યાની ચકચારી ઘટના સામે આવી છે. સુરતનાં (Surat) અમરોલી રોડ પર આવેલ એન્ટેલિયા ફ્લેટમાં રહેતા પરિવારે સામુહિક આત્મહત્યા કરી હોવાની માહિતી સામે આવી છે. 50 વર્ષીય માતા/પિતા અને 30 વર્ષીય પુત્રે ઝેરી દવા ગટગટાવી જીવન ટુંકાવ્યું છે. ઘટનાની જાણ થતાં અમરોલી પોલીસ (Amroli Police) સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી છે. ઘરમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. પરિવારે આર્થિક સંકડામણમાં આ પગલું ભર્યું હોવાનાં પ્રાથમિક અહેવાલ છે.
આ પણ વાંચો - VADODARA : ડેસરના ફાર્મ હાઉસમાં ધમધમતું ઠગાઇનું કોલ સેન્ટર ઝડપાયું
50 વર્ષીય માતા/પિતા અને 30 વર્ષીય પુત્રે દવા પી જીવન ટુંકાવ્યું
પ્રાથમિક માહિતી અનુસાર, સુરતનાં (Surat) અમરોલી રોડ પર આવેલા એન્ટેલિયા ફ્લેટમાં (Antilia Flat) રહેતા પરિવાર દ્વારા સામુહિક આત્મહત્યા કરવાની હચમચાવે એવી ઘટના બની છે. પરિવારમાં રહેતા 50 વર્ષીય માતા/પિતા અને 30 વર્ષીય પુત્રે દવા પી આપઘાત કર્યો છે. ઘટનાની જાણ થતાં અમરોલી પોલીસ સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, મૃતક પુત્ર બેંક લોનનું કામ કરતો હતો અને તેના પર દેવું થયું હતું.
આ પણ વાંચો - PM મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, જાણો તેમનું આજનું શિડ્યુલ
ઘરમાંથી એક સુસાઇડ નોટ પણ મળી, આર્થિક સંકડામણની આશંકા
અમરોલી પોલીસને (Amroli Police) ઘરમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. પ્રાથમિક તપાસ અનુસાર, પરિવાર આર્થિક સંકડામણથી ઝઝૂમી રહ્યો હતો. આથી, કંટાળીને આ પગલું ભર્યું હોય શકે છે. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે મોકલ્યા છે અને મૃતકોનાં સગા-સંબંધી અને પાડોશીઓની પૂછપરછ હાથ ધરી છે. મૃતક પુત્ર બેંક લોનનું કામ કરતો હતો. દેવું થતાં વ્યાજે લીધેલા રૂપિયાની ઉઘરાણી માટે લેણદારો હેરાન કરતા હોવાથી જીવન ટુંકાવ્યું હોવાની પણ આશંકા છે. જો કે, આ મામલે સુસાઇડ નોટનાં આધારે પોલીસ તપાસ કરી રહી છે અને તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની વકી છે.
આ પણ વાંચો - International Women's Day : નારી સશક્તિકરણનું જીવંત ઉદાહરણ IAS Gargi Jain, ગુજરાત ફર્સ્ટ સાથે કરી ખાસ વાતચીત