Surat : સુરતીઓ સાચવજો! ફરી એકવાર ઝડપાયો શંકાસ્પદ પનીરનો મસમોટો જથ્થો!
- Surat માંથી ફરી ઝડપાયો શંકાસ્પદ પનીરનો જથ્થો
- ખટોદરાની સુરભિ ડેરીમાંથી 754 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત
- પાલિકાનાં આરોગ્ય અને ફૂડ વિભાગે 1.82 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
- શહેર SOG અને પાલિકાનાં આરોગ્ય અને ફૂડ વિભાગનાં દરોડા
- પનીરનાં સેમ્પલ લઈ તપાસ અર્થે લેબ ખાતે મોકલવામાં આવ્યા
Surat : સુરતમાંથી ફરી એકવાર શંકાસ્પદ પનીરનો (Duplicate Paneer) જથ્થો ઝડપાયો છે. ફૂડ વિભાગની ટીમ દ્વારા ખટોદરાની સુરભિ ડેરીમાંથી (Surabhi Dairy) 754 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. શહેર SOG અને પાલિકાનાં આરોગ્ય અને ફૂડ વિભાગે (Health and Food Department) 1.82 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાની માહિતી છે. શંકાસ્પદ અને નકલી પનીરનાં સેમ્પલ લઈ તપાસ અર્થે લેબ ખાતે મોકલવામાં આવ્યા છે. સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. મામલો સામે આવતા ગુજરાત ફર્સ્ટની (Gujarat First) ટીમે સ્થળ પર જઈ સંચાલક સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ સંચાલક ન મળતા ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
આ પણ વાંચો - Amit Khunt Case : રાજદીપસિંહ જાડેજાનું સરેન્ડર, રિમાન્ડ માટે ગોંડલ કોર્ટમાં રજૂ કરાશે
Surat માં સુરભી ડેરીમાંથી 754 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો સીઝ કરાયો
સુરતમાં (Surat) લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારાઓ બેફામ બન્યા છે. કોઈ પણ ડર વિના નકલી ખાદ્ય પદાર્થોનો વેપલો સતત ધમધમી રહ્યો છે. આ પરિસ્થિતિઓ વચ્ચે ફરી એકવાર શંકાસ્પદ પનીરનો (Duplicate Paneer) મસમોટો જથ્થો ઝડપાયો હોવાની માહિતી સામે આવી છે. બાતમીનાં આધારે શહેર SOG અને સુરત પાલિકાનાં આરોગ્ય અને ફૂડ વિભાગે (Health and Food Department) ખટોદરા સ્થિત સોમકાનજીની વાડીમાં આવેલ સુરભી ડેરી પર છાપો માર્યો છે. આ કાર્યવાહી દરમિયાન મોટા પ્રમાણમાં શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો છે. માહિતી મુજબ, 754 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો પાલિકાએ સીઝ કર્યો છે.
આ પણ વાંચો - સસ્તો દારૂ સ્કૉચ વ્હીસ્કીની બોટલમાં ભરીને વેચતા શખસને Sola Police એ પકડ્યો, ખાલી-ભરેલી 65 બૉટલ કબજે લીધી
ગુજરાત ફર્સ્ટની ટીમ પણ સ્થળ પર પહોંચી, સંચાલક ભૂગર્ભમાં!
માહિતી અનુસાર, સ્થળ પરથી મોટા પ્રમાણમાં પનીર બનાવવા માટેનું રો-મટિરિયલ મળી આવ્યું છે. નકલી પનીર (Duplicate Paneer) હોવાની શક્યતાનાં પગલે ટીમ દ્વારા સેમ્પલ લેવાયા છે અને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલાયા છે. સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ સંચાલકો સામે કાર્યવાહી થશે. જો સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ જણાશે તો ફૂડ એજ્યુકેટિંગ એક્ટ (Food Education Act) હેઠળ કાર્યવાહી પણ કરાશે. આ મામલો સામે આવતા ગુજરાત ફર્સ્ટની (Gujarat First) ટીમે સ્થળ પર જઈ સંચાલક સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચતા જ સંચાલક ભૂગર્ભમાં ઉતર્યા છે. આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાની (Praful Pansheriya) સૂચના બાદ વિભાગ દ્વારા એકશન મોડમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો - Gujarat: રાજ્યમાં શિયાળાની સત્તાવાર શરૂઆત થઇ, અમદાવાદમાં ઠંડીનો ચમકારો


