Surat : દિવાળી પહેલા સુરતવાસીઓને મોટી ભેટ, ST નિગમને 40 નવી બસ ફાળવાઈ
- દિવાળી નિમિત્તે Surat એસ.ટી.નિગમને 40 નવીન બસની ભેટ
- રાજ્ય વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું
- વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ, શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયા હાજર રહ્યા
- વધુ 40 બસનાં લોકાર્પણ સાથે મુસાફરોની સુવિધામાં થશે વધારો
Surat : દિવાળી પૂર્વે (Diwali 2025) સુરત એસ.ટી.નિગમને મોટી ભેટ મળી છે. નિગમને 40 નવી બસની ભેટ આપવામાં આવી છે. રાજ્ય વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના (Harsh Sanghvi) હસ્તે આ બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ, શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયા (Praful Pansheriya) સહિત અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા. પીપલોદ સ્થિત કારગિલ ચોક ખાતે આ લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
આ પણ વાંચો -Surat Cyber Fraud : 197 કરોડનાં સાઇબર ફ્રોડ કેસમાં માસ્ટર માઇન્ડની ધરપકડ, તપાસમાં ચોંકાવનારા ખુલાસા!
Surat માં રાજ્ય વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે 40 નવી બસનું લોકાર્પણ
દિવાળીનાં તહેવારની ઉજવણીને વધુ ઉત્સાહિત બનાવવા અને મુસાફરોની સુવિધા વધારવા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમનાં (GSRTC) સુરત વિભાગને 40 નવીન અને આધુનિક બસની ભેટ આપવામાં આવી છે. આ નવી બસોનું લોકાર્પણ રાજ્ય વાહન વ્યવહારમંત્રી હર્ષ સંઘવીના (Harsh Sanghvi) હસ્તે કરવામાં આવ્યું. આજે યોજાયેલ આ કાર્યક્રમમાં વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ (Mukesh Patel) તથા શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયા સહિત અન્ય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. માહિતી અનુસાર, આ નવી બસોમાં 26 એક્સપ્રેસ અને 14 મીની બસ સામેલ છે.
આ પણ વાંચો -Rajkot : રાજકોટમાંથી બે વર્ષ પહેલા ઝડપાયેલા 3 આતંકીને કોર્ટે ફટકારી આકરી સજા
દિવાળી પહેલા વધારાની 200 જેટલી બસો ઉપલબ્ધ કરાવાશે : હર્ષ સંઘવી
જણાવી દઈએ કે, સુરતનાં પીપલોદ સ્થિત કારગિલ ચોક ખાતે આ લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. રાજ્ય વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) બસોનું નિરીક્ષણ પણ કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન, રાજ્ય વાહન વ્યવહારમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્યનાં મુસાફરોને સારી સુવિધા મળે અને તેમની યાત્રા સુખદ બને તે માટે છેલ્લા બે વર્ષમાં 2 હજારથી વધુ નવીન બસની ફાળવણી સરકારે કરી છે. ત્યારે દિવાળી પહેલા વધારાની 200 જેટલી બસો ઉપલબ્ધ કરાવાશે.
આ પણ વાંચો - Gandhinagar: મહિલા કોન્સ્ટેબલની હત્યા કેસમાં આવ્યો નવો વળાંક