Surat : હજીરા ખાતે સ્ટીલ કંપનીનાં પ્લાન્ટમાં ક્રેઇ તૂટી, 1 શ્રમિકનું મોત, 3 ઘવાયા!
- Surat નાં હજીરા ખાતે સ્ટીલ કંપનીનાં પ્લાન્ટમાં દુર્ઘટના સર્જાઈ
- ગેટ નજીક ક્રેન તૂટી પડવાની ઘટનામાં એક શ્રમિકનું મોત થયું
- સમગ્ર દુર્ઘટનામાં અન્ય ત્રણ જેટલા શ્રમિકો ઈજાગ્રસ્ત થયા
- ઈજાગ્રસ્ત શ્રમિકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
- ઘટનાને લઈ પ્લાન્ટ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો
Surat : સુરતનાં હજીરા ખાતે (Hazira) આવેલ સ્ટીલ કંપનીનાં પ્લાન્ટમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. ગેટ નજીક ક્રેન તૂટી પડવાની ઘટનામાં એક શ્રમિકનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય ત્રણ જેટલા શ્રમિકો ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અચાનક બનેલી આ દુર્ઘટનાને પગલે પ્લાન્ટમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. જો કે, હજું સુધી કંપની દ્વારા ઘટના અંગે સત્તાવાર જાહેરાત કરાઈ નથી. ઘટના કયાં કારણોસર બની તે અંગે પણ હાલ કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી અને તપાસ શરૂ કરાઈ છે.
આ પણ વાંચો - Gujarat Rain: ગરબાના પાસ લેતા પહેલા અંબાલાલ કાકાને સાંભળી લો...
Surat નાં હજીરામાં સ્ટીલ કંપનીનાં પ્લાન્ટમાં ક્રેન તૂટી, એક શ્રમિકનું મોત
પ્રાથમિક માહિતી અનુસાર, સુરતનાં (Surat) હજીરા વિસ્તારમાં આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીનો (AMNS) વિશાળ સ્ટીલ પ્લાન્ટ આવેલો છે, જ્યાં આજે એક ભયાવહ દુર્ઘટના બની છે. પ્લાન્ટનાં ગેટ નજીક કાર્યરત ક્રેન અચાનક તૂટી પડી હતી, જેના કારણે ત્યાં હાજર એક શ્રમિકનું કરુણ અને અણધાર્યું મોત નીપજ્યું છે. જ્યારે, આ દુર્ઘટનામાં અન્ય ત્રણ કામદારો પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, તેમની હાલત અંગે તબીબી વિભાગ દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો - Rajkot : કટારિયા ચોકડી પાસે મહિલાઓનો ચક્કાજામ, તંત્રની ઉદાસીનતા સામે રોષ!
3 શ્રમિક ઘવાયા, દુર્ઘટના પાછળનાં કારણો જાણવા તપાસ તેજ
માહિતી મુજબ, આ ઘટના સવારનાં સમયે થઈ,જ્યારે કામદારો ગેટ પાસેના વિસ્તારમાં સામાન્ય કામકાજ કરી રહ્યા હતા. અહીં, ક્રેન દ્વારા કામ લેતી વખતે તે અચાનક તૂટી અને નીચે કામ કરતા શ્રમિકો પર પડી હતી. મૃતક શ્રમિકની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, પરંતુ તે પ્લાન્ટમાં કોન્ટ્રાક્ટ આધારિત કામ કરતો હોવાનાં પ્રાથમિક અહેવાલ છે. ઘાયલ ત્રણ કામદારોમાંથી બેની હાલત ગંભીર હોવાનું હાલ જાણવા મળ્યું છે. ક્રેન પડવાનાં ચોક્કસ કારણો જાણવા માટે હાલમાં તપાસ શરૂ કરવામાં આવી છે. જ્યારે કંપની દ્વારા પણ આ ઘટના અંગે કોઈ સત્તાવાર નિવેદન હજી સુધી બહાર પાડવામાં આવ્યું નથી.
આ પણ વાંચો - Gujarat Rain: વરસાદ બાદ ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા, જાણો ક્યા થઇ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ