Surat: શેરમાર્કેટ અને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવી છેતરપિંડી કરનાર ઠગબાજ ઝડપાયો
- સમગ્ર ભારતમાં એનસીસીઆરપી પોર્ટલ પર 23 જેટલી ફરિયાદો રજિસ્ટર થઈ
- શેરમાર્કેટ અને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાથી સારું એવું વળતર મળશે તેવી લોભામણી સ્કીમો બતાવી
- ગેંગ અલગ અલગ લોકો પાસેથી મહિને કમિશન પર બેંક એકાઉન્ટ ભાડા પટ્ટા પર મેળવતી
Suratના ફરિયાદીને શેરમાર્કેટ અને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવવાના નામે 72.20 લાખની રકમ પડાવી છેતરપિંડી કરવાના કેસમાં સુરત સાયબર ક્રાઇમ સેલ (cyber crime) દ્વારા ઠગબાજની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ પોતાનું બેંક એકાઉન્ટ સાઇબર ફ્રોડ આચરતી ટોળકીને રૂપિયા 20,000 કમિશન ઉપર ભાડા પટ્ટા પર આપ્યું હતું.જે બેંક એકાઉન્ટની અંદર સાયબર ક્રાઈમ સેલને સાયબર ફ્રોડથી મેળવેલ રૂપિયા 85.49 લાખના આર્થિક નાણાકીય વ્યવહારો મળી આવ્યા છે.જે બેંક એકાઉન્ટ ઉપર સમગ્ર ભારતમાં એનસીસીઆરપી પોર્ટલ પર 23 જેટલી ફરિયાદો રજિસ્ટર થઈ છે. જે સમગ્ર હકીકત સાઇબર ક્રાઇમની તપાસમાં સામે આવતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
શેરમાર્કેટ અને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાથી સારું એવું વળતર મળશે તેવી લોભામણી સ્કીમો બતાવી
શેરમાર્કેટ અને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાથી સારું એવું વળતર મળશે તેવી લોભામણી સ્કીમો બતાવી લોકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હોવાના અનેક કિસ્સા સાયબર ક્રાઈમ (cyber crime) પોલીસ ચોપડે ભૂતકાળમાં પણ નોંધાઈ ચૂક્યા છે. પરંતુ આ કિસ્સાઓ હજી પણ યથાવત જોવા મળી રહ્યા છે. જ્યાં વધુ રૂપિયા કમાવી લેવાની લ્હાયમાં લોકો સાયબર ફ્રોડનો ભોગ બની રહ્યા છે. આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે.જેમાં સુરતના ફરિયાદીને શેરમાર્કેટ અને ક્રિપ્ટો કરન્સીમાં ઇન્વેસ્ટ કરવાથી સારો નફો મળશે તેવી લોભામણી વાતો કરી ઠગ ટોળકીએ વિશ્વાસ અને ભરોસામાં લીધા હતા.જે બાદ whatsapp ઉપર લિંક મોકલી વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવડાવ્યું હતું.
74.17 લાખ રૂપિયા જેટલી રકમ અલગ અલગ બેંકોમાં ટ્રાન્સફર કરાવી દેવામાં આવી
વેબસાઈટમાં રજીસ્ટ્રેશન કરાવડાવ્યા બાદ whatsapp ગ્રુપમાં એડ કરી ઇન્વેસ્ટમેન્ટના બહાને અલગ અલગ બેન્ક એકાઉન્ટની અંદર 74.17 લાખ રૂપિયા જેટલી રકમ અલગ અલગ બેંકોમાં ટ્રાન્સફર કરાવી દેવામાં આવી હતી. શરૂઆતમાં ઇન્વેસ્ટના બહાને 1,97,000 નફાના રૂપે વીડ્રો કરવા દેવાયા હતા. જ્યારે બાકીની રકમ વીડ્રો કરવા દેવામાં આવી નહોતી. જ્યાં પોતે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનો અહેસાસ થતાં ભોગ બનેલા યુવકે સુરત સાયબર ક્રાઈમ સેલમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ઠગ ટોળકી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સાઇબર ક્રાઇમ સેલ દ્વારા અમદાવાદના દરિયાપુર દરવાજા પાસે આવેલા પુનિત પોળમાં રહેતા અમિતકુમાર કનૈયાલાલ કડિયાની ધરપકડ કરી હતી. જે આરોપીની પૂછપરછમાં આરોપીએ પોતાનું સીટી યુનિયન બેન્ક એકાઉન્ટમાં રૂપિયા 20,000 કમિશન ઉપર સાયબર ફ્રોડના ગુના આચરતી ગેંગને ભાડા પર આપ્યું હતું. જે બેંક એકાઉન્ટમાં છેતરપિંડીનો ભોગ બનેલા ફરિયાદીના 2.50 લાખ રૂપિયા જેટલી રકમ ટ્રાન્સફર થઈ હોવાનું પોલીસ તપાસ દરમિયાન મળી આવ્યું હતું. આ બેંક એકાઉન્ટમાં 23 એપ્રિલ 2024થી 30 જૂન 2024 સુધીમાં 85.49 લાખ રૂપિયાના આર્થિક વ્યવહારો કરવામાં આવ્યા હતા. જે સાઇબર ફ્રોડ (cyber crime)થી મેળવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું.આરોપીના બેન્ક એકાઉન્ટ પર સમગ્ર ભારતમાં એનસીસીઆરપી પોર્ટલ ઉપર કુલ 23 જેટલી ફરિયાદો રજિસ્ટર થઈ હોવાનું પણ સાયબર ક્રાઇમ સેલને જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: Surat: ખાનગી શાળામાં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓના વાલીઓ અને સંચાલકો આમને સામને
ગેંગ અલગ અલગ લોકો પાસેથી મહિને કમિશન પર બેંક એકાઉન્ટ ભાડા પટ્ટા પર મેળવે છે
મહત્વનું છે કે સાયબર ક્રાઇમ (cyber crime) ગુના આચરતી ગેંગ અલગ અલગ લોકો પાસેથી મહિને કમિશન પર બેંક એકાઉન્ટ ભાડા પટ્ટા પર મેળવે છે. જે બેંક એકાઉન્ટની અંદર દેશભરના લોકો જોડે આચરવામાં આવતી છેતરપિંડી અને સાયબર ફ્રોડથી મેળવવામાં આવેલા નાણા આવા બેન્ક એકાઉન્ટની અંદર જમા થાય છે. જે બેંક એકાઉન્ટ ધારકો મહિને માત્ર 20થી 30 હજાર રૂપિયાની લાલચે સાઇબર ફ્રોડ આચરતી ગેંગને પોતાના બેંક એકાઉન્ટ ભાડા પર આપે છે. આ મામલે અગાઉ પણ સુરત પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે પોતાનું બેંક એકાઉન્ટ કમિશન ઉપર અન્ય લોકોને આપશો નહિ. જ્યાં બેંક એકાઉન્ટ ભાડે આપનારા લોકો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.જે અન્વયે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આવા બેન્ક એકાઉન્ટ ધારકો વિરુદ્ધ વધુ એક કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: Suratમાં પાડોશી મહિલાની સતર્કતાના કારણે બાળકી જોડે અઘટિત ઘટના બનતા ટળી