Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat: IT વિભાગની DDI વિંગના દરોડામાં થયો મોટો ખુલાસો

Surat: સુરતમાં IT વિભાગની DDI વિંગના દરોડામાં મોટો ખુલાસો થયો છે. જેમાં સુરતમાં ચુની ગજેરાની લક્ષ્મી ડાયમંડ પર હાલ પણ તપાસ થઇ રહી છે. અનિલ બગદાણા સહિત 30 સ્થળોએ આવકવેરા વિભાગની તપાસ થઇ રહી છે. તેમાં 5 હજાર કરોડના વ્યવહારો મામલે IT વિભાગનું સર્ચ છે. લક્ષ્મી ડાયમંડના ચુની ગજેરા, અશોક ગજેરા, વસંત ગજેરાને ત્યાં સર્ચ શરૂ છે.
surat  it વિભાગની ddi વિંગના દરોડામાં થયો મોટો ખુલાસો
Advertisement
  • Surat: ચુની ગજેરાની લક્ષ્મી ડાયમંડ પર હાલ પણ તપાસ
  • અનિલ બગદાણા સહિત 30 સ્થળોએ આવકવેરા વિભાગની તપાસ
  • 5 હજાર કરોડના વ્યવહારો મામલે IT વિભાગનું સર્ચ

Surat: સુરતમાં IT વિભાગની DDI વિંગના દરોડામાં મોટો ખુલાસો થયો છે. જેમાં સુરતમાં ચુની ગજેરાની લક્ષ્મી ડાયમંડ પર હાલ પણ તપાસ થઇ રહી છે. અનિલ બગદાણા સહિત 30 સ્થળોએ આવકવેરા વિભાગની તપાસ થઇ રહી છે. તેમાં 5 હજાર કરોડના વ્યવહારો મામલે IT વિભાગનું સર્ચ છે. લક્ષ્મી ડાયમંડના ચુની ગજેરા, અશોક ગજેરા, વસંત ગજેરાને ત્યાં સર્ચ શરૂ છે.

બિલ્ડર અનિલ બગદાણા, પ્રવીણ ભૂત, આશિષ અગ્રવાલને ત્યાં પણ તપાસ

બિલ્ડર અનિલ બગદાણા, પ્રવીણ ભૂત, આશિષ અગ્રવાલને ત્યાં પણ તપાસ થઇ રહી છે. મુંબઈમાં ગિરધર, રાકેશ ગજેરા પણ IT વિભાગના સાણસામાં આવ્યા છે. જેમાં તપાસમાં મેહુલ ચોકસી સાથેની લીંક સામે આવી છે. જોકે સત્તાવાર આ વાતને કોઈ સમર્થન આપવામાં આવ્યું નથી. અગાઉ મેહુલ ચોકસીએ મોટા વ્યવહાર કર્યા હતા. ગીતાંજલી જેમ્સ સહિતની કંપનીઓમાં ટ્રેડિંગ પણ કર્યું હોવાની વાત છે. મેહુલ ચોક્સીએ સેલ કંપનીઓ મારફતે રૂપિયા મોકલ્યા હતા. આ રૂપિયા ડાયમંડ કંપનીઓમાં ફેરવાયા હોવાની વાત સામે આવી છે.

Advertisement

Advertisement

Surat: દરોડામાં સુરતના અનેક મોટા માથાની પણ તપાસ થઈ રહી છે

આઈટી વિભાગના આ દરોડામાં સુરતના અનેક મોટા માથાની પણ તપાસ થઈ રહી છે. ડાયમંડ, રિયલ એસ્ટેટ અને શિક્ષણ ક્ષેત્રે મોટું નામ ધરાવતા ગજેરા પરિવારના લક્ષ્મી ગ્રુપ પર તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં અનિલ બગદાણા અને તેમના ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. અનિલ બગદાણાના ભાગીદાર તરુણ ભગત અને પ્રવિણ ભૂત પર પણ આઈટી વિભાગે સકંજો કસ્યો છે.

નાણાકીય વ્યવહારો અને ઓફિસોમાં તકેદારી રાખવાનું શરૂ કરી દીધું

ગજેરા પરિવાર જેવી મોટી હસ્તીઓ પર આઈટીના દરોડા પડતા જ સુરતના હીરા બજાર અને બિલ્ડર લોબીમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. અનેક વેપારીઓએ પોતાના નાણાકીય વ્યવહારો અને ઓફિસોમાં તકેદારી રાખવાનું શરૂ કરી દીધું છે.

આ પણ વાંચો: Gujarat: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સરળતા, મૃદુતા અને નિખાલસતા પ્રવાસીઓ અને વેપારીઓને સ્પર્શી ગઈ

Tags :
Advertisement

.

×