Surat : હજીરાની ખાનગી કંપનીમાં લાગી વિકરાળ આગ, 4 કોન્ટ્રાક્ટર કામદારોનાં મોત
- હજીરાની ખાનગી કંપનીમાં આગની ઘટનામાં 4 કોન્ટ્રાક્ટર કામદારોનાં મોત (Surat)
- એમએનએસ ઇન્ડિયા કંપનીમાં સાંજનાં 6 વાગ્યાનાં સમયે બની ઘટના
- યુનિટ રિસ્ટાર્ટ કરતી વેળાએ આગ લાગી હોવાનાં પ્રાથમિક અહેવાલ
સુરતનાં (Surat) હજીરામાં આવેલી એક ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આ દુર્ઘટનામાં 4 કોન્ટ્રાક્ટર કામદારોનાં મોત નીપજ્યા હોવાનું માહિતી મળી છે. જ્યારે અનેક કર્મચારી ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાયા છે. ફાયર બ્રિગેડ અને હજીરા પોલીસ (Hazira Police) સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી છે. યુનિટ રિસ્ટાર્ટ કરતી વેળાએ ઘટના બની હોવાનાં પ્રાથમિક અહેવાલ છે.
આ પણ વાંચો - 31st Celebration : MD ડ્રગ્સ સાથે એકની ધરપકડ, Addl. CP, DCP, ACP સહિત 4500 પો. જવાન ખડેપગે
ખાનગી કંપનીમાં આગ, 4 કોન્ટ્રાક્ટર કામદારોનાં મોત
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતનાં (Surat) હજીરા વિસ્તારમાં આવેલી એમએનએસ ઇન્ડિયા (MNS India) નામની ખાનગી કંપનીમાં ત્યારે નાસભાગ મચી જ્યારે કંપનીમાં અચાનક વિકરાળ આગ ફાટી નીકળી હતી. આગની ઘટના બાદ ફસાઈ જતાં 4 કોન્ટ્રાક્ટર કામદારોનાં મોત નીપજ્યા હોવાની માહિતી છે. જ્યારે કેટલાક કર્મચારીઓને ઇજા થતાં નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કંપનીનાં કોરેક્સ પ્લાન્ટમાં બનેલી આ ઘટના યુનિટ રિસ્ટાર્ટ કરતી વેળાએ બની હોવાનાં પ્રાથમિક અહેવાલ છે.
આ પણ વાંચો - Ahmedabad : યુવકે રૂ. 200 ની પંજાબી ડીશ મંગાવી, ખોલીને જોયું તો..! જુઓ Video
સાંજનાં 6 વાગ્યાની આસપાસ કંપનીમાં આગ લાગી!
આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને હજીરા પોલીસ સહિતની ટીમો (Hazira Police) ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો. જ્યારે પોલીસે ઘટના પાછળનું કારણ જાણવા વધુ તાપસ હાથ ધરી છે. એવી માહિતી છે કે, કંપનીમાં સાંજનાં 6 વાગ્યાની આસપાસ આગ લાગી હોવાની માહિતી છે.
આ પણ વાંચો - Ahmedabad : આ વર્ષે Civil Hospital માં અંગદાનથી 124 ને નવજીવન મળ્યું, 08 સ્કીન દાન થયાં