ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat : શાળામાં અભ્યાસ કરવા જતી 6 વર્ષીય બાળા પર શ્વાનની ટોળી તૂટી પડી, થયું મોત

આ ઘટનાની જાણ થતાં ધારાસભ્ય ગણપત વસાવા (MLA Ganpat Vasava) મૃતક દીકરીનાં પરિવારજનોને મળવા પહોંચ્યા હતા.
09:58 PM Jul 23, 2025 IST | Vipul Sen
આ ઘટનાની જાણ થતાં ધારાસભ્ય ગણપત વસાવા (MLA Ganpat Vasava) મૃતક દીકરીનાં પરિવારજનોને મળવા પહોંચ્યા હતા.
Surat_Gujarat_first main
  1. Surat નાં માંગરોળનાં કોસાડી ગામે શ્વાને દીકરીને ફાડી ખાધી!
  2. પ્રાથમિક શાળાએ અભ્યાસ કરવા ગયેલ માસૂમ પર શ્વાનની ટોળકી તૂટી પડી
  3. ગંભીર ઇજાઓનાં કારણ સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું
  4. ધારાસભ્ય ગણપત વસાવા કોસાડી ગામે પહોંચ્યા, પરિવારને સાંત્વના પાઠવી

Surat : સુરતના માંગરોળમાં (Mangrol) હચમચાવે એવી ઘટના બની છે. શ્વાનનાં હુમલાથી વધુ એક માસૂમ બાળકનો જીવ ગયો છે. કોસાડી ગામે આવેલ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી 6 વર્ષીય માસૂમ બાળકી પર શ્વાનની ટોળકી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ઇજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતુ, સારવાર દરમિયાન દીકરીનું મોત નીપજ્યું છે. આ ઘટનાની જાણ થતાં ધારાસભ્ય ગણપત વસાવા (MLA Ganpat Vasava) મૃતક દીકરીનાં પરિવારજનોને મળવા પહોંચ્યા હતા.

આ પણ વાંચો - Surat : જ્વેલર્સની દુકાનમાં ફાયરિંગ વિથ હત્યા કેસમાં વધુ બે આરોપી બિહારમાંથી ઝડપાયા

પ્રાથમિક શાળાએ અભ્યાસ કરવા ગયેલ માસૂમ પર શ્વાનની ટોળકી તૂટી પડી

સુરતનાં (Surat) માંગરોળમાં ફરી એકવાર શ્વાનનો આતંક જોવા મળ્યો છે. તાલુકાનાં કોસાડી ગામે 6 વર્ષીય દીકરી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા ગઈ હતી. દરમિયાન, શ્વાનની ટોળકી બાળકી પર તૂટી પડી હતી. આ ઘટનામાં બાળકી ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. ઘટના સ્થળ પર હાજર લોકોએ બાળકીને શ્વાનથી બચાવી સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા.

આ પણ વાંચો - Banaskantha : દાંતામાં ST બસને નડ્યો અકસ્માત, અચાનક ગરમ થઈ, ઝાડી ઝાંખરામાં પલટી મારી!

ધારાસભ્ય ગણપત વસાવા કોસાડી ગામે પહોંચ્યા, પરિવારને સાંત્વના પાઠવી

સારવાર દરમિયાન માસૂમ બાળકીનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં ધારાસભ્ય ગણપત વસાવા (MLA Ganpat Vasava) કોસાડી ગામે પહોંચ્યા હતા અને મૃતક બાળકીનાં પરિવારજનોને મળી સાંત્વના પાઠવી હતી. આ સાથે ધારાસભ્યે પરિવારને આર્થિક મદદ કરી. સાથે જ દીકરીનાં પરિવારને સરકાર તરફથી પણ આર્થિક મદદ કરવામાં આવે તે માટે હાજર અધિકારીઓને સૂચના આપી હતી.

આ પણ વાંચો - Aravalli : કેજરીવાલના પ્રહાર! કહ્યું- ગુજરાતમાં BJP-કોંગ્રેસ ગઠબંધનની સરકાર ચાલે છે..!

Tags :
Crime NewsDogs attack on Girlgujaratfirst newsKosadi VillageMangrolMLA Ganpat VasavaSuratTop Gujarati News
Next Article