Surat AAP Hawala Case: દિલ્હીથી કનેક્શન હોવાનો ખુલાસો, કરોડોના ફંડિંગનો પર્દાફાશ
- Surat AAP Hawala Case ને લઇ પોલીસનો ખુલાસો
- સુરત ક્રાઇમ બ્રાંચના DCP ભાવેશ રોજીયાનું નિવેદન
- દિલ્હીના પૂર્વ કેબિનેટ મંત્રી સત્યેન્દ્ર જૈનનો PA હોવાનો ખુલાસો
- આકાશ મિશ્રા જ સંભાળતો હતો હવાલાનો રૂપિયાનો વ્યવહાર
- અત્યાર સુધી આંગડિયા મારફતે રૂ.1 કરોડથી વધુની રકમ લીધી
- આગામી ચૂંટણીને લઇ પૂરું પાડવામાં આવતું હતું ફંડિંગ
- હિમાંશુ પાહુજા નામનો વ્યક્તિ મોકલતો હતો રૂપિયા
- અગાઉ કોંગ્રેસ સાથે જોડાયેલો હતો હિમાંશુ પાહુજા
- હાલ AAPનો સક્રિય કાર્યકર છે હિમાંશુ પાહુજા
Surat AAP Hawala Case: સુરત (Surat) ક્રાઈમ બ્રાંચ (Crime Branch) દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા એક મહત્વપૂર્ણ ખુલાસાએ રાજકીય ગલિયારાઓમાં ખળભળાટ મચાવી દીધો છે. સુરત શહેરમાં ચાલી રહેલા એક મોટા હવાલાકાંડમાં આમ આદમી પાર્ટી (AAP)નું નામ સામે આવતા તપાસનો દોર તેજ બન્યો છે.
DCP ભાવેશ રોજીયાનો મહત્વનો ખુલાસો
સુરત (Surat) ક્રાઈમ બ્રાંચના DCP ભાવેશ રોજીયા (Bhavesh Rojiya) એ પત્રકાર પરિષદમાં આ અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, આ સમગ્ર નેટવર્કનો મુખ્ય સૂત્રધાર આકાશ મિશ્રા (Akash Mishra) છે. આકાશ મિશ્રા દિલ્હીના પૂર્વ કેબિનેટ મંત્રી સત્યેન્દ્ર જૈન (Satyendar Jain) ના અંગત સચિવ (PA) તરીકે કામ કરતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. તે જ હવાલાના તમામ નાણાકીય વ્યવહારોનું સંચાલન કરતો હતો.
Surat AAP Hawala Case
Surat માં AAPના હવાલાકાંડને લઇ પોલીસનો મોટો ખુલાસો,
"ચૂંટણીમાં થવાનો હતો પૈસાનો ઉપયોગ" | Gujarat Firstસુરતમાં AAPના હવાલાકાંડને લઇ પોલીસનો ખુલાસો
સુરત ક્રાઇમ બ્રાંચના DCP ભાવેશ રોજીયાનું નિવેદન
દિલ્હીના પૂર્વ કેબિનેટ મંત્રી સત્યેન્દ્ર જૈનનો PA હોવાનો… pic.twitter.com/1kAJBmClMN— Gujarat First (@GujaratFirst) April 20, 2026
આંગડિયા પેઢી દ્વારા લાખોનું ફંડિંગ
પોલીસ તપાસ મુજબ, છેલ્લા 5 થી 6 મહિનાના ગાળામાં આંગડિયા (Angadia) પેઢી મારફતે 1.25 કરોડ રૂપિયાથી વધુની રકમ સુરત (Surat) મોકલવામાં આવી હતી. અત્યાર સુધીમાં માત્ર આંગડિયા મારફતે જ 1 કરોડથી વધુની રકમની લેવડ-દેવડ પકડાઈ છે. પોલીસે આ પ્રકરણમાં એક આંગડિયા પેઢીની પણ ઓળખ કરી લીધી છે. હાલ પોલીસ આકાશ મિશ્રા (Akash Mishra) ની કડક પૂછપરછ કરી રહી છે, જેથી આ નેટવર્કમાં સંકળાયેલા અન્ય મોટા માથાઓના નામ સામે આવી શકે.
ચૂંટણી ફંડિંગ અને હિમાંશુ પાહુજાની ભૂમિકા
આ હવાલાકાંડનું મુખ્ય લક્ષ્ય આગામી ચૂંટણીઓમાં ફંડિંગ પૂરું પાડવાનું હોવાનું પ્રાથમિક તારણ છે. આ રકમ મોકલનાર મુખ્ય વ્યક્તિ હિમાંશુ પાહુજા (Himanshu Pahuja) હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, હિમાંશુ પાહુજા અગાઉ કોંગ્રેસ (Congress) સાથે જોડાયેલો હતો, પરંતુ હાલ તે આમ આદમી પાર્ટી (AAP) નો સક્રિય કાર્યકર છે. આ કડીઓ સૂચવે છે કે આ આર્થિક વ્યવહારો પાછળ કોઈ મોટું રાજકીય ષડયંત્ર હોઈ શકે છે. હાલમાં પોલીસ દ્વારા વધુ પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે અને ટૂંક સમયમાં જ અન્ય ધરપકડો થવાની શક્યતા છે.
6 મહિનામાં કરોડો રૂપિયા સુરત મોકલાયા
સુરત (Surat) માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે આમ આદમી પાર્ટી (AAP) ના કથિત હવાલાકાંડનો મોટો ઘટસ્ફોટ થયો છે. 'ગુજરાત ફર્સ્ટ'ની ટીમે મહિધરપુરા (Mahidharpura) વિસ્તારમાં આવેલી એક આંગડિયા (Angadia) પેઢી પર પહોંચી તપાસ કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે છેલ્લા 6 મહિનામાં આ પેઢી મારફતે સવા કરોડ રૂપિયાથી વધુની રકમ સુરત મોકલવામાં આવી હતી.
ક્રાઈમ બ્રાન્ચ બાદ હવે IT વિભાગ તપાસમાં જોડાય તેવી શક્યતા
સુરત ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch) ની અત્યાર સુધીની સઘન તપાસમાં 8 જેટલા લોકોના નામ સામે આવ્યા છે. આ નાણાકીય ગોટાળાની ગંભીરતા જોતા, હવે ક્રાઈમ બ્રાન્ચ બાદ આવકવેરા વિભાગ (IT Department) પણ આ તપાસમાં જોડાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. આ કેસમાં વધુ કયા મોટા નામ બહાર આવે છે તેના પર સૌની નજર ટકેલી છે.
આ પણ વાંચો: ચૂંટણીના માહોલ વચ્ચે AAP નું ઝડપાયું મોટું Hawala Scam, Surat થી Delhi સુધી તાર, જાણો સમગ્ર મામલો


