Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat AAP Ticket Scandal: 18 લાખની માંગણી, 8 લાખમાં સોદો, AAP ના કાર્યકરો સામે ફરિયાદ

Surat AAP Ticket Scandal: ચૂંટણીના માહોલ વચ્ચે સુરત આમ આદમી પાર્ટી (AAP) વિવાદોના વમળમાં ફસાઈ છે. વોર્ડ નંબર 1 ના પ્રભારી ઓમ પ્રકાશ (Om Prakash) સામે ટિકિટ આપવાના બહાને રૂપિયાની માંગણી (Demanding Money) કરવાનો આરોપ લાગ્યો છે.
surat aap ticket scandal  18 લાખની માંગણી  8 લાખમાં સોદો  aap ના કાર્યકરો સામે ફરિયાદ
Advertisement
  • Surat માં AAP પર રૂપિયા લઇ ટિકિટ ખરીદી કર્યાનો આરોપ
  • ટિકિટ માંગતા રૂપિયાની માંગણી કરાઈ હોવાનો આરોપ
  • વોર્ડ નં. એકના પ્રભારી ઓમ પ્રકાશે માંગણી કરી હોવાનો આરોપ
  • સરથાણા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી ફરિયાદ
  • આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા લોકો સામે નોંધાઈ ફરિયાદ

Surat AAP Ticket Scandal: ચૂંટણીના માહોલ વચ્ચે સુરત આમ આદમી પાર્ટી (AAP) વિવાદોના વમળમાં ફસાઈ છે. વોર્ડ નંબર 1 ના પ્રભારી ઓમ પ્રકાશ (Om Prakash) સામે ટિકિટ આપવાના બહાને રૂપિયાની માંગણી (Demanding Money) કરવાનો આરોપ લાગ્યો છે. આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે રૂપિયાની લેતી-દેતીનો એક કથિત વીડિયો (Viral Video) સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

Surat માં AAP પર ટિકિટ માટે રૂપિયા માંગવાનો આરોપનો મામલો

ફરિયાદી નવનીત નાવડીયાએ આક્ષેપ કર્યો છે કે, તેમણે પોતાની પત્ની માટે ચૂંટણીની ટિકિટ માંગી હતી. આ ટિકિટના બદલામાં વોર્ડ નંબર 1 ના પ્રભારી ઓમ પ્રકાશે શરૂઆતમાં 18 લાખ રૂપિયાની માંગણી કરી હતી. લાંબી રકઝક બાદ આ સોદો 8 લાખ રૂપિયામાં નક્કી થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ફરિયાદીએ આ સમગ્ર લેતી-દેતીનો વીડિયો પણ બનાવી લીધો હતો.

Advertisement

પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યો મામલો

સોદો નક્કી થયા બાદ પણ પત્નીને ટિકિટ ન મળતા ફરિયાદી નવનીત નાવડીયા છેતરપિંડીનો (Fraud) ભોગ બન્યા હોવાનું અહેસાસ થતા તેઓ સીધા પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા હતા. તેમણે પોતાની સાથે થયેલી છેતરપિંડી બાબતે રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે. હાલ સરથાણા પોલીસ સ્ટેશનમાં આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા લોકો સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Advertisement

તપાસનો ધમધમાટ

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો અને ફરિયાદીના આરોપો બાદ સુરત પોલીસે આ મામલે ઉંડાણપૂર્વકની તપાસ (Investigation) શરૂ કરી છે. ચૂંટણી ટાણે જ ટિકિટ વેચવાના આક્ષેપોને કારણે રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ જાગી છે.

આ પણ વાંચો: UP ના રાજ્યપાલ Anandiben Patel પરિવાર સાથે Khodaldham પહોંચ્યા, મા ખોડલની કરી પૂજા-અર્ચના

Tags :
Advertisement

.

×