Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Surat: આંતરજ્ઞાતિય લગ્ન કરનાર આરતી સાંગાણીની પોસ્ટ, સમાજ માટે ‘દાઝ્યા પર ડામ દેવા’ જેવો ઘાટ

સુરતની સિંગર આરતી સાંગાણીના પ્રેમલગ્નનો વિવાદ થમવાનું નામ નથી લઈ રહ્યો. ત્યારે વિરોધમાં ઘેરાયેલી આરતી સાંગાણીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. આ પોસ્ટથી સમાજના આગેવાનો અને પરિવારજનો માટે દાઝ્યા પર ડામ આપવા જેવું કામ કર્યું છે.
surat  આંતરજ્ઞાતિય લગ્ન કરનાર આરતી સાંગાણીની પોસ્ટ  સમાજ માટે ‘દાઝ્યા પર ડામ દેવા’ જેવો ઘાટ
Advertisement
  • Surat: સિંગર આરતી સાંગાણીના આંતરજ્ઞાતિય લગ્નનો વધતો વિવાદ
  • પાટીદાર યુવતી આરતી સાંગાણીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી
  • "હજાર દુષ્કર્મ સહન કરવાવાળો સમાજ પ્રેમલગ્ન સહન નથી કરી શકતો"
  • આરતીએ સ્ટોરી ટાઈટલમાં "રિયાલિટી ઓફ સોસાયટી"નો ઉલ્લેખ કર્યો

Surat: આંતરજ્ઞાતિય પ્રેમલગ્ન કરીને વિવાદના ઘેરામાં ફસાઈ છે સિંગર આરતી સાંગાણી (Singer Aarti Sangani). સામાજિક ઉપેક્ષા અને સતત આલોચના થતા આરતી સાંગાણીએ સોશિયલ મીડિયા (Social media) પર એક પોસ્ટ કરી છે. એમ કહીએ કે, તેણે વિરોધ કરનારા સમાજના આગેવાનોને પોસ્ટ કરીને જવાબ આપ્યો છે. પરંતુ આ પોસ્ટથી ઉલટાનું આગમાં ભભૂકતા વિવાદને હવા આપવાનું કામ કર્યું છે. પાટીદાર દીકરીના આંતરજ્ઞાતિય પ્રેમલગ્નથી નાખુશ આગેવાનો આરતીની ટીકા કરી રહ્યો છે.

Surat: આરતી સાંગાણીએ પોસ્ટમાં શું લખ્યું?

પ્રેમલગ્ન (Love marriage) પછી વિવાદોમાં સપડાયેલી આરતીએ પોતાની વાત રજૂ કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો. તેણે પાટીદાર સમાજને ટાંકીને લખ્યું કે, " હજારો દુષ્કર્મ સહન કરવાવાળો સમાજ એક પ્રેમલગ્ન સહન કરી શકતો નથી." ઉપરાંત તેણે સોશિયલ મીડિયાની સ્ટોરીના ટાઈટલમાં "રિયાલિટી ઓફ સોસાયટી" (Reality of Society) લખ્યું છે. આ પોસ્ટને લઈને સમાજમાં વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. સમાજ આરતી સાંગાણીની ટીકા કરી રહ્યો છે. પિતાએ પણ અપીલ કરી કે દીકરી પાછી આવે તો અપનાવવા તૈયાર છું.

Advertisement

Advertisement

Surat: શું છે આરતી સાંગાણીના પ્રેમલગ્નનો વિવાદ?

પાટીદાર સમાજની દીકરી આરતી સાંગાણી જાણીતી સિંગર છે. તેણે તાજેતરમાં તેના જ કાર્યક્રમમાં તબલા વગાડતા દેવાંગ ગોહેલ સાથે પ્રેમલગ્ન કર્યા હોવાનું સામે આવ્યું હતું. આ લગ્નની વાત ફેલાઈ જતા સોશિયલ મીડિયામાં લોકોએ મિશ્ર પ્રતિસાદ આપ્યો હતો. કેટલાક લોકોએ આરતીના લગ્નનું સમર્થન કર્યું હતું. જ્યારે પાટીદાર સમાજ અને આગેવાનોએ દીકરીના આ પગલાને ધુત્કાર્યો હતો.

આરતીના પિતાએ દીકરીને આજીજી કરી

વિવાદ વધ્યા પછી આરતીના પિતાએ જાહેરમાં આવીને દીકરીને અપીલ કરી હતી કે, પાછી આવી જાય. તેના પિતાએ કહ્યું હતું કે, તું પરત આવી જા. આપણો સમાજ આપણી સાથે છે. આપણો પરિવાર આપણી સાથે છે. જે ભૂલ થઈ હોય ઈ, ઈ ભૂલને સુધારી નાખ. હજી સમય છે અને તું પરત આવી જા.

કોણ છે આરતી સાંગાણીનો પતિ?

મળતી માહિતી મુજબ, દેવાંગ ગોહેલ મૂળ ગોંડલ (Gondal)નો રહેવાસી છે. તે તબલાવાદક છે. દેવાંગ આરતીના કાર્યક્રમોમાં તબલા વગાડતો હતો. દોઢ વર્ષ પહેલા દેવાંગ અને આરતી વચ્ચે પ્રેમના અંકુર ફૂટ્યા હતા. અંતે 16 ડિસેમ્બરે દેવાંગ અને આરતી સાંગાણીએ પ્રેમલગ્ન કરી લીધાં હતાં.

શું પ્રેમ કરવો કોઈ ગુનો છે?: આરતી

સામાજિક ઉપેક્ષાઓ પછી આરતી સાંગાણીએ સોશિયલ મીડિયામાં એક વીડિયો જાહેર કર્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે, તેમના વિશે ચાલી રહેલા વીડિયો અને કોમેન્ટ્સ સામે તેને કોઈ વાંધો નથી. પોતાની લાગણી વ્યક્ત કરતાં તેણે કહ્યું હતું કે, અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. શું પ્રેમ કરવો કોઈ ગુનો છે? ખાસ આરતીએ સમાજના અગ્રણીઓને સવાલ કર્યો હતો કે, તમે 'બેટી બચાવો, બેટી પઢાઓ'ની વાતો કરો છો, તો શું એક દીકરીને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો પણ કોઈ અધિકાર નથી?

આ પણ વાંચો---Suniel Shetty Ad Controversy : સુનીલ શેટ્ટીએ ઠુકરાવી 40 કરોડની જાહેરાત, જાણો કારણ

આ પણ વાંચો---સોનું ખરીદવું હવે સપનું? 1,45,000 તરફ આગળ વધતી કિંમતો, જુઓ આજનો ભાવ

Tags :
Advertisement

.

×