Surat: જાહેરાતોની દુનિયાને મળ્યો નવો વિકલ્પ, ફાટશે નહીં રંગ ઉડશે નહીં! શું છે AAS TECHની નવી વૂવન ટેક્નોલોજી?
- Surat AAS TECH એ PVC ફ્લેક્સનો મજબૂત વિકલ્પ 'ફેબ્રિક ફ્લેક્સ' બનાવ્યો
- ઉદ્યોગસાહસિક નિરવ શાહ ના નેતૃત્વમાં આ ટેક્નોલોજી તૈયાર
- આ ફેબ્રિકમાં ડિઝાઇન અને લખાણ સીધું વણાટ (Weaving) દરમિયાન જ બનાવી શકાય
- તે ગરમી, પવન અને અગ્નિ સામે ટકાઉ તેમજ પર્યાવરણને અનુકૂળ
Surat AAS TECH: સુરત શહેરે ફરી એકવાર ટેક્સટાઈલ ક્ષેત્રે પોતાની ક્ષમતા સાબિત કરી છે. અત્યાર સુધી જાહેરાત અને ડિસ્પ્લે માટે મોટાપાયે વપરાતા પરંપરાગત પીવીસી ફ્લેક્સ (PVC Flex) ને બદલે હવે બજારમાં એક નવો અને અત્યંત ટકાઉ વિકલ્પ આવી રહ્યો છે. સુરત સ્થિત એસ ટેક (AAS TECH) કંપનીએ “એન્જિનિયર્ડ વૂવન ડિસ્પ્લે સબસ્ટ્રેટ” (Engineered Woven Display Substrate) નામની નવી ટેક્નોલોજી વિકસાવી છે. આ ઇનોવેશન પાછળ કંપનીના માલિક અને દૂરંદેશી ઉદ્યોગસાહસિક નિરવ શાહ (Nirav Shah) નું વિઝન અને નેતૃત્વ કાર્ય કરી રહ્યું છે. તેમની આ સફરમાં અવિનાશ કોઠારી (Avinash Kothari), ગૌરવ સારડા (Gaurav Sarda) અને પિયુષ સતાવસિયા (Piyush Satavasia) પણ સહભાગી બની આ ટેક્નોલોજીને વૈશ્વિક સ્તરે પહોંચાડી રહ્યા છે.
Surat AAS TECH: શું છે ‘ફેબ્રિક ફ્લેક્સ બેનર’ ટેક્નોલોજી?
સામાન્ય ભાષામાં આ ટેક્નોલોજીને “ફેબ્રિક ફ્લેક્સ બેનર” (Fabric Flex Banner) તરીકે ઓળખવામાં આવે છે. આ એક નવી પેઢીનું વૂવન ટેક્સટાઇલ પ્લેટફોર્મ (Woven Textile Platform) છે. આ ફેબ્રિકની ડિઝાઇન પ્રક્રિયામાં નિષ્ણાત સુમિતપાલ સિંહ (Sumitpal Singh) દ્વારા વિશેષ ફાળો આપવામાં આવ્યો છે. હાલના સમયમાં રસ્તાઓ કે દુકાનો પર જોવા મળતા PVC બેનરો સૂર્યપ્રકાશ (Sunlight) માં ફીકા પડી જાય છે, ગરમીમાં તૂટી જાય છે અને પવનના દબાણથી ફાટી જાય છે. આ ઉપરાંત તે પર્યાવરણ (Environment) માટે પણ જોખમી છે. AAS TECH નો દાવો છે કે આ ફેબ્રિક આધારિત ટેક્નોલોજી આ તમામ મુશ્કેલીઓનો સચોટ ઉકેલ છે.
Surat AAS TECH: નિરવ શાહનું મોટું સાહસ
નિરવ શાહ માત્ર એક બિઝનેસમેન નથી, પરંતુ તેઓ એક “ડીપ સ્ટ્રેટેજિસ્ટ” (Deep Strategist) અને “ન્યૂ એરા આંત્રપ્રેન્યોર” (New Era Entrepreneur) તરીકે ઓળખાય છે. તેઓ જટિલ પરિસ્થિતિઓનું વિશ્લેષણ કરી માર્કેટ રિસર્ચ (Market Research) અને ડેટા એનાલિસિસ (Data Analysis) દ્વારા ભવિષ્યના ઉદ્યોગ પરિવર્તનોને પારખી શકે છે. મિકેનિકલ એન્જિનિયરિંગ (Mechanical Engineering) થી લઈ આધુનિક મેન્યુફેક્ચરિંગ (Manufacturing) સુધીનું તેમનું જ્ઞાન અદભૂત છે. તેમની અસાધારણ બુદ્ધિપ્રતિભાને કારણે ઘણા લોકો તેમને આ યુગના આઇન્સ્ટાઇન (Einstein) તરીકે પણ ઓળખે છે. અત્યાર સુધીમાં તેઓએ 90 થી વધુ દેશોમાં 360 થી વધુ પેટન્ટ (Patents) મેળવીને ભારતનું નામ રોશન કર્યું છે.
વણાટ દરમિયાન જ ડિઝાઈન અને ચોકસાઈ
આ ટેક્નોલોજીની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં ડિઝાઇન સીધી જ વણાટ (Weaving) દરમિયાન તૈયાર કરી શકાય છે. એટલે કે, પ્રિન્ટિંગ (Printing) વગર પણ બેનર પર લખાણ કે લોગો બનાવી શકાય છે. આ ઉપરાંત તેના પર ડિજિટલ પ્રિન્ટિંગ (Digital Printing) પણ શક્ય છે. કંપનીના જણાવ્યા મુજબ, એસ એલાઇનમેન્ટ (AAS Alignment) અને મોશન-કંટ્રોલ એન્જિનિયરિંગ (Motion-Control Engineering) ના સિદ્ધાંતોને કારણે યાર્ન એલાઇનમેન્ટ એક્યુરેસી (Yarn Alignment Accuracy) અને ડાઇમેન્શનલ સ્ટેબિલિટી (Dimensional Stability) જળવાય છે. આથી મોટા કદના બેનરોમાં પણ વિઝ્યુઅલ ડિસ્ટોર્શન (Distortion) આવતું નથી અને લખાણ વાંકું વળતું નથી.
મલ્ટીપર્પઝ ઉપયોગ અને સુરક્ષા
આ ફેબ્રિક માત્ર બેનર પૂરતું મર્યાદિત નથી. તે અત્યંત મજબૂત હોવાથી તેનો ઉપયોગ ફાયર સેફ્ટી બ્લેન્કેટ (Fire Safety Blanket), વેલ્ડિંગ કર્ટન (Welding Curtain) અને હીટ પ્રોટેક્શન કવર (Heat Protection Cover) તરીકે પણ થઈ શકે છે. તે રિસાયકલ (Recycle) કરી શકાય તેવું હોવાથી પર્યાવરણ પ્રેમી પણ છે.
આ પણ વાંચોઃ Guatam Adani: ઉદ્યોગપતિ ગૌતમભાઈ અદાણીએ મુન્દ્રાના ઝરપરા પહોંચી ગઢવી પરિવારને આપી સાંત્વના
આ પણ વાંચોઃ Surat: BJP મહિલા કોર્પોરેટરની દીકરી પર કેનેડામાં હુમલો! શું પૂર્વ કોંગ્રેસી કોર્પોરેટરના પુત્રનો છે હાથ?


