Surat: સચિન GIDC માં હૃદયદ્રાવક અકસ્માત, 4 વર્ષીય માસૂમનું કારની ટક્કરે મોત
Surat ના સચિન GIDC વિસ્તારમાં ઇકો કારની અડફેટે આવતા 4 વર્ષીય આયુષ ગરાસીયાનું કરુણ મોત નીપજ્યું છે. બાળક માતાના ખોળામાં હતો ત્યારે કારે તેને ટક્કર મારી હતી. અકસ્માત બાદ કારચાલક ફરાર થઈ ગયો છે. પરિવાર દ્વારા ન્યાયની માંગ સાથે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છે.
Advertisement
Surat Accident: સુરત શહેરના સચિન GIDC વિસ્તારમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં એક પૂરઝડપે આવી રહેલી બેકાબૂ ઇકો કારે (Eeco Car) એક 4 વર્ષીય માસૂમ બાળકને કચડી નાખતા તેનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

