Surat : છેતરપિંડી કેસમાં છેલ્લા 8 વર્ષથી નાસતો ફરતો આરોપી અમદાવાદમાંથી ઝડપાયો
- છેતરપિંડી કેસમાં 8 વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો (Surat)
- સુરત ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદથી કરી ધરપકડ
- ગુનો આચરી આરોપી ભોપાલ ભાગી ગયો હતો
સુરત ક્રાઈમ બ્રાન્ચે (Surat Crime Branch) કાપોદ્રા પોલીસ મથકમાં નોંધાયેલા ચીટિંગ કેસમાં છેલ્લા 8 વર્ષથી ફરાર આરોપીની અમદાવાદ ખાતેથી ધરપકડ કરી છે. વ્યાજના ધંધામાં ખોટ જતા માથે દેવું થઈ ગયું હતું. જે દેવાની ભરપાઈ કરવા આરોપીએ પોતાના જ પરિચિતોની 2 ફોર વ્હીલ કાર ગીરવે મૂકી દેવાદારોને રૂપિયાની ભરપાઈ કરી હતી. છેતરપિંડીનો ભોગ બનેલા 2 લોકોની ફરિયાદનાં આધારે પોલીસે ગુન્હો નોંધ્યો હતો. જે ગુન્હામાં આરોપી 8 વર્ષથી ફરાર હતો અને બાંધકામ સાઈટ પર કામ કરતા મજૂરોનાં ડોક્યુમેન્ટનાં આધારે સીમકાર્ડ મેળવી મુકેશ નામ ધારણ કર્યું હતું, જેના આધારે ફેસબુક તેમ જ ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતો હતો.
આ પણ વાંચો - Bharuch : ઝઘડિયા દુષ્કર્મ મામલે કેન્દ્રીય મંત્રી CR પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહી આ વાત
વ્યાજનાં ધંધામાં ખોટ જતાં દેવું થયું, દેવાની ભરપાઈ માટે ઠગાઈ કરી
કહેવાય છે કે આરોપીઓ કેટલા પણ શાતિર હોય પરંતુ, પોલીસનાં હાથ આરોપીઓ સુધી પહોંચી જતા હોય છે. આવી જ એક ઘટના સુરતમાંથી પ્રકાશમાં આવી છે, જ્યાં છેતરપિંડીનાં કેસમાં 8 વર્ષથી પોલીસ ધરપકડથી બચવા નાસ્તા ફરતા આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર, વર્ષ 2017 માં કાપોદ્રા પોલીસ મથકમાં રાકેશ નાકરાણી નામનાં ઇસમ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. આરોપી સુરતમાં બાંધકામ સાઈટ પર સુપરવાઇઝર તરીકે નોકરી કરતો હતો, જેની સાથે વ્યાજનો ધંધો પણ શરૂ કર્યો હતો. અલગ-અલગ લોકોને વ્યાજ પેટે તેણે નાણાંનું ધિરાણ કર્યું હતું. પરંતુ, સમય જતા વ્યાજ અને મુદ્દલ બંને પરત નહીં આવતા ભારે ખોટ ગઈ હતી. એટલું જ નહીં પરંતુ, માથે ભારે દેવું થઈ જતા દેવાની ભરપાઈ કરવા તેને પોતાના જ 2 પરિચિત જોડે છેતરપિંડી આચરી હતી.
આ પણ વાંચો - CR પાટીલના કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ પર આકરા પ્રહાર! કહ્યું - કોંગ્રેસનાં અસ્તિત્વ..!
સુરતથી ભોપાલ ગયો, છ મહિલા પહેલા અમદાવાદ આવ્યો અને ઝડપાયો
માથે થયેલ દેવાની ભરપાઈ કરવા આરોપીએ પોતાનાં બે પરિચિત યુવકો પાસેથી કાર લીધી હતી. જે કાર મૂળ માલિકને જાણ કર્યા વિના જ અન્યને ગીરવે મૂકી દીધી હતી, જેની જાણ બંને પરિચિત યુવકોને થતાં કાપોદ્રા પોલીસ મથકમાં (Kapodra police station) ફરિયાદ આપી હતી. પોલીસે આરોપી રાકેશ નાકરાણી વિરુદ્ધ ગુન્હો દાખલ કરતા જ તે મોબાઈલ સ્વીચ ઓફ કરી ભોપાલ (Bhopal) નાસી છૂટ્યો હતો, જેની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. છતાં આરોપી પોલીસનાં હાથે લાગ્યો નહોતો. પૂછપરછમાં જાણવા મળ્યું કે, આરોપી ભાગી ગયા બાદ ભોપાલમાં બાંધકામ સાઈટ પર સુપરવાઇઝર તરીકે નોકરીએ લાગ્યો હતો. પોલીસ ધરપકડથી બચવા સાઇટ પર કામ કરતા શ્રમિકોનાં ડોક્યુમેન્ટનાં આધારે સીમકાર્ડ ખરીદ્યું હતું અને facebook અને instagram પર મુકેશ નામ ધારણ કરી ઉપયોગ કરતો હતો. 6 માસ પહેલા અમદાવાદ (Ahmedabad) આવી સાબરમતી ખાતે આવેલ ગાંધીવાસમાં પ્રધાનમંત્રી આવાસનાં બિલ્ડિંગની બાંધકામ સાઈડ પર સુપરવાઇઝર તરીકે નોકરીએ લાગ્યો હતો. જે માહિતીનાં આધારે ક્રાઈમ બ્રાન્ચે (Surat Crime Branch) આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અહેવાલ : રાકેશ બ્રહ્મભટ્ટ, સુરત
આ પણ વાંચો - AAP પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીના સરકાર પર પ્રહાર, BZ ગ્રૂપ સહિતનાં મુદ્દાઓ પર ઘેરી!