Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : ઝેરી પાણીથી રત્ન કલાકારોની તબિયત લથડવા મામલે આરોપીની ધરપકડ, ચોંકાવનારો ખુલાસો!

આરોપીએ જે વિગત આપી છે તે સાચી છે કે નહીં તેની પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.
surat   ઝેરી પાણીથી રત્ન કલાકારોની તબિયત લથડવા મામલે આરોપીની ધરપકડ  ચોંકાવનારો ખુલાસો
Advertisement
  1. Surat માં ઝેરી પાણી પીવાથી રત્ન કલાકારોની તબિયત લથડવાનો મામલો
  2. એક આરોપીની ધરપકડ, આરોપી કારખાનામાં એડમિનિસ્ટ્રેશન વિભાગમાં નોકરી કરતો હતો
  3. આરોપી નિકુંજે પોતાના મિત્ર પાસેથી રુ. 8 લાખ ઊછીના લીધા હતા
  4. લોન ચૂકવી ન શકતા તેણે આત્મહત્યા કરવાનો વિચાર કર્યો
  5. ફિલ્ટર પાસે જઈને તેણે ઝેરી દવા પીવાનો પ્રયાસ કર્યો હતો
  6. ઝેરનું પાઉચ ફિલ્ટરમાં નાખી દીધું, જેથી કોઈને ખબર ન પડે

સુરતનાં (Surat) કાપોદ્રા વિસ્તારમાં આવેલી હીરા કંપનીમાં રત્ન કલાકારોની હત્યાનું ષડયંત્ર રચવા મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી કારખાનામાં એડમિનિસ્ટ્રેશન વિભાગમાં નોકરી કરતો હોવાનું તપાસમાં ખુલ્યું છે. આરોપીએ મિત્ર પાસેથી રૂ. 8 લાખ ઉછીના લીધા હતા. જો કે, લોન ચૂકવી ન શકતા તેણે ઝેરી દવા પીવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, હિંમત ન થતાં તે મશીન પાસે ઊભો રહી ગયો અને ઝેરનું પાઉચ ફિલ્ટરમાં નાખી દીધું હતું. આરોપીએ જે વિગત આપી છે તે સાચી છે કે નહીં તેની પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.

આ પણ વાંચો - Surat: કાપોદ્રા પોલીસ દ્વારા ટીમો બનાવવામાં આવી, ક્રાઈમ બ્રાન્ચે શકમંદોની કરી અટકાયત

Advertisement

આરોપી કારખાનામાં એડમિનિસ્ટ્રેશન વિભાગમાં નોકરી કરતો હતો

સુરતનાં (Surat) કાપોદ્રા વિસ્તારમાં (Kapodra) આવેલી અનોભ જેમ્સ કંપનીમાં કામ કરતા 50 થી વધુ રત્નકલાકારોની તબિયત અચાનક લથડી જતાં તમામને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. કંપનીમાં કુલરનું ઠંડુ પાણી પીધા બાદ રત્નકલાકારોની તબિયત લથડી હતી. આ મામલાની તપાસમાં કાપોદ્રા પોલીસ સાથે સુરત ક્રાઈમ બ્રાન્ચની (Surat Crime Branch) ટીમ પણ જોડાઈ હતી. ટીમ દ્વારા શંકાસ્પદ 4 થી 5 લોકોની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે હવે આ કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીનું નામ નિકુંજ હોવાનું અને કારખાનામાં એડમિનિસ્ટ્રેશન વિભાગમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

આ પણ વાંચો - Surat : કાપોદ્રાની હીરા કંપનીના રક્ત કલાકારોની હત્યાનું ષડયંત્ર રચાયુ

આરોપીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો, હિંમત ન થતાં ઝેરી દવા ફિલ્ટરમાં નાંખી દીધી

તપાસ અનુસાર, આરોપી નિકુંજના મામા ફેક્ટરીમાં મેનેજર છે. નિકુંજે પોતાના મિત્ર પાસેથી રૂ. 8,00,000 ગીરે લીધા હતા. જો કે, લોન ચૂકવી ન શકતા તેણે આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો હતો. આથી, નિકુંજે એક દુકાનમાંથી ઝેરી દવા ખરીદી હતી અને કંપનીમાં ફિલ્ટર પાસે જઈને તેણે ઝેરી દવા પાણીના ગ્લાસમાં નાખીને પીવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન, લોકોની અવરજવરથી તે ખૂબ જ ભયભીત થઈ ગયો અને ઝેરી દવા ફિલ્ટરમાં નાખી દીધી હતી, જેથી કોઈને ખબર ન પડે. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, નિકુંજ લેવિશ લાઈફ જીવી રહ્યો હતો, જેથી તેણે ઉધારમાં 8 લાખ રૂપિયા લીધા હતા, પરંતુ ચૂકવી શકવાની સ્થિતિમાં નહોતો. જો કે, નિકુંજે જે વિગત આપી છે તે સાચી છે કે નહીં તેની તપાસ પણ હાલ કાપોદ્રા પોલીસ (Kapodra Police) દ્વારા કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો - Surat : અહો આશ્ચર્યમ્..! પાણી પીધા બાદ એક સાથે 50 થી વધુ રત્નકલાકારોની તબિયત લથડી

Tags :
Advertisement

.

×