Surat : સિવિલમાં બળાત્કારનાં આરોપી આસારામની પૂજા-આરતી થઈ, Video વાઇરલ
- Surat સિવિલમાં 'અંધભક્તિ’ ની પરાકાષ્ઠા જોવા મળી
- સુરત સિવિલમાં આસારામનો ફોટો મૂકી પૂજા-આરતી કરાઈ
- બળાત્કાર કેસનાં આરોપી આસારામના ફોટાની પૂજા-આરતી કરાઈ
- સરકારી પ્રિમાઈસીસમાં પૂજા અને આરતી કરવામાં આવી!
- પિડિયાટ્રિક વિભાગના સિનિયર ડો.જિગીષા પાટડિયા પણ સામેલ!
Surat : સુરતની સિવિલ હોસ્પિટલને લઈ (Civil Hospital) ફરી એકવાર વિવાદનો મધપૂડો છંછેડાયો છે. સિવિલમાં 'અંધભક્તિ’ની પરાકાષ્ઠા જોવા મળી છે. બળાત્કાર કેસમાં આરોપી આસારામ બાપુનો (Asaram Bapu) ફોટો મૂકીને પૂજા-આરતી કરવામાં આવતી હોવાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં પીડિયાટ્રિક વિભાગના સિનિયર ડો.જિગીષા પાટડિયા (Dr. Jigisha Patadiya) પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે. હોસ્પિટલના RMO કેતન નાયકે કહ્યું કે, આ ઘટનાને અમે કોઈપણ સમર્થન આપતા નથી.
આ પણ વાંચો - Navratri 2025 : વડોદરામાં ગરબા ગ્રાઉન્ડમાં સ્ટોલ ચલાવતા, સુરતમાં ઢોલ વગાડતા કલાકારો વિધર્મી નીકળ્યા!
Surat સિવિલમાં આસારામનો ફોટો મૂકી પૂજા-આરતી કરાઈ!
સુરતની (Surat) સિવિલ હોસ્પિટલનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં સરકારી પ્રિમાઈસીસમાં બળાત્કાર કેસમાં આરોપી આસારામ બાપુની પૂજા-આરતી કરવામાં આવતી હોવાનું દેખાય છે. આ પૂજામાં પીડિયાટ્રિક વિભાગના સિનિયર ડો. જિગીષા પાટડિયા પણ સામેલ હતા. વાઇરલ વીડિયોમાં ડો. જિગીષા પાટડિયા સહિતનો સ્ટાફ અંધભક્તિમાં લીન નજરે પડે છે. સ્થાનિકો અને સામાજિક કાર્યકર્તાઓએ વીડિયો વાઇરલ કર્યો હોવાની માહિતી છે. સિવિલ હોસ્પિટલમાં બળાત્કારનાં આરોપી આસારામ બાપુની પૂજાનો વીડિયો વાઇરલ થયા ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે અને સિવિલ તંત્ર સામે અનેક સવાલ ઊભા થયા છે.
આ પણ વાંચો - Rajkot : પોતાનાં નિવેદનોથી અનેક વખત વિવાદમાં રહેલા રમેશ ફેફરે કરી આત્મહત્યા!
ઘટના ધ્યાને આવતા સિક્યુરિટી ગાર્ડને સસ્પેન્ડ કરાયો : RMO કેતન નાયક
આ મામલે હોસ્પિટલના RMO કેતન નાયકે (RMO Ketan Nayak) પ્રતિક્રિયા આપતા ઘટનાને ગંભીર બતાવી છે. તેમણે કહ્યું કે, આ ઘટનાને અમે કોઈપણ સમર્થન આપતા નથી. ઘટના ધ્યાને આવતા સિક્યુરિટી ગાર્ડને સસ્પેન્ડ કરાયો. ફ્રૂટ વિતરણને લઈ પરવાનગી માંગવામાં આવી હતી. પરવાનગીની આડમાં ફોટો મૂકી પૂજા-આરતી કરવામાં આવી હતી. ડો. જિગીષા પાટડિયાએ પહેલું નોરતું હોવાથી હાજરી આપી હતી. પરંતુ, તેમ છતાં ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી રહી છે અને તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો - Amreli : મોડી રાતે કાર પર થયેલા હુમલાના પ્રયાસ મામલે SP ને મળ્યા પ્રતાપ દુધાત, જાણો શું કહ્યું?