Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat: કોસંબામાં સુટકેસમાં મળેલા મહિલાના મૃતદેહ કેસનો આરોપી ઝડપાયો, થયા ચોંકાવનારા ખુલાસા

Surat: કોસંબામાં સુટકેસમાં મળેલા મહિલાના મૃતદેહ કેસનો આરોપી ઝડપાયો છે. જેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. તેમાં કોસંબામાં બેગમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો હતો. જેમાં મૃતકના પતિએ હત્યા કરી હોવાની પ્રબળ શક્યતાઓ છે. કારણ કે મહિલાનો પતિ બેગ લઈને જઈ રહ્યો હોય તેવા CCTV ફૂટેજ સામે આવ્યા છે. તથા કોસંબાની એક દુકાનમાંથી બેગ ખરીદી હતી.
surat  કોસંબામાં સુટકેસમાં મળેલા મહિલાના મૃતદેહ કેસનો આરોપી ઝડપાયો  થયા ચોંકાવનારા ખુલાસા
Advertisement
  • Surat: કોસંબામાં બેગમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો હતો
  • જેમાં મૃતકના પતિએ હત્યા કરી હોવાની પ્રબળ શક્યતાઓ
  • સુટકેસમાં મળેલા મહિલાના મૃતદેહ કેસનો આરોપી ઝડપાયો

Surat: કોસંબામાં સુટકેસમાં મળેલા મહિલાના મૃતદેહ કેસનો આરોપી ઝડપાયો છે. જેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. તેમાં કોસંબામાં બેગમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો હતો. જેમાં મૃતકના પતિએ હત્યા કરી હોવાની પ્રબળ શક્યતાઓ છે. કારણ કે મહિલાનો પતિ બેગ લઈને જઈ રહ્યો હોય તેવા CCTV ફૂટેજ સામે આવ્યા છે. તથા કોસંબાની એક દુકાનમાંથી બેગ ખરીદી હતી.

પડોશીઓને દિલ્હી નોકરી પર જાવ છું તેમ કહી નીકળી ગયો

પર્પલ કલરની બેગ ખરીદી કરી બજારથી ઘર તરફ જઈ રહ્યો હોવાનું CCTV માં નજરે ચડી રહ્યું છે. તેમજ પડોશીઓને દિલ્હી નોકરી પર જાવ છું તેમ કહી નીકળી ગયો હતો. ત્યારે તપાસને લઈને પોલીસ કંઈ બોલવા તૈયાર નથી. જેમાં પોલીસે મહિલાના પતિને અન્ય રાજ્યમાંથી પકડ્યો હોવાની પણ ચર્ચા છે. કોસંબા ખાતે સોમવારે 2 બાય 1.5 ફૂટની સુટકેસમાંથી 5.2 ફૂટની મહિલાનો મૃતદેહ મળવા મામલે એલસીબીએ આરોપીની દિલ્હી નજીક ફિરોઝાબાદથી ધરપકડ કરી છે.​ આ દરમિયાન આરોપી બેગ લઈને જતો હોય તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

Advertisement

Advertisement

Surat: મૃતક મહિલા સાથે તેને પ્રેમ સંબંધ હતો

​​​​​​આરોપીનું નામ રવિ શર્મા છે, જે મૂળ બિહારના મુઝફ્ફરપુરનો રહેવાસી છે. મૃતક મહિલા સાથે તેને પ્રેમ સંબંધ હતો અને મહિલા ઘણા સમયથી રવિ સાથે રહેતી હતી. પરંતુ, લગ્ન માટે દબાણ કરતાં, રવિએ તેની હત્યા કરી અને મૃતદેહને સૂટકેસમાં ભરીને ફેંકીને ફરાર થઈ ગયો હતો. શરૂઆતમાં લોકોને લાગી રહ્યું હતું કે મહિલા જે પુરુષ સાથે રહે તે તેનો પતિ છે. પરંતુ આખરે જાણવા મળ્યું કે તે તેનો પ્રેમી હતો.

જાણો સમગ્ર ઘટના

સુરતના માંગરોલના કોસંબા નજીક સૂટકેસમાંથી યુવતિનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાને પગલે પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. બેગમાંથી માથુ ફાડી નાંખે તેવી દુર્ગંધ આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને જાણ કરવામાં આવતા તુરંત કાફલો દોડી આવ્યો હતો. અને બેગને અવાવરૂ ખાડામાંથી બહાર લાવીને તેની તપાસ કરવામાં આવી હતી. બેગમાંથી લોહીથી ખરડાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડીને વધુ કાર્યવાહીની તજવીજ હાથ દરવામાં આવી હતી.

આ પણ વાંચો: Farmers Relief Package: દેવદિવાળીના દિવસે ખેડૂતો માટે આવી શકે સારા સમાચાર

Tags :
Advertisement

.

×