Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat: લાંબા સમયથી અડિંગો જમાવી દબાણો કરી ભાડા વસૂલતા તત્વો સામે કાર્યવાહી

સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ થતા તંત્ર દ્વારા મેગા ડિમોલિશન શરૂ કરાયુ
surat  લાંબા સમયથી અડિંગો જમાવી દબાણો કરી ભાડા વસૂલતા તત્વો સામે કાર્યવાહી
Advertisement
  • ફાજલ જમીન પર કરાયેલા દબાણો સામે સવારથી મેગા ડિમોલિશન
  • છેલ્લા પાંચ વર્ષથી અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે દબાણો કરાયા
  • ગેરકાયદેસર દબાણો પર સરકારી બુલડોઝર ફેરવી દબાણો દૂર કરાયા

Surat: સરકારી જમીન ઉપર છેલ્લા લાંબા સમયથી અડિંગો જમાવી ગેરકાયદેસર રીતે દબાણો કરી ભાડા વસૂલતા તત્વો સામે તંત્રએ કાર્યવાહીની શરૂઆત કરી છે. રાજ્ય સરકારના આદેશ અને જિલ્લા કલેકટરની સૂચના અન્વયે સુરતના અલગ અલગ ઝોન વિસ્તારમાં સરકારી પડતર અને ULC ની ફાજલ જમીન પર કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. જે અન્વયે સુરતના કતારગામ અને અડાજણ વિસ્તારમાં સરકારી જમીન ઉપર કરાયેલા દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. આગામી દિવસોમાં સરકારી જમીન ઉપર દબાણ કરી ભાડા વસૂલતા તત્વો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ અન્વયે કાર્યવાહીની ચીમકી તંત્ર દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

ગેરકાયદેસર રીતે દબાણો કરી ભાડા વસૂલવામાં આવતા હોવાની ફરિયાદ

સુરત (Surat) શહેરમાં છેલ્લા ઘણા સમયથી સરકારી પડતર અને યુએલસીની ફાજલ જમીન પર ગેરકાયદેસર રીતે દબાણો કરી ભાડા વસૂલવામાં આવતા હોવાની ફરિયાદ જિલ્લા કલેકટરને મળી હતી. સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરતા તત્વો સામે કડક કાર્યવાહીના આદેશ રાજ્ય સરકાર દ્વારા પણ આપવામાં આવ્યા છે. જે ફરિયાદ અને રાજ્ય સરકારના આદેશના પગલે જિલ્લા કલેકટર દ્વારા આવા દબાણો કરનારા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહીની સૂચના આપવામાં આવી છે.

Advertisement

ફાજલ જમીન પર કરાયેલા દબાણો સામે સવારથી મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું

જિલ્લા કલેકટરના આદેશ અને સૂચના અન્વયે શહેરના અડાજણ અને કતારગામ ઝોન વિસ્તારમાં આવેલી સરકારી જમીન ઉપર કરવામાં આવેલા દબાણો સામે જિલ્લા કલેકટરની ટીમ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સુરતના કતારગામ અને અડાજણ વિસ્તારમાં અલગ અલગ સ્થળો પર સરકારી પડતર અને યુએલસીની ફાજલ જમીન પર કરાયેલા દબાણો સામે સવારથી મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. જે પૈકી સુરતના કતારગામ ખાતે આવેલા સિંગણપોરમાં ટીપી 40 જે સરકારી પડતર અને યુએલસીની ફાઝલ જમીન આવેલી છે. જેમાં છેલ્લા પાંચ વર્ષથી અસામાજિક તત્વો દ્વારા અહીં ઓટો ગેરેજ, કરિયાણાની દુકાન તેમજ અન્ય ગેરકાયદેસર રીતે દબાણો કરવામાં આવ્યા હતા. જેના ભાડા પણ વસૂલવામાં આવી રહ્યા હતા. જે અંગેની ફરિયાદ સુરત જિલ્લા કલેકટરને મળી હતી જે ફરિયાદના આધારે કલેકટરની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ગેરકાયદેસર દબાણો પર સરકારી બુલડોઝર ફેરવી દબાણો દૂર કરાયા હતા.

Advertisement

આ પણ વાંચો: Gujarat: ઉત્તરાયણ માટે જાણો શું કરી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી

દબાણો કરતા લોકો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવશે

આ અંગે કતારગામ મામલતદાર દિનેશ ગામિતે જણાવ્યું હતું કે, જિલ્લા કલેકટરને આ અંગેની ફરિયાદ મળી હતી. જે ફરિયાદના પગલે કલેકટરની સીધી સૂચના અન્વયે આજરોજ શહેરના જુદા જુદા વિસ્તારોમાં સરકારી પડતર અને યુએલસીની ફાજલ જમીન પર દબાણો કરવામાં આવ્યા હતા. અહીં તપાસ કરતા મોટો શેડ બનાવી તેમાં ઓટો ગેરેજ, કરિયાણાની દુકાન સહિત અન્ય ગેરકાયદે દબાણો ઊભા કરવાના આવ્યા હતા. જે અંગે ભાડાની પણ વસૂલાત કરવામાં આવતી હતી જેથી આ તમામ દબાણો પર બુલડોઝર ફેરવી કાર્યવાહી કરવામાં આવી છે. આ સાથે આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. જ્યાં સરકારી જમીનો પર દબાણો કરતા લોકો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવશે.

અહેવાલ: રાકેશ બ્રહ્મભટ્ટ, સુરત

આ પણ વાંચો: Gujaratમાં 6 હજાર કરોડથી વધુના BZ ફાઇનાન્સના કૌભાંડમાં મોટા સમાચાર

Tags :
Advertisement

.

×