Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat Smart Moped: વકીલે તૈયાર કર્યું 'સ્માર્ટ મોપેડ', હેલ્મેટ ન પહેરવા પર આપશે કાયદાની ચેતવણી

સુરતના એક વકીલે વિજ્ઞાન અને કાયદાનો એવો સંગમ રચ્યો છે કે રસ્તા પર ચાલતું વાહન હવે ચાલક સાથે સંવાદ કરશે. આ મોપેડ માત્ર તમારી સૂચનાઓનું પાલન જ નથી કરતું, પરંતુ તમારી ભૂલો પર કાયદાનો પાઠ પણ ભણાવે છે. આ આધુનિક ટેકનોલોજી પાછળનો હેતુ અને તેની આશ્ચર્યજનક ક્ષમતાઓ દરેક વાહન ચાલક માટે જાણવી ખૂબ જ જરૂરી છે...
surat smart moped  વકીલે તૈયાર કર્યું  સ્માર્ટ મોપેડ   હેલ્મેટ ન પહેરવા પર આપશે કાયદાની ચેતવણી
Advertisement
  • Surat ના વકીલ મુકેશ ભાવસારે તૈયાર કર્યું અનોખું સ્માર્ટ મોપેડ
  • માણસની જેમ વાત કરી વોઈસ કમાન્ડ પર ચાલતું મોપેડ
  • હેલ્મેટ ન પહેરો તો કાયદાની કલમ સાથે આપે ચેતવણી
  • એન્જિન સ્ટાર્ટનો કમાન્ડ આપતા જ મોપેડ ચાલુ થાય છે
  • AI અને સેન્સરની મદદથી 5 વર્ષ જૂની વિગતો રાખશે યાદ
  • ઈન્ટરનેટ દ્વારા ગૂગલ સર્ચ કરી પ્રશ્નોના આપશે સચોટ જવાબ

સુરત (Surat) ના જાણીતા એડવોકેટ મુકેશ ભાવસારે ટેકનોલોજીના ક્ષેત્રમાં એક ક્રાંતિકારી સંશોધન કર્યું છે. તેમણે એક એવું સ્માર્ટ મોપેડ (Smart Moped) તૈયાર કર્યું છે જે માત્ર વાહન નથી, પણ એક બુદ્ધિશાળી સાથીદારની જેમ વર્તે છે. આ મોપેડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (Artificial Intelligence - AI), સેન્સર અને માઇક્રો-પ્રોસેસર (Micro-processor) થી સજ્જ છે, જે ચાલકની સૂચનાઓ પર કાર્ય કરે છે.

Advertisement

Surat : મોપેડમાં 'વોઈસ કમાન્ડ' ફીચર

આ મોપેડની સૌથી મોટી વિશેષતા તેનો 'વોઈસ કમાન્ડ' (Voice Command) ફીચર છે. જ્યારે ચાલક 'એન્જિન સ્ટાર્ટ' (Engine Start) કરવાનો ઓર્ડર આપે ત્યારે જ તે ચાલુ થાય છે. એટલું જ નહીં, સુરક્ષાના મામલે પણ આ મોપેડ અત્યંત કડક છે. જો ચાલકે હેલ્મેટ (Helmet) ન પહેર્યું હોય, તો તે ટ્રાફિકના કાયદાની કલમો ટાંકીને ચેતવણી આપે છે અને હેલ્મેટ પહેરવા મજબૂર કરે છે.

Advertisement

તમારા પ્રશ્નોના જવાબ આપે છે

મનોરંજન અને માહિતીના ક્ષેત્રમાં પણ આ વાહન પાછળ નથી. તે ઇન્ટરનેટ (Internet) સાથે જોડાયેલું હોવાથી ગૂગલ સર્ચ (Google Search) દ્વારા તમારા પ્રશ્નોના જવાબ આપે છે, ગીતો સંભળાવે છે અને હળવી મજાક પણ કરે છે. મુકેશ ભાવસારના જણાવ્યા અનુસાર, આ સ્માર્ટ સિસ્ટમ 5 વર્ષ જૂના અકસ્માતોની વિગતો પણ યાદ રાખી શકે છે. ભવિષ્યમાં આવા સ્માર્ટ વાહનો રોડ અકસ્માત (Road Accidents) ઘટાડવામાં અને માર્ગ સલામતી વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

આ પણ વાંચો : Junagadh: સાસણના જંગલમાં વનકર્મી સાથે એવું તે શું થયું કે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો? જાણો સમગ્ર ઘટના

Tags :
Advertisement

.

×