Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : બોગસ ડોક્ટર્સ બાદ હવે ડમી શાળાઓ સામે તવાઈ! DEO નો કડક આદેશ

Surat શહેરમાં ધમધમતી ડમી શાળાઓ સામે કાર્યવાહીનાં આદેશ શિક્ષણ બોર્ડનાં આદેશ બાદ ડમી શાળાઓ શોધવા DEO ની ટીમ સક્રિય ડમી શાળાઓ સામે કાર્યવાહી કરવાનો DEO નો પણ કડક આદેશ સુરતમાં (Surat) જ્યાં એક તરફ બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે....
surat   બોગસ ડોક્ટર્સ બાદ હવે ડમી શાળાઓ સામે તવાઈ  deo નો કડક આદેશ
Advertisement
  1. Surat શહેરમાં ધમધમતી ડમી શાળાઓ સામે કાર્યવાહીનાં આદેશ
  2. શિક્ષણ બોર્ડનાં આદેશ બાદ ડમી શાળાઓ શોધવા DEO ની ટીમ સક્રિય
  3. ડમી શાળાઓ સામે કાર્યવાહી કરવાનો DEO નો પણ કડક આદેશ

સુરતમાં (Surat) જ્યાં એક તરફ બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે. ત્યાં બીજી તરફ ડમી શાળાઓનું (Dummy School) કૌભાંડ પણ સામે આવ્યું છે. આ મામલે હવે શિક્ષણ બોર્ડનાં આદેશ બાદ ડમી શાળાઓ શોધવા DEO ટીમ સક્રિય થઈ છે. ડમી શાળાઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ DEO દ્વારા ટીમને કરાયો છે.

આ પણ વાંચો - Gandhinagar : 'Mahakumbh-2025' માટે CM ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે નિ:શુલ્ક 'વોટર એમ્બ્યુલન્સ' નું ફ્લેગઓફ

Advertisement

ડમી શાળાઓ શોધવા DEO ની ટીમ સક્રિય

ડાયમંડ સિટી સુરતમાં (Surat) જ્યાં એક તરફ એક પછી એક ઝોલાછાપ ડોક્ટરોની (Bogus Doctors) ધરપકડ થઈ રહી છે. ત્યાં બીજી તરફ શહેરમાં ડમી શાળાઓ સામે કાર્યવાહી કરવા શિક્ષણ બોર્ડનાં (Gujarat Education Board) આદેશ બાદ DEO ની ટીમ સક્રિય થઈ છે. આ મામલે ગુજરાત બોર્ડનાં પૂર્વ સભ્ય ડોક્ટર પ્રિયવદન કોરાટે જણાવ્યું કે, ડમી શાળાઓ સામે કાર્યવાહી કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ હતી, જેના પગલે શિક્ષણ વિભાગ દ્વારા તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને પત્ર લખી સૂચના અપાઈ છે.

Advertisement

આ પણ વાંચો - Gujarat BJP : રાજ્યભરમાં શહેર અને જિલ્લા પ્રમુખો માટે આજથી સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ

શહેરમાં ગુજરાત બોર્ડની 25 જેટલી શાળાઓ ડમી હોવાની ફરિયાદ

તેમણે વધુમાં જણાવ્યું કે, તપાસ દરમિયાન જો કોઈ ડમી શાળાઓ મળી આવે તો આવી શાળાઓ (Dummy School) સામે જરૂરી કાર્યવાહી કરવાનો પણ આદેશ કરાયો છે. અહેવાલ અનુસાર, સુરતમાં JEE, NEET ની તૈયારી માટે શાળા ટ્યુશનનાં બંધાણિયા બજારમાં ડમી શાળાઓનો ખેલ ખેલાઈ રહ્યો છે. સુરતમાં જ CBSE બોર્ડની અંદાજિત 16 જ્યારે ગુજરાત બોર્ડની 25 જેટલી શાળાઓ ડમી હોવાની ફરિયાદ થઈ છે. વિધાર્થીની સ્કૂલનાં રજિસ્ટરને બદલે કોચિંગનાં રજિસ્ટરમાં હાજરી હોય છે. જે ફરિયાદનાં પગલે તપાસનાં આદેશ કરાયા છે.

આ પણ વાંચો - Rajkot માં માણાવદરની તબીબ યુવતીનો ફ્લેટમાં ગળાફાંસો ખાઈ આપઘાત

Tags :
Advertisement

.

×