Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surat Airport: ચાંદીના કડામાં છુપાવ્યું હતું અસલી સોનું! સુરત એરપોર્ટ પર સ્મગલરોની નવી ટ્રીક નિષ્ફળ

Surat Airport Gold Seizure: સુરત એરપોર્ટ પર કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટે દુબઈથી આવેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાંથી ₹36.89 લાખનું બિનવારસી સોનું ઝડપી પાડ્યું છે. ફ્લાઈટની સીટ નંબર 21B પાસેથી મળેલા પાઉચમાં ચાંદીના રંગનું કડું હતું, જેમાં 238 ગ્રામ સોનું છુપાવાયું હતું. માલિક ન મળતાં કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ સોનું જપ્ત કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.
surat airport  ચાંદીના કડામાં છુપાવ્યું હતું અસલી સોનું  સુરત એરપોર્ટ પર સ્મગલરોની નવી ટ્રીક નિષ્ફળ
Advertisement

Gold Smuggling Surat Airport: ગુજરાત (Gujarat) ના આર્થિક પાટનગર ગણાતા સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટ (Surat International Airport) પર કસ્ટમ્સ વિભાગ (Customs Department) દ્વારા સ્મગલિંગ વિરોધી એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. યુનાઈટેડ અરબ અમીરાત (UAE) ના દુબઈ (Dubai) થી સુરત આવેલી એર ઇન્ડિયા એક્સપ્રેસ (Air India Express) ની ફ્લાઈટમાંથી લાખો રૂપિયાની કિંમતનો સોનાનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો છે. સ્મગલરે કસ્ટમ્સની નજરમાંથી બચવા માટે સોના પર ચાંદીનો ઢોળ ચડાવીને કડા બનાવ્યા હતા, પરંતુ એર ઇન્ટેલિજન્સ યુનિટની સતર્કતાના કારણે આ આખીય ચાલાકી પકડાઈ ગઈ છે.

Tags :
Advertisement

.

×