Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Surat Hybrid Ganja Seizure : જયપુરથી ફ્લાઇટમાં સુરત લવાયેલો 6 કિલો ગાંજો જપ્ત, કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી

સુરત એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓને થાપ આપીને ફ્લાઇટ મારફતે સુરતમાં નશો ઘુસાડવાનો મોટો પ્લાન નિષ્ફળ ગયો છે. પેસેન્જર બનીને આવેલા બે શખ્સોની બેગમાંથી કંઈક એવું મળ્યું કે ખુદ કસ્ટમ અધિકારીઓ પણ ચોંકી ગયા! કરોડો રૂપિયાનો આ માલ ક્યાંથી આવ્યો અને સુરતમાં કોને પહોંચાડવાનો હતો? વેક્યુમ પેકિંગમાં ચાલાકીથી છુપાયેલા આ કાળા કારોબારના તાર છેક રાજસ્થાન સુધી જોડાયેલા છે.
surat hybrid ganja seizure   જયપુરથી ફ્લાઇટમાં સુરત લવાયેલો 6 કિલો ગાંજો જપ્ત  કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી
Advertisement
  • સુરત એરપોર્ટ પરથી કરોડોનો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો!
  • જયપુરથી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં લવાયું હતું ડ્રગ્સ
  • કસ્ટમ વિભાગે ચેકિંગ દરમિયાન 6.04 કિલો ગાંજો જપ્ત કર્યો
  • રાજસ્થાનના વિનોદ અને કામેશ નામના 2 શખ્સોની ધરપકડ
  • વેક્યુમ શિલ્ડ પેકમાં સંતાડીને લવાયા હતા 30 પેકેટ્સ

Surat Hybrid Ganja Seizure : સુરત એરપોર્ટ (Surat Airport) પરથી ફરી એકવાર ડ્રગ્સ માફિયાઓનો મોટો પર્દાફાશ થયો છે. કસ્ટમ વિભાગ (Customs Department) દ્વારા હાથ ધરવામાં આવેલી સઘન તપાસમાં કરોડો રૂપિયાની કિંમતનો હાઈબ્રિડ ગાંજો (Hybrid Ganja) ઝડપી પાડવામાં આવ્યો છે. આ ઘટનાએ સુરતમાં વધતા જતા ડ્રગ્સ નેટવર્ક સામે લાલબત્તી ધરી છે.

Hybrid Ganja Seizure With Two accused

Advertisement

Surat Hybrid Ganja Seizure :એર ઇન્ડિયા ફ્લાઇટમાં ડ્રગ્સની હેરાફેરી

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજસ્થાનના જયપુરથી (Jaipur, Rajasthan) આવતી એર ઈન્ડિયાની ફ્લાઇટ (Air India Flight) મારફતે આ નશીલા પદાર્થની સુરતમાં હેરાફેરી કરવામાં આવી રહી હતી. કસ્ટમ વિભાગના અધિકારીઓને મળેલી બાતમીના આધારે એરપોર્ટ પર ચેકિંગ સઘન બનાવવામાં આવ્યું હતું. આ દરમિયાન બે શખ્સોની વર્તણૂક શંકાસ્પદ જણાતા તેમની અટકાયત કરી સામાનની તલાશી લેવામાં આવી હતી.

Advertisement

હાઈબ્રિડ ગાંજો અને વેક્યુમ શિલ્ડ પેકિંગ

અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી તપાસમાં આરોપીઓ પાસેથી 6.04 કિલો હાઈબ્રિડ ગાંજો (6.04 kg Hybrid Ganja) મળી આવ્યો હતો. આ ડ્રગ્સને અત્યંત ચાલાકીથી વેક્યુમ શિલ્ડ પેક (Vacuum Sealed Pack) માં સંતાડવામાં આવ્યો હતો, જેથી સ્નિફર ડોગ કે મશીન તેની ગંધ પારખી ન શકે. પારદર્શક પોલીથીનમાં પેક કરાયેલા કુલ 30 પેકેટ્સ કબજે કરવામાં આવ્યા છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત કરોડોમાં આંકવામાં આવી રહી છે.

Surat Airport Drug Smuggling case

આરોપીઓની ધરપકડ અને મેડિકલ તપાસ

કસ્ટમ વિભાગે આ ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓ વિનોદ કૈલાસ ચંદ (Vinod Kailash Chand) અને કામેશ અશોક ઢાકા (Kamesh Ashok Dhaka) ની વિધિવત ધરપકડ કરી છે. ધરપકડ બાદ બંને આરોપીઓને સુરતની નવી સિવિલ હોસ્પિટલ (New Civil Hospital) ખાતે મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા હતા.

હાલ કસ્ટમ વિભાગ દ્વારા બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ હાઈબ્રિડ ગાંજો સુરતમાં કોને સપ્લાય કરવાનો હતો અને આ નેટવર્કમાં અન્ય કોણ સામેલ છે, તે દિશામાં ઉંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો : "આ રિવોલ્વર કોઈની સગી નહીં થાય!" કહી ધમકી આપનાર ચિરાગ ગોટી અને તેના ભાઈની પોલીસે શાન ઠેકાણે લાવી

Tags :
Advertisement

.

×