Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat: અલથાણમાં સગીરાની છેડતી બાદ આક્રોશ, ગણતરીની મિનિટોમાં આરોપી ઝડપાયો

શાંતિપ્રિય ગણાતા વિસ્તારમાં એકાએક ફાટી નીકળેલા જનઆક્રોશે તંત્રને દોડતું કરી દીધું છે. સગીરાના સન્માન સાથે જોડાયેલી આ ઘટનામાં લોકોએ માત્ર કાયદો જ નહીં, પણ નૈતિકતાના મુદ્દે જે રીતે વિરોધ પ્રદર્શન કર્યું છે, તે સુરતની સુરક્ષા સામે સવાલ ઉભા કરે છે
surat  અલથાણમાં સગીરાની છેડતી બાદ આક્રોશ  ગણતરીની મિનિટોમાં આરોપી ઝડપાયો
Advertisement
  • Surat ના અલથાણમાં હોબાળો: સગીરાની છેડતી મામલે જનઆક્રોશ!
  • વિધર્મી યુવકે સગીરાની પજવણી કરી હોવાના આક્ષેપ સાથે હોબાળો
  • રોષે ભરાયેલા સેંકડો લોકો રસ્તા પર ઉતરી અલથાણ પોલીસ સ્ટેશન ઘેર્યું
  • પોલીસે સમયસૂચકતા વાપરી ગણતરીની મિનિટોમાં આરોપીની કરી અટકાયત
  • આરોપીને કડક સજા કરવાની માંગ સાથે વિસ્તારમાં તંગદિલીનો માહોલ
  • પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત; ઉચ્ચ અધિકારીઓએ શાંતિ જાળવવા કરી અપીલ

સુરતના (Surat) શાંત ગણાતા અલથાણ (Althan) વિસ્તારમાં સગીરાની છેડતીની એક ઘટનાને પગલે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. એક વિધર્મી યુવકે સગીરાની છેડતી (Molestation) કરી હોવાના આક્ષેપો સાથે સ્થાનિક લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તંત્ર સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો.

શું છે સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, સુરતના અલથાણ વિસ્તારમાં રહેતી એક સગીરા સાથે છેડતીની ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતા જ આસપાસના રહીશો અને હિન્દુ સંગઠનો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. લોકોનો આક્ષેપ છે કે વિધર્મી યુવકે સગીરાને માનસિક રીતે પરેશાન કરી છેડતી કરી હતી. જોતજોતામાં લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા અને વાતાવરણ તંગ બની ગયું હતું.

Advertisement

Surat_gujarat_first

Advertisement

Surat: પોલીસ સ્ટેશનનો ઘેરાવ

રોષે ભરાયેલા લોકોએ અલથાણ પોલીસ સ્ટેશનનો (Althan Police Station) ઘેરાવ કર્યો હતો. લોકોની માંગ હતી કે આરોપીને તાત્કાલિક કડકમાં કડક સજા કરવામાં આવે. પોલીસ મથકની બહાર "ન્યાય આપો" ના નારા સાથે હોબાળો મચતા પોલીસ કાફલો પણ હરકતમાં આવ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતાને પારખીને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

Surat_gujarat_first

પોલીસની ત્વરિત કાર્યવાહી

જનઆક્રોશને જોતા સુરત પોલીસ (Surat Police) એક્શન મોડમાં આવી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક બાતમીદારોની મદદથી ગણતરીની મિનિટોમાં જ આરોપીની અટકાયત (Accused Arrested) કરી લીધી હતી. હાલમાં અલથાણ પોલીસ દ્વારા આરોપીની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે અને વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.ટ

આ પણ વાંચો: Lawrence Bishnoi ની ડોક્યુસીરીઝ 'લોરેન્સ ઓફ પંજાબ' પર પ્રતિબંધ, શાંતિ ભંગના ડરે લેવાયો મોટો નિર્ણય

Tags :
Advertisement

.

×