Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat: 'આપણે ઢીલા પડીશું તો ક્રેડિટ સંઘવી લઈ જશે', છેડતી કેસમાં કથિત ઓડિયોથી ખળભળાટ!

સુરતના અલથાણ છેડતી કેસમાં વાયરલ ઓડિયો ક્લિપ દ્વારા એક ગંભીર ષડયંત્રનો ખુલાસો થયો છે. જેમાં પોલીસની ત્વરિત કામગીરીને દબાવવા, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને ક્રેડિટ મળતી રોકવા અને પાટીદાર સમાજને ભાજપ વિરુદ્ધ ઉશ્કેરવાના આયોજનની ચર્ચા છે. આરોપીને છોડાવવાની પેરવી અને હોબાળો મચાવવાની રણનીતિએ સુરતમાં રાજકીય ગરમાવો વધાર્યો છે.
surat   આપણે ઢીલા પડીશું તો ક્રેડિટ સંઘવી લઈ જશે   છેડતી કેસમાં કથિત ઓડિયોથી ખળભળાટ
Advertisement
  • Surat ના અલથાણના છેડતી પ્રકરણમાં મોટો ઘટસ્ફોટ!
  • વાયરલ કથિત ઓડિયો ક્લીપમાં થતા સંવાદમાં મોટો ઘટસ્ફોટ!
  • હર્ષભાઈ સંઘવીને ક્રેડિટ ન મળે તે માટે ઢીલા ન પડવાની વાતચીત

Surat Molestation Case: સુરતના અલથાણ (Althan) વિસ્તારમાં સગીરાની છેડતીની ઘટનાને પગલે પાટીદાર સમાજ અને સ્થાનિક લોકોમાં પ્રચંડ રોષ જોવા મળી રહ્યો છે. આ કેસમાં આરોપી મહમ્મદ અઝીઝ (Muhammad Aziz) ની ધરપકડ કરાઈ છે. ત્યારે હવે આ મામલે એક કથિત (Alleged) ઓડિયો ક્લિપ વાયરલ થતાં સમગ્ર કેસની દિશા બદલાઈ ગઈ છે.  આ કથિત ઓડિયો ક્લિપમાં થતી વાતચીત એ બાબતનો સંકેત આપ્યો છે કે આ સમગ્ર મામલો  પ્રિ-પ્લાન છે.  ઓડિયો ક્લિપમાં થયેલો ઘટસ્ફોટ (Revelation) માત્ર આઘાતજનક જ નથી પરંતુ સામાજિક એકતા માટે ચિંતાજનક પણ છે.

DyCM હર્ષભાઈ સંઘવીની ક્રેડિટ રોકવાનો એજન્ડા

આ વાયરલ સંવાદમાં સૌથી મોટો મુદ્દો નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (DyCM Harshabhai Sanghvi) ને મળતી રાજકીય લોકપ્રિયતા રોકવાનો છે. કથિત ઓડિયોમાં વોર્ડ નંબર -29 અલથાણના ઉમેદવાર જીવરામ પટેલનો માણસ એક વ્યક્તિ સાથે વાત કરે છે કે 'જો આપણે આ મામલે ઢીલા પડીશું તો બધી ક્રેડિટ સંઘવી લઈ જશે.'

Advertisement

Advertisement

રાજકીય ષડયંત્ર!

સુરતના રાજકારણમાં જ્ઞાતિવાદનું (Casteism) ઝેર ભેળવવાના પ્રયાસો પણ આ કથિત ઓડિયો ક્લિપમાં છતા થયા છે. વાતચીત દરમિયાન પાટીદારોને ભાજપની વિરુદ્ધ ( BJP) કરવા માટે આ તકનો ઉપયોગ કરવાની વાત પણ કરવામાં આવી છે. "આખી વાત આપણી બાજુ વળી જશે અને પાટીદારો ભાજપ વિરુદ્ધ થશે" તે વાતચીત સૂચવે છે કે આ કોઈ સામાન્ય રોષ નથી પરંતુ એક પૂર્વનિયોજિત ષડયંત્ર (Conspiracy) છે. આ સાથે જ મુસ્લિમ તૃષ્ટિકરણના (Appeasement) પ્રયાસોના પુરાવા પણ આ સંવાદમાં મળતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

પોલીસ સ્ટેશન અને ભાજપ કાર્યાલય પર હોબાળાનું પ્લાનિંગ

ષડયંત્રના ભાગરૂપે આરોપીની ધરપકડ થઈ ગઈ હોવા છતાં જનતામાં ભ્રમ ફેલાવવા માટે પોલીસ સ્ટેશન અને ભાજપ કાર્યાલય પર હોબાળો (Commotion) અને વિરોધ પ્રદર્શન કરવાનું આયોજન હતું. નવાઈની વાત એ છે કે જે આરોપીએ ગુનો કર્યો છે તેને છોડાવવાની પેરવી પણ ચાલી રહી હતી. ઓડિયોમાં કહેવાયું છે કે, "અંદર જે માણસ છે તે આપણો છે, બધું ઠંડુ પડે એટલે તેને છોડાવી લઈશું." આ બાબત કાયદાના શાસન (Rule of Law) સામે પડકાર સમાન છે. કોના ઈશારે આટલું મોટું નેટવર્ક હર્ષભાઈ સંઘવીના રાજકીય વિરોધ માટે સક્રિય થયું છે તે હવે તપાસનો વિષય છે. નોંધનીય છે કે ગુજરાત ફર્સ્ટ આ વાયરલ ઓડિયોની પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચોઃ Surat માં સગીરાની છેડતી મામલે લોકોમાં ભારે આક્રોશ, પોલીસ બંદોબસ્ત વચ્ચે જ આરોપીને લાફા ઝીંક્યા

Tags :
Advertisement

.

×