Surat Molestation Case: DCP નિધિ ઠાકુરે આપી વિગતવાર માહિતી, ટોળા પર કેમ બળ પ્રયોગ કરવો પડ્યો?
- Surat માં સગીરાની છેડતી મામલે પોલીસ સ્ટેશન બહાર ભારે હોબાળો
- બેકાબૂ ટોળાને વિખેરવા પોલીસે બળ પ્રયોગ (Force) કરવો પડ્યો
- 16 વર્ષીય સગીરાની છેડતી કરનાર સૈફ પોલીસના સકંજામાં
- DCP નિધિ ઠાકુરે ઘટનાક્રમની વિગતવાર માહિતી આપી
Surat Althan Molestation Case : સુરતના અલથાણ વિસ્તારમાં ગઈકાલે રાત્રે સગીરાની છેડતી (Molestation) મામલે ભારે હોબાળો મચી ગયો હતો. કોચિંગ ક્લાસથી ઘરે પરત ફરી રહેલી 16 વર્ષીય સગીરાનો પીછો કરી સૈફ નામના શખ્સે છેડતીનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં રોષ ફાટી નીકળ્યો હતો. આ ઘટનામાં હવે પોલીસની કડક કાર્યવાહી અને પીડિતાના પરિવારનો આક્રોશ સામે આવ્યો છે.
Surat Althan Molestation Case મામલે DCP નિધિ ઠાકુરનું નિવેદન
સમગ્ર મામલે સુરત પોલીસના ડીસીપી (DCP) નિધિ ઠાકુરે સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું કે, "ઘટનાની જાણ થતા જ પોલીસે ગણતરીની મિનિટોમાં 35-40 વર્ષના આરોપી સૈફની અટકાયત (Detention) કરી લીધી હતી. જોકે, પોલીસ સ્ટેશન બહાર અંદાજે 300 થી વધુ લોકોનું ટોળું એકઠું થયું હતું. ટોળાની કેટલીક માંગણીઓ ગેરવાજબી હતી અને વાતાવરણ વધુ વણસે તેમ હતું. પોલીસે લોકોને સમજાવવાની ઘણી કોશિશ કરી, પરંતુ ટોળું બેકાબૂ (Unruly Crowd) બનતા આખરે હળવો બળ પ્રયોગ (Lathi Charge) કરી તેમને વિખેરવાની ફરજ પડી હતી."
શું હતી સમગ્ર ઘટના?
ગઈકાલે સાંજના આશરે આઠ વાગ્યાના સુમારે 16 થી 17 વર્ષની એક સગીરા પોતાના કોચિંગ ક્લાસથી (Coaching Class) ઘરે પરત ફરી રહી હતી. આ દરમિયાન સૈફ નામના 35 થી 40 વર્ષના શખ્સે સગીરાની છેડતીનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતા જ કોચિંગ ક્લાસના શિક્ષક અને સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. લોકોએ આરોપીને પકડી પાડી પોલીસને જાણ કરી હતી. જ્યારે પોલીસની PCR વાન ઘટનાસ્થળે પહોંચી ત્યારે ઉશ્કેરાયેલા લોકોએ આરોપીને પોલીસ વાનમાં જ 'મેથીપાક' (Physical assault) ચખાડ્યો હતો.
Surat: અલથાણમાં સગીરાની છેડતી બાદ આક્રોશ, ગણતરીની મિનિટોમાં આરોપી ઝડપાયો । Gujarat First
સુરતના અલથાણમાં સગીરાની છેડતી થતા ભારે હોબાળો
કોચિંગ ક્લાસથી ઘરે જતી સગીરાની કરાઈ છેડતી
વિધર્મી સૈફ નામના શખ્સે સગીરાની કરી હતી છેડતી
ઘટનાની જાણ થતા પરિવાર અને લોકો ઉમટ્યા
રોષે ભરાયેલા લોકોએ… pic.twitter.com/nzsevhCWri— Gujarat First (@GujaratFirst) April 25, 2026
આરોપીની અટકાયત (Detention) કર્યા બાદ તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. જોકે, આ ઘટનાની જાણ વાયુવેગે પ્રસરતા હિન્દુ સંગઠનો અને પરિવારજનો સહિત અંદાજે 300 થી વધુ લોકોનું ટોળું અલથાણ પોલીસ સ્ટેશન ખાતે ઉમટી પડ્યું હતું. લોકોએ આરોપી સામે કડક સજાની માંગ સાથે સૂત્રોચ્ચાર (Sloganeering) કર્યા હતા અને પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું.
સુરતમાં સગીરાની છેડતીને લઇ હોબાળો
સુરતની અલથાણા વિસ્તારમાં બની ઘટના
વિધર્મીએ સગીરાની છેડતી કરી હોવાનો આક્ષેપ
મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી કર્યો વિરોધ
પોલીસે ગણતરીની મિનિટોમાં આરોપીની કરી અટકાયત
અલથાણ પોલીસનો લોકોએ કર્યો ઘેરાવ #SuratNews #Althan #MinorHarassment… pic.twitter.com/SmPUatrEgx— Gujarat First (@GujaratFirst) April 24, 2026
આરોપી પોલીસ પકડમાં
હાલ આરોપી પોલીસ પકડમાં છે અને તેની સામે સગીરાના પરિવાર તેમજ શિક્ષકની હાજરીમાં કાયદેસરની ફરિયાદ (FIR) નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે અને હાલ અલથાણ વિસ્તારમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં (Under control) છે.
આ પણ વાંચો: Jetpur Hit and Run News: બેફામ કારચાલકનો આતંક, બાઈકને અડફેટે લેતા સગીર લોહીલુહાણ


