Surat : વધુ એક હિટ એન્ડ રન, પૂરઝડપે આવતા કારચાલકે પતિ-પત્ની-બાળકીને અડફેટે લીધા!
- Sura નાં બમરોલી રોડ પર હિટ એન્ડ રનની ઘટના
- અકસ્માત સર્જી ફરાર થતાં કારચાલકને લોકોએ ઝડપી પાડ્યો
- લોકોએ કાર ચાલકને વેસુ વીઆઈપી રોડ પાસેથી ઝડપ્યો
- અકસ્માતમાં પતિ-પત્ની અને બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી
સુરતમાં (Surat) વધુ એક હિટ એન્ડ રનની (Hit and Run) ગોઝારી ઘટના બની છે. પૂરઝડપે આવતા કારચાલકે પતિ-પત્ની અને બાળકીને અડફેટે લીધા હતા અને ફરાર થયો હતો. જો કે, લોકોનાં ટોળાએ કારચાલકને ઝડપી પાડ્યો અને બરોબરનો મેથીપાક આપી પોલીસને હવાલે કર્યો છે. અકસ્માતમાં પતિ-પત્ની અને બાળકીને ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોવાની માહિતી છે. કારચાલક નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોનો આરોપ છે. આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Surat : અંડરવર્લ્ડ માફિયા બંટી પાંડે સામે 28 ગુના, તિહાર જેલમાં રહી સાધુ બન્યો, CID ક્રાઈમ સુરત લાવી
લોકોએ કારચાલકને વેસુ વીઆઈપી રોડ પાસેથી ઝડપ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતનાં (Surat) બમરોલી રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની છે. પૂરઝડપે આવતા કારચાલકે પતિ-પત્ની અને માસૂમ બાળકીને જોરદાર ટક્કર મારી હતી. કારચાલક અકસ્માત કરી ફરાર થયો હતો. જો કે, લોકોનાં ટોળાએ અકસ્માત સર્જનાર કારચાલકને વેસુ વીઆઈપી રોડ પાસેથી ઝડપ્યો પાડ્યો હતો. લોકોએ કારચાલકને માર માર્યો હતો અને પછી પોલીસને હવાલે કર્યો હતો.
આ પણ વાંચો - Sabarkantha : બેંક કર્મી પાસેથી 15 લાખની લૂંટ મચાવનાર 3 પૈકી 2 ઝડપાયા, મુખ્ય આરોપી હજું પણ ફરાર
કારચાલક નશાની હાલતમાં હોવાનો આરોપ
માહિતી મુજબ, અક્સમાતમાં પતિ-પત્ની અને બાળકીને ઇજાઓ છતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક લોકોનો આરોપ છે કારચાલક નશાની હાલતમાં હતો. સ્થાનિક પોલીસે (Vesu Police) કારચાલકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અક્સમાતમાં કારનાં દ્રશ્યો સામે આવ્યા છે, જેથી અંદાજ લગાવી શકાય છે કે અકસ્માત કેટલો ભયાવહ થયો હશે.
આ પણ વાંચો - Chhotaudepur : નગરપાલિકા વિસ્તારમાં 22 જેટલા દબાણો પર ફર્યું તંત્રનું બુલટોઝર