Surat : MLA કુમાર કાનાણીનો વધુ એક લેટરબોમ્બ! હવે SMC અને પો. કમિશનરને લખ્યો પત્ર
- Surat નાં વરાછાનાં MLA કુમાર કાનાણીનો વધુ એક લેટરબોમ્બ!
- વિધાનસભાના ચાલુ સત્રમાં જ કુમાર કાનાણીએ લખ્યો પત્ર
- સુરત મ્યુ. કમિશનર અને પોલીસ કમિશનરને સંબોધીને લખ્યો પત્ર
- વરાછામાં ઠેર ઠેર ખોદેલા ખાડાને લઈને વ્યક્ત કર્યો આક્રોશ
સુરતનાં (Surat) વરાછાનાં ધારાસભ્ય કુમાર કાનાણી (MLA Kumar Kanani) તેમનાં નિવેદનો અને પત્રોનાં કારણે હંમેશાં ચર્ચામાં રહે છે. ત્યારે ફરી એકવાર ધારાસભ્યના લેટરબોમ્બથી ખળભળાટ મચી જવા પામ્યો છે. વિધાનસભાનાં ચાલુ સત્રમાં જ કુમાર કાનાણીએ સુરત મ્યુ. કમિશનર (SMC) અને પોલીસ કમિશનરને સંબોધીને લેટર લખ્યો અને વરાછા વિસ્તારમાં ઠેર ઠેર ખોદેલા ખાડાને લઈને આક્રોશ વ્યક્ત કર્યો છે. પત્રમાં ધારાસભ્યે લખ્યું કે, વિકાસનો નહીં, અણઘડ ખોદકામનો વિરોધ છે.
આ પણ વાંચો - Surendranagar : લીંબડી-ધંધુકા હાઈવે નજીક ટેન્કર અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત
વિષય : વરાછા વિસ્તારમાં વિકાસના કામના નામે જાહેરનામું બહાર પાડી રસ્તાઓ બંધ કરવા બાબત. pic.twitter.com/rioxgHEE1U
— Kishor Kanani (Kumar) (Modi ka parivar) (@ikumarkanani) March 12, 2025
વરાછામાં ઠેર-ઠેર ખોદેલા ખાડાને લઈને આક્રોશ વ્યક્ત કર્યો
સુરતનાં (Surat) વરાછાં વિસ્તારનાં ધારાસભ્ય કુમાર કાનાણીનાં વધુ એક લેટરબોમ્બે ચર્ચા જગાડી છે. માહિતી અનુસાર, ધારાસભ્ય કુમાર કાનાણીએ વિધાનસભાનાં ચાલુ સત્રમાં જ આ પત્ર લખ્યો હતો. તેમણે સુરત મ્યુ. કમિશનર અને પોલીસ કમિશનરને (Surat Police Commissioner) સંબોધીને પત્રમાં વરાછામાં ઠેર ઠેર ખોદેલા ખાડાને લઈને આક્રોશ વ્યક્ત કર્યો છે. ધારાસભ્યે વિકાસના નામે થયેલી અણઘડ કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. સાથે-સાથે ટ્રાફિક પોલીસની કામગીરી સામે પણ નારાજગી વ્યક્ત કરી છે. રસ્તામાં ખોદકામને કારણે થતાં ટ્રાફિક જામનું નિયમન ન થતું હોવાથી ભારે રોષ પણ વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો - Surendranagar : લીંબડી-ધંધુકા હાઈવે નજીક ટેન્કર અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત
વિકાસનો નહીં, અણઘડ ખોદકામનો વિરોધ છે : કુમાર કાનાણી
ધારાસભ્યે પત્રમાં લખ્યું કે, વિકાસનો નહીં, અણઘડ ખોદકામનો વિરોધ છે. ખોદકામનાં લીધે થતાં ટ્રાફિકજામનું યોગ્ય નિયમન થતું નથી. ટ્રાફિક પોલીસ માત્ર હેલ્મેટનો દંડ વસૂલ કરતી હોવાનો ધારાસભ્યે પત્રમાં આક્ષેપ કર્યો છે. સાથે જ તબક્કા વાર રોડ બંધ કરવા કે ખોદવા માટે કુમાર કાનાણીએ માંગ કરી છે. આ સમગ્ર મામલે ઝડપથી ઉકેલ લાવવા માટે ધારાસભ્ય કુમાર કાનાણીએ રજૂઆત કરી છે.
આ પણ વાંચો - Gujarat : રાજકોટમાં 'વોકહાર્ટ' હોસ્પિટલ છે કે સેવન સ્ટાર હોટેલ?