Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : વધુ એક મોડલનો આપઘાત, 23 વર્ષીય અંજલીએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

સુરતનાં અઠવા વિસ્તારમાં 23 વર્ષીય અંજલી વરમોરા (Anjali Varmora) નામની મોડલે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે.
surat   વધુ એક મોડલનો આપઘાત  23 વર્ષીય અંજલીએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
Advertisement
  1. Surat માં વધુ એક મોડલ એ આપઘાત કર્યો
  2. 23 વર્ષીય અંજલી વરમોરા નામની મોડેલ એ આપઘાત કર્યો
  3. ગળે ફાંસો ખાઈ મોડેલે જીવન ટુંકાવ્યું
  4. માનસિક તણાવમાં આવી પગલું ભર્યું હોવાના પ્રાથમિક અનુમાન

સુરતમાં (Surat) વધુ એક મોડલનાં આપઘાતની ચકચારી ઘટના બની છે. સુરતમાં 23 વર્ષીય અંજલી વરમોરા (Anjali Varmora) નામની મોડલે ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હોવાની માહિતી સામે આવી છે. આ મામલે જાણ થતાં સ્થાનિક પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. માનસિક તણાવનાં કારણે મોડલે આ પગલું ભર્યું હોવાનાં પ્રાથમિક અનુમાન છે.

આ પણ વાંચો - Sukhpreet Kaur Case : મોડલ યુવતીનાં આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો

Advertisement

Advertisement

23 વર્ષીય અંજલી વરમોરા નામની મોડલે આપઘાત કર્યો

સુરતમાં (Surat) એક બાદ એક આપઘાતનાં બનાવ સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક મોડલ દ્વારા જીવન ટુંકાવ્યું હોવાનો બનાવ બન્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર, સુરતનાં અઠવા વિસ્તારમાં 23 વર્ષીય અંજલી વરમોરા (Anjali Varmora) નામની મોડલે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. આ મામલે, જાણ થતાં સ્થાનિક પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસ અનુસાર, ઘણા સમયથી માનસિક તણાવમાં હોવાથી કંટાળીને મોડલે આ પગલું ભર્યું હોવાનું મનાઈ રહ્યું છે. જો કે, મૃતદેહ પાસેથી કોઈ સુસાઇડ નોટ મળી છે કે નહીં તે હાલ જાણી શકાયું નથી. પોલીસે મોડલનાં પરિવરજનોને સંપર્ક કરવાનો અને મોડલનાં મોબાઇલ સહિતની તપાસનો દોર શરૂ કર્યો છે. પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની વકી છે.

આ પણ વાંચો - સુરતમાં 19 વર્ષીય મોડેલ સુખપ્રીત કૌરે ગળે ફાંસોખાઈ આપઘાત કર્યો

થોડા દિવસ પહેલા સુખપ્રીત કૌર નામની મોડલે આત્મહત્યા કરી હતી

જણાવી દઈએ કે, આ પહેલા પણ સુરતમાં મોડલ દ્વારા આપઘાત કરવામાં આવ્યો હતો. સુરતનાં (Surat) સારોલી વિસ્તારમાં 19 વર્ષીય મોડેલ સુખપ્રીત કૌરે (19-year-old model Sukhpreet Kaur) આપઘાત કર્યો હતો. સુખપ્રીત મધ્યપ્રદેશનાં એક નાનકડા શહેરમાંથી મોડેલિંગની દુનિયામાં કારકિર્દી ઘડવાનાં સપના સાથે સુરત આવી હતી. પરંતુ, થોડા દિવસ પહેલા જ 19 વર્ષીય મોડેલ સુખપ્રીત કૌરે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પોલીસ તપાસમાં મહેન્દ્ર રાજપૂત નામનો (Mahendra Rajput) યુવક બ્લેકમેઇલ કરતો હોવાનો ખુલાસો થયો હતો. સુખપ્રીત કૌરને (Sukhpreet Kaur Case) માર મારીને આરોપી માનસિક ત્રાસ આપતો હતો. સારોલી પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો - IPL 2025 : બુકીનું 100 કરોડનું ઉઠમણું, MLA અને પોલીસે પતાવટના નામે તોડ કર્યા

Tags :
Advertisement

.

×