Surat : પાવન પર્વ પર વધુ એક બીભત્સ Video Viral
- Surat માં વધુ એક બીભત્સ (Nasty) વીડિયો થયો વાયરલ
- આરાધનાના પર્વમાં અસામાજીક તત્વોનો બીભત્સ વીડિયો
- સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે બીભત્સ ડાન્સ
- સુરતમાંથી છેલ્લા બે દિવસમાં બીજો વીડિયો આવ્યો સામે
- સુરતના નામે વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ
- નવરાત્રીમાં માં અંબાના સ્થાનક આગળ બીભત્સ ડાન્સ
- વાયરલ વીડિયોની ગુજરાત ફર્સ્ટ પૃષ્ટિ કરતુ નથી
Surat : ધાર્મિક આરાધનાના પર્વ નવરાત્રિના ઉત્સાહ વચ્ચે સુરત શહેરમાંથી વધુ એક બીભત્સ (Nasty) વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મોટો વિવાદ ઊભો થયો છે. છેલ્લા 2 દિવસમાં સુરતના નામે સામે આવેલો આ બીજો વીડિયો છે, જેની ક્લિપ સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહી છે. આ વીડિયોમાં અમુક અસામાજિક તત્વો દ્વારા માઁ અંબાના સ્થાનકની આગળ બીભત્સ ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે, જેણે પવિત્ર તહેવારની ગરિમાને કલંકિત કરી છે.
પાવન પર્વમાં શા માટે આવું બીભત્સ વર્તન?
નવરાત્રિ એ નવ દિવસની ભક્તિ અને શક્તિની આરાધનાનું પર્વ છે. આવા પાવન પ્રસંગે ધાર્મિક સ્થળની નજીક કે તેની આડમાં આ પ્રકારનું બીભત્સ વર્તન કરવું એ અનેક ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. સમાજ અને ધર્મના નિષ્ણાતો દ્વારા આ હરકતને લઈને સખત નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે હવે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે કે, નવરાત્રિના પવિત્ર તહેવારમાં આ પ્રકારની શરમજનક હરકત કેમ? આરાધનાના નામે આ બીભત્સ વર્તન કરવાનો હેતુ શું છે? શું આવી રીતે માતાજીની આરાધના કરીને આપણે ધર્મનું પાલન કરી રહ્યા છીએ? આ ઘટના સ્પષ્ટપણે દર્શાવે છે કે અમુક તત્વો દ્વારા ધર્મના નામે વ્યક્તિગત કે અસામાજિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જે સંસ્કૃતિ અને પરંપરાથી વિપરીત છે.
બીભત્સ વીડિયોથી આગામી પેઢીને કેવો સંદેશ?
કોઈપણ સાંસ્કૃતિક પર્વ એ સમાજનું પ્રતિબિંબ હોય છે, અને તેમાં થતી આવી હરકતો યુવા પેઢી પર સીધી અસર કરે છે. આ વીડિયો વાયરલ થવાથી માત્ર સુરતનું જ નહીં, પણ સમગ્ર ગુજરાતની સંસ્કૃતિનું માથું શરમથી ઝુકી ગયું છે. આ કૃત્ય કરનારા લોકોએ વિચારવું જોઈએ કે: "શું આવી હરકતો દ્વારા તમે આગામી પેઢીને આ પ્રકારનો સંદેશો આપશો?" નવરાત્રિની ઓળખ તેના ભવ્ય ગરબા, માતાજીની આરતી અને સામૂહિક સંસ્કૃતિમાંથી છે, બીભત્સ ડાન્સ કે અસામાજિક વીડિયોથી નહીં. ધર્મ અને સંસ્કૃતિના નામે થઈ રહેલી આ વિકૃતિઓ પર સમાજે ગંભીરતાથી વિચાર કરવો અને કડક પગલાં લેવા જરૂરી છે, જેથી આ પવિત્ર પર્વની ગરિમા જળવાઈ રહે.
(નોંધ: વાયરલ વીડિયોની સત્યતા અને ચોક્કસ સ્થળની પુષ્ટિ 'ગુજરાત ફર્સ્ટ' કરતું નથી.)
આ પણ વાંચો : Obscene Behaviour in Navratri : ગરબાના માહોલમાં કપલની શરમજનક હરકત