Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat: 31 ડિસેમ્બરને પગલે પોલીસની ભીંસ વધતા બુટલેગરે નવો કિમીયો અજમાવ્યો

પોલીસની ભીંસ વધતા બુટલેગરો દ્વારા શહેરમાં હેમખેમ રીતે દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે
surat  31 ડિસેમ્બરને પગલે પોલીસની ભીંસ વધતા બુટલેગરે નવો કિમીયો અજમાવ્યો
Advertisement
  • દારૂનો જથ્થો મહારાષ્ટ્ર ખાતેથી ચોરી છુપીથી ટ્રાન્સપોર્ટ મારફતે સુરત મોકલવામાં આવ્યો
  • વિદેશી દારૂના મોટા જથ્થાને ઝડપી પાડવામાં ખટોદરા પોલીસને સફળતા મળી
  • રત્નકલાકાર તરીકે કામ કરતા વિજય દસલાણીયાની ધરપકડ કરાઇ

Surat:31 ડિસેમ્બરને પગલે સુરત પોલીસ (Police)ની ભીંસ વધતા બુટલેગરો દ્વારા શહેરમાં હેમખેમ રીતે દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે. જેનો દાખલો સુરતના ખટોદરા વિસ્તારમાં જોવા મળ્યો છે.ખટોદરા પોલીસે (Police) મહારાષ્ટ્રથી ટ્રાન્સપોર્ટ મારફતે કાપડના પાર્સલની આડમાં લાવવામાં આવેલ 2.52 લાખથી વધુની મત્તાના વિદેશી દારૂના જથ્થા સાથે રત્ન કલાકારને ઝડપી પાડ્યો છે.

દારૂનો જથ્થો મહારાષ્ટ્ર ખાતેથી ચોરી છુપીથી ટ્રાન્સપોર્ટ મારફતે સુરત મોકલવામાં આવ્યો

દારૂનો જથ્થો મહારાષ્ટ્ર ખાતેથી ચોરી છુપીથી ટ્રાન્સપોર્ટ મારફતે સુરત (Surat) મોકલવામાં આવ્યો હતો. જે અંગેની માહિતી મળતા સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલા બંદરીયા કંપાઉન્ડમાં ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં છાપો મારતા તેમાં રહેલા પાર્સલોમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડી આગળની કાર્યવાહી ખટોદરા પોલીસે હાથ ધરી હતી. થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લઈ સુરત (Surat) પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. વિદેશી દારૂની હેરાફેરી પર પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પણ હાલત સુરતમાં અલગ અલગ સ્થળો પર છાપો મારી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ત્યારે પોલીસની ભીંસ વધતા બુટલેગરો દ્વારા અવનવા કિમિયા દારૂની હેરાફેરી માટે અપનાવવામાં આવી રહ્યા છે. પોલીસથી ચોરી છુપી વિદેશી દારૂનો જથ્થો સુરતમાં કઈ રીતે ઘુસાડવો તેનો નવો નુસખો બુટલેગરોએ શોધી કાઢ્યો છે. જ્યાં સુરતના ખટોદરા વિસ્તારમાં મહારાષ્ટ્રથી ટ્રાન્સપોર્ટ મારફતે મોકલવામાં આવેલા વિદેશી દારૂના મોટા જથ્થાને ઝડપી પાડવામાં ખટોદરા પોલીસને સફળતા મળી છે.

Advertisement

રત્નકલાકાર તરીકે કામ કરતા વિજય દસલાણીયાની ધરપકડ કરી

ખટોદરા પોલીસ મથક પાસેથી મળતી જાણકારી અનુસાર, પોલીસ (Police)ને માહિતી મળી હતી કે, કામરેજ ખાતે આવેલા ખોલવડ ગામમાં રહેતા વિજય દસલાણીયા એ લીલવા એન્ટરપ્રાઇઝના નામથી મહારાષ્ટ્ર વસઈ ખાતેથી મહેતા એન્ટરપ્રાઇઝ અને જીનલ એન્ટરપ્રાઇઝ મારફતે વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો છે. જે દારૂનો જથ્થો કાપડના પાર્સલની આડમાં સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલા બંદરીયા કંપાઉન્ડમાં ઓમ તુરંથના ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં આવેલ છે. જે અંગેની માહિતી મળતા ખટોદરા પોલીસ દ્વારા આ ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં છાપો મારવામાં આવ્યો હતો. જે ગોડાઉનમાં શંકાસ્પદ જણાઈ આવેલા કાપડના પાર્સલની તપાસ કરતા તેમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ટ્રાન્સપોર્ટ મારફતે કાપડના પાર્સલની આડમા લાવવામાં આવેલ ₹2.52 લાખથી વધુની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે કામરેજ ખાતે રહેતા અને રત્નકલાકાર તરીકે કામ કરતા વિજય દસલાણીયાની ધરપકડ કરી હતી. જે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ ખટોદરા પોલીસે હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો: Surat: અસામાજિક તત્વોને સમજાવવા શહેર પોલીસનો ફિલ્મની અંદાજ

આરોપી દિવાળી પહેલા હીરા ઉદ્યોગમાં રત્ન કલાકાર તરીકે નોકરી કરતો હતો

પોલીસ સૂત્રો પાસેથી જે મુજબ જાણકારી મળી રહી છે તે પ્રમાણે, સુરત (Surat)ના હીરા ઉદ્યોગમાં દિવાળી બાદ આવેલી ભયંકર મંદિરના કારણે અનેક રત્નકલાકારોની રોજી રોટી છીનવાઈ ગઈ છે. હીરા ઉદ્યોગમાં આવેલી આર્થિક મંદીનો સામનો કરી રહેલા રત્ન કલાકારોની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. કામ ના મળતું હોવાથી કેટલાક રત્ન કલાકારો રોજગારી મેળવવા અન્ય કામ ધંધો શોધી રહ્યા છે. પરંતુ કેટલાક રત્ન કલાકારો એવા છે કે જે રૂપિયા કમાવવા શોર્ટકટનો રસ્તો અપનાવી રહ્યા છે. જે સુરતના ખટોદરા વિસ્તારમાં સામે આવેલ કિસ્સા ઉપરથી બહાર આવ્યું છે. રૂપિયા અઢી લાખની કિંમતના વિદેશી દારૂના જથ્થા કેસમાં ધરપકડ કરાયેલા વિજય દસલાણીયા દિવાળી પહેલા હીરા ઉદ્યોગમાં રત્ન કલાકાર તરીકે નોકરી કરતો હતો.પરંતુ દિવાળી બાદ હીરા ઉદ્યોગની સ્થિતિ ખૂબ જ ખરાબ થતા કામ મળતું બંધ થઈ ગયું હતું. જેના કારણે તેણે આ માર્ગ અપનાવ્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

અહેવાલ: રાકેશ બ્રહ્મભટ્ટ, સુરત

આ પણ વાંચો: Gujarat: રાજ્યમાં વધુ 240 ASIને PSI તરીકે બઢતી, ચાલુ વર્ષે કુલ 6770 કર્મચારીઓને પ્રમોશન મળ્યું

Tags :
Advertisement

.

×