ઇન્જેક્શન બાદ ચાર-પાંચ વખત ઝાડા થયા
પરિવારના જણાવ્યા મુજબ રાત્રિના સમયે મોહમ્મદ જેદને પેટમાં દુખાવો ઉપડ્યો હતો. આ દરમિયાન હાજર નર્સે તેને ઇન્જેક્શન આપ્યું હતું. પરિવારનો આક્ષેપ છે કે ઇન્જેક્શન આપ્યા બાદ બાળકને ચારથી પાંચ વખત ઝાડા થયા હતા. ત્યારબાદ તેની સ્થિતિ ગંભીર બની અને બાળક બેહોશ થઈ ગયો હતો.
સ્ટાફે બીજી હોસ્પિટલમાં લઈ જવા કહ્યું
બાળકની તબિયત વધુ બગડતાં પરિવારજનોએ હોસ્પિટલના સ્ટાફને જાણ કરી હતી. આ દરમિયાન હાજર સ્ટાફ દ્વારા બાળકને અન્ય હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાની સલાહ આપવામાં આવી હતી. પરિવારજનો બાળકને તાત્કાલિક બીજી ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે, ત્યાં તબીબોએ મોહમ્મદ જેદને મૃત જાહેર કર્યો હતો.
પરિવારનો નર્સ સામે ગંભીર આક્ષેપ
મોહમ્મદ જેદના પરિવારજનોનો આક્ષેપ છે કે નર્સ દ્વારા ઇન્જેક્શન આપવામાં આવ્યા બાદ બાળકની તબિયતમાં અચાનક વધુ બગાડ થયો હતો. બાળકના મોતને લઈને પરિવારે સારવારમાં બેદરકારી થઈ હોવાનો સવાલ ઉઠાવ્યો છે. જોકે, બાળકનું મોત ચોક્કસ કયા કારણોસર થયું અને સારવાર દરમિયાન કોઈ બેદરકારી થઈ હતી કે કેમ તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
માતા-પિતા અને બે બહેનો પર આભ તૂટી પડ્યું
મોહમ્મદ જેદ મલિકના પરિવારમાં માતા-પિતા ઉપરાંત બે મોટી બહેનો છે. 12 વર્ષીય બાળકના અચાનક મોતથી સમગ્ર પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ડેન્ગ્યુની સારવાર દરમિયાન બનેલી આ ઘટનાને લઈને પરિવારજનોમાં ભારે શોક અને આક્રોશ જોવા મળી રહ્યો છે.
અઠવા પોલીસે તપાસ હાથ ધરી
સમગ્ર ઘટનાની જાણ થતાં અઠવા પોલીસે તપાસ હાથ ધરી છે. બાળકની સારવાર દરમિયાન આપવામાં આવેલી દવા અને ઇન્જેક્શન, સારવારની પ્રક્રિયા તેમજ મોતના સંજોગો અંગે તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ તપાસ અને તબીબી પુરાવાઓના આધારે બાળકના મોતનું ચોક્કસ કારણ તથા સારવારમાં બેદરકારી થઈ હતી કે કેમ તે અંગે હકીકત સામે આવશે.
આ પણ વાંચોઃ Surat Kidnapping Case: ગર્લ્ફ્રેન્ડે મિત્રતા તોડી, યુવક ગુસ્સો ફૂટ્યો, યુવતીના પિતાનું જ કરી લીધુ અપહરણ, 3ની ધરપકડ
આ પણ વાંચોઃ Surendranagar: ખેતરે જતા 55 વર્ષીય આધેડની રસ્તામાં જ હત્યા, બામણવા ગામમાં ચકચાર