ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat : પાંડેસરાની હોસ્પિટલમાં તબીબ પર હુમલો, ઘટના CCTV માં કેદ

વાલીએ તબીબની ચેમ્બરમાં ઘૂસી એક બાદ એક લાફા ઝીંક્યા હતા. આ સમગ્ર ઘટનાનાં CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.
01:12 PM Sep 15, 2025 IST | Vipul Sen
વાલીએ તબીબની ચેમ્બરમાં ઘૂસી એક બાદ એક લાફા ઝીંક્યા હતા. આ સમગ્ર ઘટનાનાં CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.
Surat_Gujarat_first
  1. Surat નાં પાંડેસરા વિસ્તારમાં તબીબ પર હુમલાની ઘટના
  2. ડ્રીમ ચિલ્ડ્રન હોસ્પિટલમાં તબીબ પર હુમલાની ઘટના બની
  3. બાળકને દાખલ કરવાનું કહેતા વાલીએ હુમલો કર્યાનો આરોપ
  4. બીજી તરફ તબીબ પર અપશબ્દો બોલવાનો આરોપ
  5. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે આવતા કાર્યવાહી

Surat : સુરતનાં પાંડેસરા વિસ્તારમાં (Pandesara) તબીબ પર હુમલાની વધુ એક ઘટના સામે આવી છે. ઉંદર મારવાની દવા ખાઈ લેતા બાળકને દાખલ કરવાનું કહેતા વાલીએ તબીબની ચેમ્બરમાં ઘૂસી એક બાદ એક લાફા ઝીંક્યા હતા. આ સમગ્ર ઘટનાનાં CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. આ મામલે તબીબે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં (Pandesara Police) ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Devbhoomi Dwarka : પોલીસની કડક કાર્યવાહી! સ્પે. ડ્રાઇવ હેઠળ પ્રોહિબિશનનાં 134 કેસ દાખલ!

Surat નાં ડ્રીમ ચિલ્ડ્રન હોસ્પિટલની ઘટના, તબીબ પર હુમલો

સુરતનાં (Surat) પાંડેસરા વિસ્તારમાં આવેલ ડ્રીમ ચિલ્ડ્રન હોસ્પિટલનાં (Dream Children's Hospital) ડોક્ટર પર હુમલાની ઘટના બની છે. આરોપ અનુસાર, બાળક દ્વારા ઉંદર મારવાની દવા ખાઈ લેતા વાલીઓ બાળકને ડ્રીમ ચિલ્ડ્રન હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તબીબે બાળકને દાખલ કરવાનું કહેતા બાળકનાં વાલી ઉશ્કેરાયા હતા અને તબીબ આસિસ્ટન્ટ ડો. મનોજ પ્રજાપતિની ચેમ્બરમાં ઘૂસીને એક બાદ એક લાફા ઝીંક્યા હતા. આ સમગ્ર ઘટનાનાં CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. આ મામલે તબીબ દ્વારા પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે તબીબની ફરિયાદ બાદ CCTV ફૂટેજનાં આધારે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Rajkot: મનપા-કોન્ટ્રાક્ટર સામે સફાઈ કામદારોનાં પગાર, PF, બોનસમાં ભ્રષ્ટાચારનો આરોપ

ચેમ્બરમાં ઘૂસી તબીબને લાફા માર્યા, ઘટના CCTV માં કેદ

ડ્રીમ હોસ્પિટલ્સનાં માલિક ડો. ડ્રીમ પટેલે કહ્યું કે, ડોક્ટર પર હુમલાની ઘટના ખૂબ જ નિંદનીય છે. આ પ્રમાણે હુમલો કરવો અયોગ્ય છે. આ બાબતે પોલીસ દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને વાલી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. બીજી તરફ વાલીનો આરોપ છે કે તબીબ દ્વારા અપશબ્દો બોલવામાં આવતા તેમનાં દ્વારા માર મારવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Revenue Talati Exam : ઉમેદવારો માટે મહત્ત્વનાં સમાચાર, મુખ્ય પરીક્ષાની સંભવિત તારીખ જાહેર!

Tags :
Attack on DoctorCctv FootageDream Children's HospitalGUJARAT FIRST NEWSPandesaraPandesara PoliceSuratTop Gujarati News
Next Article