Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat: એક્સિસ બેંકના કર્મચારીઓ સાથે કરી હતી કરોડોની લૂંટ, પોલીસે આરોપીને દબોચ્યો

એક્સિસ બેન્કના કર્મચારીઓને સાથે લૂંટનો મામલો આરોપીએ મરચાની ભૂકી નાખી લૂંટ ચલાવી હતી આરોપી 2009માં ચોરીના કેસમ ધરપકડ થઈ હતી Surat news:મુંબઈના ધરણગાંવ હાઈવે રોડ પર એક્સિસ બેન્કના કર્મચારીઓને આંતરી દોઢ કરોડની ચકચારીત લૂંટ(Robbery case)ની ઘટનામાં સંડોવાયેલા ટોળકીના આરોપીની...
surat  એક્સિસ બેંકના કર્મચારીઓ સાથે કરી હતી કરોડોની લૂંટ  પોલીસે આરોપીને દબોચ્યો
Advertisement
  • એક્સિસ બેન્કના કર્મચારીઓને સાથે લૂંટનો મામલો
  • આરોપીએ મરચાની ભૂકી નાખી લૂંટ ચલાવી હતી
  • આરોપી 2009માં ચોરીના કેસમ ધરપકડ થઈ હતી

Surat news:મુંબઈના ધરણગાંવ હાઈવે રોડ પર એક્સિસ બેન્કના કર્મચારીઓને આંતરી દોઢ કરોડની ચકચારીત લૂંટ(Robbery case)ની ઘટનામાં સંડોવાયેલા ટોળકીના આરોપીની સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વરાછા ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી અને તેના સાગ્રિતોએ ધરણગાવ હાઇવે રોડ પરથી પસાર થતી axis bank ની કેશવાનને આંતરી કર્મચારીઓ પર મરચાની ભૂકી નાખી હતી. સળિયા વડે માર મારી કરોડો ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ઝડપાયેલો આરોપી 17 જેટલા ગંભીર ગુનામાં પોલીસ ચોપડે ફરાર છે. જ્યારે વાહન ચોરીના પાંચ ઘરફોળ ચોરીનો એક અને હત્યાના ગુનામાં પણ આરોપી મહારાષ્ટ્ર પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે.

ગુજરાત ભરમાં ગુના કરી ફરાર  હતો

સુરત પોલીસ દ્વારા છેલ્લા લાંબા સમયથી ગુજરાત ભરમાં ગુના આચરી બહાર ભાગી ગયા હોય અને બહારના રાજ્યમાં ગુના કરી સુરતમાં આવીને સંતાયેલા હોય તેવા આરોપીઓને પકડી પાડવાની એક સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે.જે અંતર્ગત સુરત ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે મહારાષ્ટ્રના ધરણગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક્સિસ બેન્કના કર્મચારીઓ પાસેથી દોઢ કરોડની લૂંટ ચલાવવાની ઘટનામાં ફરાર આરોપી વરાછાના અશ્વનિકુમાર રોડ પાસે આવેલા ત્રણ પાનના વડા નજીક ઉભો છે. જે માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા વોચ ગોઠવી આરોપી ટીલુસિંગ ઉર્ફે ગુરુ રાજુસિંગ ટાંક ને ઝડપી પાડ્યો હતો.

Advertisement

Advertisement

આ પણ વાંચો -Surat: હનીટ્રેપમાં ફસાવી લાખો રૂપિયા પડાવનાર ઝડપાયો

આરોપી 2009માં ચોરીના કેસમ ધરપકડ થઈ હતી

મુંબઈ કલ્યાણ વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરી અને અલગ અલગ જગ્યાએ વાહન ચોરીના 16 ગુનામાં આરોપી વોન્ટેડ હોવાનું સુરત ક્રાઈમ બ્રાન્ચ ની તપાસમાં સામે આવ્યું હતું.પોલીસની તપાસમાં ટીલું સિંગ ઉર્ફે ગુરુ રાજુસિંહ ટાંક વિરોધી મુંબઈના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં 16 જેટલા ગુનામાં વોન્ટેડ છે.સાથે સાથે આરોપી કોઈપણ ગુનો આચરતી વખતે તેના સાગરીતો સાથે મળી પહેલા કારની ચોરી કરે છે અને ત્યારબાદ ચોરી કરેલ વાહનમાં ઘરફોડ અથવા લૂંટ જેવી ગંભીર ઘટનાને અંજામ આપે છે.આરોપી 2009માં પાંચ જેટલા વાહન ચોરી અને એક ઘરફોડ ચોરીના ગુનામાં પણ ઝડપાઈ ચૂક્યો છે. જ્યારે વર્ષ 2013માં થાણે વિસ્તારમાં હત્યાના ગુનામાં તે પકડાઈ ચૂક્યો છે.

આ પણ વાંચો -Surat શહેરમાં મિનરલ ડ્રિંકિંગ વોટર ખરીદતા પહેલા સાવધાન!

ત્રણ સાગરીતો સાથે મળી ચોરી કરી હતી

આરોપીની પૂછપરછ માં 17 ફેબ્રુઆરી 2024 ના રોજ એક્સિસ બેન્કમાંથી બેન્ક કર્મચારીઓ રૂટીન મુજબ બેન્કમાંથી 60 લાખ લઈ ક્રેટા ફોરવિલ કારની ડીકીમાં રૂપિયા મૂકી અન્ય બેંકમાં જતા હતા. તે વખતે ધરનગામ રોડ હાઇવે ઉપર તેના ત્રણ સાગરીતો સાથે ચોરીની ઈકો કાર તેમજ ચોરી કરેલ ગાડીથી પીછો કરી creta કારની આગળ અને પાછળ બંને ગાડીઓને ટક્કર મારી ઊભી કરી દીધી હતી.બેકની કેશવેન ને ઊભી રાખી બેંક કર્મચારીઓ પર મરચાની ભૂકી નાખી લોખંડના સળિયા વડે માર મારી 1.60 કરોડની લૂંટ કરી હતી.જે ગુનામાં આરોપીને 23 લાખ રૂપિયા ભાગે આવ્યા હતા. આ લૂંટની ઘટનાને અંજામ આપતા પહેલા રૂપિયાની અને વાહનની જરૂર હોવાને લઈને આરોપી અને તેના સાગરીતો એ જલગાવ જિલ્લાના માં.આવેલ વેજલપુર ,ધોરણગામ ,ચોપડા વિસ્તારમાં એક ઘરફોડ ચોરીને પણ અંજામ આપ્યા હોવાની કબુલાત કરી હતી.જ્યાં હાલ સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જે આરોપીનો કબજો વધુ તપાસ અર્થે મુંબઈ પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે.

અહેવાલ -રાકેશ ભ્રમભટ્ટ -સૂરત

Tags :
Advertisement

.

×