Surat News: બારડોલીમાં પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી, ઠેર-ઠેર પાણી ભરાતાં લોકોમાં રોષ
બારડોલીમાં પ્રથમ વરસાદે જ નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. શામળિયા મોરા અને ગાંધી રોડ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. બોક્સ ડ્રેઇનની ખામીયુક્ત ડિઝાઇનના કારણે પાણીનો નિકાલ અટકી જતાં જેસીબી દ્વારા પાળા તોડવા પડ્યા હતા. તંત્રની બેદરકારી સામે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
Advertisement
Surat: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની પધરામણી સાથે જ બારડોલી નગરમાં ઠેર ઠેર પાણી ભરાઈ રહ્યા છે. પ્રથમ વરસાદે જ બારડોલી નગરપાલિકાની (Nagarpalika) પ્રિ-મોન્સૂન કામગીરીની (Pre-monsoon work) પોલ ખોલી નાખી છે. શહેરના શામળિયા મોરા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તંત્રના પોકળ વચનોથી નારાજ થયેલા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પાલિકાના પદાધિકારીઓનો ઘેરાવો કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

