Surat: શુદ્ધ ઘી ખરીદતા પહેલા સાવધાન, નકલી ઘી બનાવવાનું ઝડપાયુ કારખાનું
- Surat: લસકાણા વિસ્તારમાંથી નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપાયુ
- પોલીસે માહિતીના આધારે છાપો મારી કૌભાંડ ઝડપી પાડ્યું
- કારખામાંથી 319 કિલો ભેળસેળ યુક્ત નકલી ઘી મળ્યું છે
Surat: સુરતમાં નકલી ચીજવસ્તુઓની ભરમાર યથાવત છે. જેમાં લસકાણા વિસ્તારમાંથી નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપાયુ છે. શુદ્ધ ઘીના નામે નકલી ઘીનું વેચાણ થઇ રહ્યું છે. તથા પોલીસે માહિતીના આધારે છાપો મારી કૌભાંડ ઝડપી પાડ્યું છે. સોયાબીન ઓઈલ અને વેજિટેબલ ઓઈલમાં ઘી બનાવવાનું એસેન્સ ભેળવી નકલી ઘી બનાવાતુ હતુ. તથા લસકાણા પોલીસ અને પાલિકાના આરોગ્ય અને ફૂડ સેફ્ટી ઓફિસરો સંયુક્ત રીતે છાપો માર્યો છે જ્યાંથી 319 કિલો ભેળસેળ યુક્ત નકલી ઘી મળ્યું છે.
856 કિલો સોયાબિન અને વેજિટેબલ ઓઇલનો જથ્થો જપ્ત કરાયો
856 કિલો સોયાબિન અને વેજિટેબલ ઓઇલનો જથ્થો જપ્ત કરાયો છે. ઉપરાંત ઘી બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલ એસેન્સનો જથ્થો, નકલી ઘી બનાવવા માટેનો સરોસામાન જપ્ત કર્યો છે. તેમજ પોલીસે કુલ રૂપિયા 2.11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તથા સ્થળ પરથી નકલી ઘીનું કારખાનું ચલાવતા અલ્પેશ સાંઠલીયાની ધરપકડ કરાઇ છે. જેમાં બજારમાં નકલી ઘી સપ્લાય કરી લોકોના આરોગ્ય સાથે ચેડા થયા છે. કેટલા સમયથી નકલી ઘી બનાવી બજારમાં કોને કોને સપ્લાય કરાતું તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. તથા વધુ તપાસ લસકાણા પોલીસે હાથ ધરી છે.
Surat : સુરતના લસકાણામાંથી ઝડપાયું નકલી ઘી બનાવવાનું કારખાનું | Gujarat First
બજારમાં નકલી ઘી સપ્લાય કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં!
સુરતના લસકાણામાંથી ઝડપાયું નકલી ઘી બનાવવાનું કારખાનું
પોલીસે બાતમીના આધારે દરોડા પાડી ઝડપી પાડ્યું કૌભાંડ
સોયાબીન અને વેજિટેબલ ઓઈલ ભેળવી બનાવાતું… pic.twitter.com/I6DoEJD6Ut— Gujarat First (@GujaratFirst) January 5, 2026
Surat: ઓરિજનલ દેશી ઘી જેવો પીળો કલર લાવવા માટે હળદરનો પણ ઉપયોગ
અગાઉ સુરતમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અમરોલી અને કોસાડ વિસ્તારમાં દરોડા પાડ્યા હતા અને 3 નકલી ઘીની ફેકટરી પકડી પાડી હતી. પોલીસે 10000 કિલો જપ્ત કરી લીધું અને 4 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ ચારેય આરોપી બનાસકાંઠાની ડીસાના હોવાનું પોલીસે કહ્યું હતુ. આ ચારેય આરોપીનું આ ત્રણેય ફેકટરીમાં કનેકશન હતું.
પામોલીન તેલ અને કોરમ નામનું કેમિકલ મિક્સ કરવામાં આવતું
SOG PI અતુલ સોનારાએ કહ્યું કે, નકલી ઘીમાં દુધ સામેલ જ નહોતું કરવામાં આવ્યું. તેમાં પામોલીન તેલ અને કોરમ નામનું કેમિકલ મિક્સ કરવામાં આવતું હતું અને ઘીને દાણાદાર અને સુગંધીયુક્ત બનાવવા માટે SS નામનું કેમિકલ ભેળવવામાં આવતું હતું. ઘીનો ઓરિજનલ દેશી ઘી જેવો પીળો કલર લાવવા માટે હળદરનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો.
આ પણ વાંચો: Gujarat Cold: રાજ્યમાં માવઠા બાદ ઠંડીનો રાઉન્ડ શરૂ, જાણો ક્યા કેટલું રહ્યું તાપમાન


