Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat : કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે મતદાન કરી યુવાનોને કરી અપીલ, મતદાનના અધિકારનો ઉપયોગ કરવો બધાની નૈતિક ફરજ

Surat માં કેન્દ્રીય જળ શકિત મંત્રી પાટીલે સહ પરિવાર સાથે મતદાન કર્યુ છે, લોકશાહીના મહાપર્વ નિમિત્તે આજે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે સુરત ખાતે પોતાના પરિવાર સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ખાસ વાત એ હતી કે, તેમના 89 વર્ષીય માતાએ પણ આ ઉંમરે મતદાન મથકે પહોંચીને લોકશાહી પ્રત્યેની પોતાની નિષ્ઠા દર્શાવી હતી.
surat   કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે મતદાન કરી યુવાનોને કરી અપીલ  મતદાનના અધિકારનો ઉપયોગ કરવો બધાની નૈતિક ફરજ
Advertisement
  • Suratમાં કેન્દ્રીય કેબિનેટ જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલે કર્યું મતદાન
  • મતદાનના અધિકારનો ઉપયોગ કરવો બધાની નૈતિક ફરજ : સી.આર.પાટીલ
  • 89 વર્ષના મારા બા મતદાન કરે છે : સી.આર.પાટીલ
  • લાઇનમાં ઊભા રહીને પણ મતદાન કરે છે : સી.આર.પાટીલ
  • ઢોલ નગારા સાથે મતદાન કરવા નીકળી રહ્યા છે : સી.આર.પાટીલ

Surat : કેન્દ્રીય કેબિનેટ જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલે (c.r.patil) કર્યું મતદાન અને સહ પરિવાર (family) જોડે લોકશાહીના પર્વમાં લીધો ભાગ, જેમાં સી આર પાટીલનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમનું કહેવું છે કે, મતદાનના અધિકારનો ઉપયોગ કરવો બધાની નૈતિક ફરજ છે અને મતદાન કરવું આપણું કર્તવ્ય છે, અને એ ભાવના આપણા મનમાં ત્વરિત જવલીત થઈ નથી અને 89 વર્ષના મારા બા મતદાન કરે છે. અને યુવાઓ બધાને મતદાન કરાવવા મદદ કરતા હતા અને લાઇનમાં ઊભા રહીને પણ મતદાન કરે છે, જે બતાવે છે કે આપણી લોકશાહી મજબૂત છે.

Advertisement

Surat : મતદાનથી આપના અધિકાર પ્રાપ્ત થાય છે : સી.આર.પાટીલ

સી.આર.પાટીલનું વધુમાં કહેવું છે કે, શેરીઓ મોહલ્લામાંથી લોકો ઢોલ નગારા સાથે મતદાન કરવા નીકળી રહ્યા છે અને મતદાન કરીને આવો ત્યારબાદ ખમણ અને ચા ની સુરતની વર્ષો જુની પરંપરા રહી છે, મેં મારા પરિવાર સાથે મતદાન કર્યું છે અને મારા માતાજી એ 89 વર્ષે મતદાન કર્યું છે, મતદાન એક આપનો અધિકાર અને કર્તવ્ય છે અને અધિકાર માટે જાગૃત છે અને પરંતુ મતદાન માટે નિરાશ ના રહેવું જોઈએ અને ચૂંટણીમાં મતદાનનું મોટું મહત્વ છે, મતદાન યુવાઓએ જરૂર કરવું જોઈએ અને જે યુવાઓને પ્રથમ વખત મતદાનનો અધિકાર મળ્યો છે તેવા યુવાઓ મતદાન કરી રહ્યાં છે, પરંતુ તેઓના ઘરના સભ્યોને પણ મતદાન કરાવવું જોઈએ અને લોકો સામૂહિક મતદાન કરી આવ્યા બાદમાં સમૂહમાં ખમણ અને ચા ની લિજ્જત માણે છે.

Advertisement

બપોર પહેલા લોકોએ મતદાન કરવું જોઈએ : સી.આર.પાટીલ

સી.આર.પાટીલનું વધુમાં કહેવું છે કે, સિનિયર સિટીઝન આજની યુવા પેઢીઓને મતદાન કરવા પ્રેરિત કરે છે અને જે ઉમેદવારો ચૂંટાઈને આવશે તે પ્રજાના કામો કરશે અને ગરમી વધી જતી હોય તો મતદાન કરવા નીકળો તે સમયે છત્રીનો ઉપયોગ કરવો જોઈએ.

આ પણ વાંચો : Umreth By Election: BJP ના ઉમેદવાર હર્ષદ પરમારે કર્યુ મતદાન

Tags :
Advertisement

.

×