Surat BJP : સુરત ભાજપ પાર્ટી કાર્યાલયમાં બે કાર્યકર્તા વચ્ચે ધબાધબી!
- Surat BJP કાર્યાલયમાં કાર્યકર્તા વચ્ચે ધબાધબી!
- ભાજપના ખજાનચી અને વરાછાનાં કાર્યકર્તા આવ્યા સામસામે
- બન્ને વચ્ચે છૂટાહાથની મારામારીનો વીડિયો થયો વાઇરલ
- શૈલેષ જરિવાલા અને દિનેશ સાવલિયાએ કર્યો શિસ્તભંગ!
Surat : સુરતમાં આજે એક ચોંકાવનારી ઘટના બની છે. સુરત ભાજપ (Surat BJP) કાર્યાલયમાં બે કાર્યકર્તા વચ્ચે ધબાધબી બોલાઈ હતી. ભાજપના ખજાનચી અને વરાછાનાં કાર્યકર્તા સામસામે આવ્યા હતા અને બન્ને વચ્ચે છૂટાહાથની મારામારી થઈ હતી, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. જો કે, બંને વચ્ચે મારામારી કેમ થઈ તેને લઈને હાલ કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. પરંતુ, દેશની સૌથી મોટી અને સત્તારૂઢ ભાજપ પાર્ટીનાં કાર્યાલયની અંદર છૂટાહાથે મારામારીની ઘટનાનો વીડિયો વાઇરલ થતાં ભારે ઉહાપોહ મચી ગયો છે.
આ પણ વાંચો - Ahmedabad : કાલુપુર બ્રિજ પરની 10 દુકાન એક સાથે ધરાશાયી, અફરાતફરીનો માહોલ!
Surat BJP કાર્યાલયમાં બે કાર્યકર્તા વચ્ચે મારામારી!
સુરતનાં ભાજપ કાર્યાલયમાં (Surat BJP) આજે આશ્ચર્ચજનક ઘટના બની છે. માહિતી અનુસાર, ભારતીય જનતા પાર્ટીનાં સુરત મહાનગરનાં ખજાનચી શૈલેષ જરીવાળા અને વરાછા વિસ્તારનાં સુરત મહાનગરનાં સક્રિય કાર્યકર્તા દિનેશભાઈ સાવલિયા વચ્ચે કોઈ બાબતે વાદ-વિવાદ થયો હતો. જોતા જ મામલો ઘણો ઊગ્ર બની ગયો હતો. દરમિયાન, બંને એકબીજાને બોલાચાલી કરતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. જો કે, ત્યાં હાજર લોકોએ બંનેને રોક્યા હતા અને મામલો મામલો થાળે પાડ્યો હતો.
સુરત ભાજપ કાર્યાલયમાં કાર્યકર્તા વચ્ચે ધબાધબી!
ભાજપના ખજાનચી અને વરાછાના કાર્યકર્તા સામસામે
બન્ને વચ્ચે છૂટાહાથની મારામારીનો વીડિયો આવ્યો સામે
શૈલેષ જરીવાલા અને દિનેશ સાવલિયાએ કર્યો શિસ્તભંગ
કાર્યાલયની અંદર મારામારીની ઘટનાનો વીડિયો વાયરલ
મારામારીની ઘટના પાછળનું કારણ અકબંધ… pic.twitter.com/vBZPhzelre— Gujarat First (@GujaratFirst) October 8, 2025
આ પણ વાંચો - Rajkot : જયરાજસિંહ જાડેજા પાટીદારોને અન્યાય કરે છે : જગદીશ સાટોડિયા
ભાજપના ખજાનચી અને વરાછાનાં કાર્યકર્તાનાં ઝઘડાનો વીડિયો વાઇરલ
સુરત ભાજપ કાર્યાલયની અંદર છૂટાહાથે મારામારીની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપી ગતિએ વાઇરલ થતાં ભારે ઉહાપોહ મચી જવા પામ્યો છે. આ વીડિયો જોઈ લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. જ્યારે શૈલેષ જરીવાલા (Shailesh Jariwala) અને દિનેશ સાવલિયાએ (Dineshbhai Savalia) શિસ્તભંગ કરતા તેમની સામે કાર્યવાહી થાય તેવા એંધાણ છે. આ મામલે હવે પાર્ટી દ્વારા શું પગલાં લેવામાં આવે છે તેનાં પર સૌની નજર છે.
આ પણ વાંચો - Junagadh : ગુરુ ગોરક્ષનાથની પ્રતિમા ખંડિત થવાની ઘટનાનાં દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત!


