Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat: BJP નેતા અલ્પેશ કથીરીયાની મુશ્કેલી વધી, પોલીસ ફરિયાદ નોંધાઇ

Surat: સુરતમાં ભાજપ નેતા અલ્પેશ કથીરીયા (Alpesh Kathiriya) સહિત ત્રણ સામે પોલીસ ફરિયાદ થઇ છે. જેમાં સરથાણા પોલીસ મથકમાં મારામારીની ફરિયાદ નોંધાઈ છે. કિરણ ચોક પાસે આવેલા પાઘડીવાળા પતંગ સ્ટોર્સની ઘટના છે. જેમાં ઉત્તરાયણે પતંગ ખરીદવા આવેલા ગ્રાહક સહિત ત્રણને માર માર્યાનો આક્ષેપ છે. જેમાં અલ્પેશ કથીરીયાના ભાઈ સાથે ચંદ્રેશ ભાલિયાની ભાવને લઈ માથાકૂટ થઈ હતી.
surat  bjp નેતા અલ્પેશ કથીરીયાની મુશ્કેલી વધી  પોલીસ ફરિયાદ નોંધાઇ
Advertisement
  • Surat: સરથાણા પોલીસ મથકમાં નોંધાઈ મારામારીની ફરિયાદ
  • કિરણ ચોક પાસે આવેલા પાઘડીવાળા પતંગ સ્ટોર્સની ઘટના
  • ઉત્તરાયણે પતંગ ખરીદવા આવેલા ગ્રાહક સહિત ત્રણને માર માર્યાનો આક્ષેપ

Surat: સુરતમાં ભાજપ નેતા અલ્પેશ કથીરીયા (Alpesh Kathiriya) સહિત ત્રણ સામે પોલીસ ફરિયાદ થઇ છે. જેમાં સરથાણા પોલીસ મથકમાં મારામારીની ફરિયાદ નોંધાઈ છે. કિરણ ચોક પાસે આવેલા પાઘડીવાળા પતંગ સ્ટોર્સની ઘટના છે. જેમાં ઉત્તરાયણે પતંગ ખરીદવા આવેલા ગ્રાહક સહિત ત્રણને માર માર્યાનો આક્ષેપ છે. જેમાં અલ્પેશ કથીરીયાના ભાઈ સાથે ચંદ્રેશ ભાલિયાની ભાવને લઈ માથાકૂટ થઈ હતી.

અલ્પેશ કથીરીયા સહિત ત્રણ લોકોએ ચંદ્રેશ અને તેના બે મિત્રોને માર માર્યોનો આક્ષેપ

અલ્પેશ કથિરીયા (Alpesh Kathiriya) સહિત ત્રણ લોકોએ ચંદ્રેશ અને તેના બે મિત્રોને માર માર્યોનો આક્ષેપ છે. તેમાં ફરિયાદના આધારે પોલીસે અલ્પેશ કથીરીયા સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધ્યો છે. સમગ્ર ઘટના જાણીએ તો સુરતના સરથાણા વિસ્તારમાં પતંગની ખરીદી દરમિયાન થયેલી માથાકૂટમાં પાસ નેતા અલ્પેશ કથીરિયા વિવાદમાં આવ્યા છે.

Advertisement

Advertisement

Surat: મારામારી કરવા બદલ અલ્પેશ કથીરિયા અને તેના ભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

ગ્રાહકો સાથે મારામારી કરવા બદલ અલ્પેશ કથીરિયા (Alpesh Kathiriya) અને તેના ભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. સરથાણાના કિરણ ચોક પાસે આવેલી પાટીદાર પાઘડીવાળા પતંગ સ્ટોર્સ પર આ સમગ્ર ઘટના બની હતી.

અલ્પેશ કથીરિયાના ભાઈ વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો બિચક્યો

પતંગના ભાવને લઈને ગ્રાહક અને અલ્પેશ કથીરિયાના ભાઈ વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો બિચક્યો હતો. આ ઝઘડા દરમિયાન અલ્પેશ કથીરિયાએ પોતાના ભાઈનો પક્ષ લઈને ગ્રાહકો સાથે ઢીકાપાટુનો માર માર્યો હોવાનો આક્ષેપ છે. પીડિત ગ્રાહક ચંદ્રેશ અને તેના મિત્રોએ તાત્કાલિક સરથાણા પોલીસ મથકે પહોંચીને ન્યાયની માંગ કરી હતી. પોલીસે આ મામલે અલ્પેશ કથીરિયા સહિત ત્રણ વ્યક્તિઓ સામે બીએનએસની વિવિધ કલમો હેઠળ એનસી ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસ આ સમગ્ર મામલાની વધુ તપાસ કરી રહી છે અને સીસીટીવી ફૂટેજ પણ ચકાસી શકે છે.

આ પણ વાંચો: Kutch: રાપરના ખેંગારપર નજીક ભૂકંપનો આંચકો, સ્થાનિકોમાં ભયનો માહોલ

Tags :
Advertisement

.

×