Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat BJP Leader Murder: સુરતમાં ભાજપ યુવા મોરચાના નેતાની હત્યા, ઉધનામાં ચાર શખ્સોએ કર્યો હુમલો

Surat BJP Leader Murder: સુરત શહેરમાં એક અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. શહેરના ઉધના વિસ્તારમાં ભાજપ યુવા મોરચાના એક સક્રિય નેતાની સરેઆમ હત્યા (Murder) કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.
surat bjp leader murder  સુરતમાં ભાજપ યુવા મોરચાના નેતાની હત્યા  ઉધનામાં ચાર શખ્સોએ કર્યો હુમલો
Advertisement
  • સુરત (Surat) માં ભાજપ યુવા મોરચાના નેતાની હત્યા
  • ભાજપ યુવા મોરચાના નેતા જય દલાલની હત્યા
  • ઉધના રોડ નંબર-6 પર ચાર શખ્સોએ કરી હત્યા
  • જય દલાલ ડીંડોલી વોર્ડ યુવા મોરચાનો ઉપપ્રમુખ હતો
  • સુરત ભાજપ મહિલા અગ્રણી જયશ્રીબેન દલાલનો પુત્ર

Surat BJP Leader Murder: સુરત શહેરમાં એક અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. શહેરના ઉધના વિસ્તારમાં ભાજપ યુવા મોરચાના એક સક્રિય નેતાની સરેઆમ હત્યા (Murder) કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.

સુરત (Surat) માં ભાજપ યુવા મોરચાના નેતા જય દલાલની હત્યા

મળતી માહિતી મુજબ, ડિંડોલી વિસ્તારમાં રહેતા અને ભાજપ યુવા મોરચાના ડીંડોલી વોર્ડના ઉપપ્રમુખ (Vice President) જય દલાલ પર ઉધના રોડ નંબર-6 પાસે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જય દલાલ જ્યારે આ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ચાર જેટલા અજાણ્યા શખ્સોએ તેમને ઘેરી લીધા હતા અને તીક્ષ્ણ હથિયારો વડે હુમલો (Assault) કર્યો હતો.

Advertisement

યુવકનુ સારવાર દરમિયાન મોત

હુમલા બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા જય દલાલને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમની સ્થિતિ વધુ નાજુક બનતા અંતે તેમનું મોત નિપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે, મૃતક જય દલાલ સુરત ભાજપના મહિલા અગ્રણી જયશ્રીબેન દલાલના પુત્ર હતા. રાજકીય પરિવાર સાથે સંકળાયેલા યુવકની આ રીતે હત્યા થતા રાજકીય આલમમાં પણ શોક અને રોષની લાગણી જોવા મળી રહી છે.

Advertisement

પોલીસે તપાસ શરૂ કરી

ઘટનાની જાણ થતા જ ઉધના પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ગુનો નોંધીને હત્યારાઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ હત્યા અંગત અદાવતમાં કરવામાં આવી છે કે પછી કોઈ રાજકીય કારણોસર, તે દિશામાં પોલીસ અત્યારે ઉંડાણપૂર્વક તપાસ (Investigation) કરી રહી છે. આસપાસના સીસીટીવી ફૂટેજ (CCTV Footage) ચકાસવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે જેથી હુમલાખોરોની ઓળખ થઈ શકે.

આ પણ વાંચો:  Dahod Cash Seize: દાહોદના લીમખેડામાંથી 2.56 કરોડની રોકડ ઝડપાઈ, આંગડિયા કનેક્શન ખુલ્યું

Tags :
Advertisement

.

×