Surat : BJP ના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સુરતની મુલાકાતે, 30 હજાર કાર્યકરોએ શુભેચ્છા પાઠવી!
- નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા Surat નાં પ્રવાસે
- બારડોલીનાં નાદેડા ગ્રાઉન્ડ ખાતે અભિવાદ સમારોહ યોજાયો
- ભાજપના પ્રદેશ પ્રમુખ અને સી.આર.પાટીલ સાથે મુલાકાત
- બંને નેતાઓ વચ્ચે થઇ શુભેચ્છા મુલાકાત
Surat : પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા (Jagdish Vishwakarma) આજે ડાયમંડ સિટી સુરતની મુલાકાતે છે. સુરત એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દરમિયાન, તેમણે કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર. પાટીલ (CR Patil) સાથે શુભેચ્છા મુલાકાત કરી. આજે બારડોલીનાં નાદેડા ગ્રાઉન્ડ ખાતે સુરત-તાપી જિલ્લા સંયુક્ત અભિવાદ સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અગ્રણી નેતાઓ, ધારાસભ્યો અને મોટી સંખ્યામાં પાર્ટી કાર્યકર્તાઓ હાજર રહ્યા છે.
આ પણ વાંચો - Gujarat Metro Rail: ગતિ, પ્રગતિ અને જનસુવિધાની ગાથા
Surat માં જગદીશ વિશ્વકર્મા અને CR પાટીલ સાથે શુભેચ્છા મુલાકાત
ગુજરાત ભાજપના (Gujarat BJP) નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આજે સુરતની મુલાકાતે છે. સુરત એરપોર્ટ પર સુરત ભાજપ કાર્યકર્તાઓ દ્વારા તેમનું (Jagdish Vishwakarma in Surat) ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રવાસ દરમિયાન પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સાથે શુભેચ્છા મુલાકાત પણ કરી. આ શુભેચ્છા મુલાકાત કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના નિવાસસ્થાને યોજાઈ હતી, જેમાં અગ્રણી નેતાઓ, ધારાસભ્યો હાજર રહ્યા હતા.
આ પણ વાંચો - Bhavnagar : પોલીસ ઘોર નિદ્રામાંથી અચાનક કેમ જાગી? દિવાળી પહેલા ગેરકાયદે ધંધાઓ પર રેડ
બારડોલી સમારોહમાં 30 હજાર કાર્યકરોએ શુભેચ્છા પાઠવી!
જણાવી દઈએ કે, બારડોલીનાં (Bardoli) નાદેડા ગ્રાઉન્ડ ખાતે સુરત-તાપી જિલ્લા સંયુક્ત અભિવાદ સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં સુરત તેમ જ તાપી જિલ્લાનાં ધારાસભ્યો, મંત્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે. માહિતી અનુસાર, સુરત-તાપી જિલ્લામાંથી 30 હજાર જેટલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે. તમામ ભાજપ આગેવાનો અને કાર્યકરોએ જગદીશ વિશ્વકર્માને શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે જ કડોદરાથી બારડોલી સુધી મોટી સંખ્યામાં બાઇક રેલીનું પણ આયોજન કરાયું હતું.
આ પણ વાંચો - Rajkot : ગુરુ ગોરક્ષનાથની મૂર્તિ તોડવા મુદ્દે રાજભા ગઢવીએ ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં વ્યક્ત કર્યો રોષ