Surat : બોગસ ડૉક્ટર બનાવવાનાં કૌભાંડમાં વધુ એક ખુલાસો! આરોપીઓનાં કાંડ જાણી ચોંકી જશો!
- Surat માં બોગસ ડૉક્ટર બનાવવાનાં કૌભાંડમાં વધુ એક ખુલાસો
- શહેરનાં 30 વિસ્તારમાં કુલ 690 બોગસ ડિગ્રી વેચાઈ હોવાનો ઘટસ્ફોટ
- રશેષ ગુજરાતી પાસેથી ડિગ્રી લઈ બોગસ ડોક્ટરો ક્લિનિક ચલાવતા હતા
- રાઇસ મિલનાં કામદાર અને ગેરેજવાળાને પણ વેચી હતી નકલી ડિગ્રી
સુરતમાં (Surat) બોગસ ડોક્ટર બનાવવાનાં કૌભાંડ મામલે તપાસમાં એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. હવે વધુ એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. સુરતમાં વિવિધ 30 જેટલા વિસ્તારમાં કુલ 690 ડિગ્રી વેચાઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે. પાંડેસરામાં સૌથી વધુ 138 બોગસ ડોક્ટરો રશેષ ગુજરાતી પાસેથી ખરીદેલી ડિગ્રીથી ક્લિનિક ચલાવતા હોવાનું ખુલ્યું છે.
આ પણ વાંચો - Morbi : ટંકારામાં તોડબાજ PI અને હેડ કોન્સ્ટેબલ સામે કડક કાર્યવાહી, જાણો સમગ્ર મામલો
બોગસ ડોક્ટર કૌભાંડમાં 30 વિસ્તારમાં કુલ 690 બોગસ ડિગ્રી વેચાઈ
સુરતમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે. બોગસ ડોક્ટરો (Bogus Doctors) બનાવવાનાં કૌભાંડનો પર્દાફાશ થતાં સુરત પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. દરમિયાન, અનેક મોટો ખુલાસા થયા છે. ત્યારે હવે વધુ એક મોટો ઘટસ્ફોટ થયો છે. માહિતી છે કે શહેરનાં 30 જેટલા વિસ્તારમાં કુલ 690 ડિગ્રી વેચાઈ હતી. જ્યારે, પાંડેસરામાં સૌથી વધુ 138 બોગસ ડોક્ટરોએ રશેષ ગુજરાતી પાસેથી ડિગ્રી ખરીદીને ક્લિનિક ખોલ્યું હતું. ઉપરાંત, ડીંડોલીમાં 85, ઉધનામાં 75, લિંબાયતમાં 47 બોગસ ડિગ્રી વેચવામાં આવી હતી. જ્યારે, ગોડાદરા જેવા ઔદ્યોગિક વિસ્તારમાં પણ 34 બોગસ ડોક્ટર્સ ક્લિનિક ચલાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો - સતાધારનાં મહંત વિજય બાપુના વિવાદમાં Junagadh ખાખી મઢીનાં મહંતની Entry, જાણો શું કહ્યું ?
રાઇસ મિલનાં કામદાર અને ગેરેજવાળાને પણ નકલી ડિગ્રી વેચી!
આ સિવાય સુરતનાં અઠવામાં 15, ચોકબજારમાં 22, કતારગામમાં 14 લોકોને નકલી ડિગ્રી આપીને બોગસ ડોક્ટર બનાવી દેવામાં આવ્યા હતા. તપાસમાં સામે આવ્યું છે કે, મોટાભાગનાં નકલી ક્લિનિક છેલ્લા 2 થી 10 વર્ષથી ચાલી રહ્યા છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, રાઇસ મિલનાં કામદાર અને ગેરેજવાળાને નકલી ડિગ્રી વેચવામાં આવી હતી. આરોપી રશેષ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવત બોગસ ડિગ્રી (Bogus degrees Scam) વેચતા હતા. સુરત પોલીસે (Surat Police) હવે વિસ્તાર પ્રમાણે નકલી ડોક્ટરોની યાદી બનાવી કાર્યવાહી કરવા માટે તૈયારી હાથ ધરી છે.
આ પણ વાંચો - Gujarat Winter : રાજ્યભરમાં હાડ થીજવતી ઠંડીનો પ્રકોપ! અહીં Cold Wave ની આગાહી