Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Surat: ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બોમ્બ મૂક્યો હોવાની મળી ધમકી

Surat: ધમકી ભર્યો નનામી ફોન કોલ આવતા પોલીસ દોડતી થઈ સુરક્ષા કારણોસર આજના દિવસે વકીલ કે અરજદાર માટે કોર્ટ બંધ સ્થાનિક પોલીસ સહીત ડોગ સ્ક્વોર્ડની ટીમો ઘટના સ્થળે પહોંચી Surat: સુરતમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બોમ્બ મૂક્યો હોવાની ધમકી મળી છે....
surat  ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બોમ્બ મૂક્યો હોવાની મળી ધમકી
Advertisement
  • Surat: ધમકી ભર્યો નનામી ફોન કોલ આવતા પોલીસ દોડતી થઈ
  • સુરક્ષા કારણોસર આજના દિવસે વકીલ કે અરજદાર માટે કોર્ટ બંધ
  • સ્થાનિક પોલીસ સહીત ડોગ સ્ક્વોર્ડની ટીમો ઘટના સ્થળે પહોંચી

Surat: સુરતમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બોમ્બ મૂક્યો હોવાની ધમકી મળી છે. જેમાં ધમકી ભર્યો નનામી ફોન કોલ આવતા પોલીસ દોડતી થઈ છે. તથા સુરક્ષા કારણોસર આજના દિવસે વકીલ કે અરજદાર માટે કોર્ટ બંધ રહેશે. સ્થાનિક પોલીસ સહીત ડોગ સ્ક્વોર્ડની ટીમો ઘટના સ્થળે પહોંચી છે. તથા કોર્ટની તમામ રૂમ અને પરિસરની તપાસ કરવા આવી રહી છે.

ગઇકાલે Ahmedabad ગ્રામ્ય કોર્ટને ધમકી મળી હતી

ગઇકાલે Ahmedabad ગ્રામ્ય કોર્ટને ધમકી મળી હતી. અમદાવાદ ગ્રામ્ય કોર્ટનાં રજિસ્ટ્રી વિભાગને ઈમેલ થકી ધમકી મળી હતી. ત્યારે ગ્રામ્ય કોર્ટની ધમકી મળતા કોર્ટની કાર્યવાહી સ્થગિત કરાઈ હતી. તથા બોમ્બ સ્ક્વોડ ડોગ સ્ક્વોડ સહિતની ટીમો ગ્રામ્ય કોર્ટમાં તપાસ માટે પહોંચી હતી જેમાં કોઇ વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી.

Advertisement

Advertisement

મહિના પહેલા ગુજરાત હાઈકોર્ટને બોમ્બની ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો

મહિના પહેલા ગુજરાત હાઈકોર્ટને બોમ્બની ધમકીભર્યો ઈ-મેલ મળતા દોડધામ મચી હતી. ધમકીના પગલે બોમ્બ અને ડોગ સ્ક્વોડ હાઈકોર્ટ પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. તેજ સમયે ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતા અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતુ. ત્યારે જ હાઈકોર્ટને પણ ધમકીભર્યો ઇ-મેલ મળ્યો હોવાનું સામે આવ્યું હતુ.

અજાણી વ્યક્તિ દ્વારા ધમકીભર્યો હાઈકોર્ટને ઇ-મેલ કરવામાં આવ્યો

20 ઓગસ્ટના રોજ પણ ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. અજાણી વ્યક્તિ દ્વારા ધમકીભર્યો હાઈકોર્ટને ઇ-મેલ કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટના રજીસ્ટ્રાર દ્વારા સોલા પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી. જે બાદ પોલીસ દ્વારા તાત્કાલિક હાઈકોર્ટ પહોંચી તપાસ કરવામાં આવી હતી. BDDS સહિતની તમામ ટીમ તપાસમાં જોડાઈ હતી. તપાસના અંતે કોર્ટમાંથી કોઈપણ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોંતી.

આ પણ વાંચો: Weather News: હવામાન વિભાગે કરી બેવડી ઋતુની આગાહી, જાણો કયા પડશે વરસાદ અને ઠંડી

Tags :
Advertisement

.

×