Surat: ફરીવાર BRTS બસના ડ્રાઇવર સાથે વાહનચાલકોએ કરી મારામારી, ઘટના સીસીટીવીમાં થઈ કેદ
- BRTS બસ પર સ્મીમેર હોસ્પિટલ નજીક થયો પથ્થરમારો
- વાહન ચાલકોની દાદાગીરી અને પથ્થરમારાની ઘટના સીસીટીવીમાં કેદ
- બસ ડ્રાઈવર સાથે દાદાગીરી કર્યા બાદ બસ પર પથ્થરમારો પણ કર્યો
Surat: સુરતમાં વાહનચાલકોનો ત્રાસ સતત વધી રહ્યો છે. ફરી એકવાર સુરતમાં BRTS બસના ડ્રાઇવર સાથે વાહનચાલકોએ મારામારી કરી હોવાનો વીડિયો સામે આવ્યો છે. સુરતના સહારા દરવાજા સ્મીમેર હોસ્પિટલ નજીક આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે કડોદરાથી સ્ટેશન તરફ જઈ રહેલી BRTS બસ પર સ્મીમેર હોસ્પિટલ નજીક પથ્થરમારો થયો અને વાહનચાલકે ડ્રાઈવરને માર માર્યો હોવાનું સીસીટીવીમાં કેદ થયું છે.
Surat માં ફરીવાર BRTS બસના ડ્રાઇવર સાથે મારામારી । Gujarat First#SuratNews #BRTSIncident #PublicTransportSafety #CCTVFootage #DriverSafety #Surat #gujaratfirst pic.twitter.com/1FoCn0ckJZ
— Gujarat First (@GujaratFirst) December 31, 2024
આ પણ વાંચો: બનાસકાંઠામાં રૂપિયા માટે મડદાં ઉખેડ્યા, વડગામના વેપારીનું તરકટ જોઈ ચોંકી ઉઠશો
આ સમગ્ર ઘટના બસની સીસીટીલીમાં કેદ થઈ
સુરતમાં વાહનચાલકોની દાદીગીરી અને પથ્થરમારાની સમગ્ર ઘટના બસની સીસીટીલીમાં કેદ થઈ હતી. આ મામલે બસ ડ્રાઇવરના જણાવ્યા મુજબ ટ્રાફિકમાં વાહનચાલકને હોર્ન મારતા વાહન ચાલકે બસ ડ્રાઈવર સાથે દાદાગીરી કરી હતી. એટલું જ નહીં પરંતુ બસ ડ્રાઈવર સાથે દાદાગીરી કર્યા બાદ બસ પર પથ્થરમારો પણ કર્યો હતો. મુસાફર ભરેલી બસમાં પથ્થર મારો કરતા બસમાં સવાર લોકો પણ ગભરાઈ ગયા હતા. પથ્થરમારાના કારણે બસને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: 31મી ડિસેમ્બરના અનુસંધાને રોરો ફેરી સર્વિસ શિપનું સઘન ચેકિંગ, જો પકડાયા તે ખેર નહીં!
સુરતમાં ખાનગી વાહનચાલકોનો ત્રાસ સતત વધ્યો
નોંધનીય છે કે, સુરતમાં આ પહેલી ઘટના નથી, આ પહેલા પણ એક રિક્ષાચાલકે બસના ડ્રાઈવર સાથે મારામારી અને બસમાં તોડફોડ કરી હોવાનું સામે આવ્યું છે. અત્યારે સુરતમાં વાહનચાલકોની દાદાગીરીના કારણે બસચાલકોમાં ભયનો માહોલ છે. સુરત પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરવી જોઈએ. આવી રીતે શહેરમાં ખુલ્લેઆમ દાદાગીરી અને જાહેર મિલકતમાં તોડફોડ કરવી એ ગુનો છે. હવે જોવાનું એ રહે છે કે, આ મામલે સુરત પોલીસ કેવી કાર્યવાહી કર છે?
આ પણ વાંચો: Bhavnagar: ભાવનગર પોલીસને ખુલ્લો પડકાર! શહેરમાં અસમાજિક તત્વોએ મચાવ્યો ફરી આતંક