Surat: BRTS રૂટ પર રિક્ષાચાલકની દાદાગીરી, BRTS બસના ચાલકને માર મારી બસમાં કરી તોડફોડ
- રિક્ષાના ચાલકે BRTS બસના ચાલકને માર માર્યો અને તોડફોડ કરી
- મારપીટ અને તોડફોડની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ
- પોલીસે રિક્ષાચાલક સહિત ત્રણ સાગરીતોની ધરપકડ કરાઈ
Surat BRTS: સુરતમાં બીઆરટીએસ રૂટમાં ગેરકાયદે રીતે પ્રવેશ કરી દોડતી ઓટો રિક્ષાના ચાલકે BRTS બસના ચાલકને માર મારી બસમાં તોડફોડ કરી છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોર ઓટો રિક્ષા ચાલક સહિત તેના સાગરીતોની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બસનો ચાલકો પેસેન્જર ભરેલી બસ લઈ સચીનથી કામરેજ જવા નીકળ્યો હતો. જે દરમિયાન સચિન BRTS રૂટ ઉપર બસની આગળ એક ઓટો રિક્ષા પસાર થઈ રહી હતી. જે ઓટો રીક્ષા ચાલકને સતત હોર્ન મારવા છતાં બસને સાઇટ આપી નહોતી. રિક્ષા ચાલકે એની સાગરીતોને બોલાવી બસના ચાલકને માર મારી તોડફોડ કર્યાનું બહાર આવ્યું હતું.
"Surat માં BRTS રૂટમાં Rickshaw ચાલકની દાદાગીરી, Busમાં તોડફોડ" | GujaratFirst@SP_SuratRural @CP_SuratCity @MySuratMySMC @collectorsurat @GujaratPolice @dgpgujarat #BRTS #RikshawDriver #BusVandalism #PassengerSafety #CCTVFootage #PoliceInvestigation #suratpolice #gujaratfirst pic.twitter.com/Q0rMm9pm1L
— Gujarat First (@GujaratFirst) December 26, 2024
બીઆરટીએસ રોડ પર ખાનગી વાહન ચાલકોની મનમાની
સુરત શહેરમાં અલગ અલગ રૂટ ઉપર પાલિકા સંચાલિત બીઆરટીએસ અને સીટી બસ હાલ દોડી રહી છે. બીઆરટીએસ રોડ ઉપર ખાનગી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ છે. જેના સૂચક બોર્ડ પણ મારવામાં આવ્યા છે. શહેર પોલીસ કમિશનર દ્વારા પણ આ મામલે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. છતાં કેટલાક ખાનગી વાહનો વીઆરટીએસ રૂટમાં પ્રવેશ કરે છે. જેના કારણે ગંભીર અકસ્માતો પણ થાય છે. જે અકસ્માતોની ઘટના ભૂતકાળમાં પણ બની ચૂકી છે. તેમ છતાં પણ ખાનગી વાહન ચાલકો પોતાની મનમાની ચલાવી બીઆરટીએસ રૂટમાં વાહનો હંકારે છે. આવા જ એક વાહન ચાલકની દાદાગીરીનો ભોગ બીઆરટીએસ બસનો ચાલક બન્યો છે.
આ પણ વાંચો: Operation Red Alert: TRP અગ્નિકાંડ જેવો કાંડ સર્જાય તે પહેલાં ગુજરાત ફર્સ્ટનું મોટું ઓપરેશન!
ઉધના ત્રણ રસ્તા પાસે રિક્ષાચાકલો કરી દાદાગીરી
ઓજસ રાઠોડ નામક યુવક પાલિકા સંચાલિત બીઆરટીએસ બસ ઉપર ચાલક તરીકે ફરજ બજાવે છે. ગુરુવારના રોજ સવારે પોતાના નિયત સમય મુજબ સચિનથી કામરેજ રૂટ ઉપર પેસેન્જર ભરેલી બસ લઈ તે પસાર થઈ રહ્યો હતો. પાંડેસરા દક્ષેશ્વરથી ઉધના તરફ બીઆરટીએસ રૂટમાં પસાર થતી વેળાએ એક ઓટો રીક્ષા બસની આગળથી પસાર થઈ રહી હતી. જે ઓટોરિક્ષા ખૂબ જ ધીમી ગતિએ હતી. જેથી ઓજસ રાઠોડ દ્વારા સાઇડ આપવા માટે સતત હોન મારવામાં આવી રહ્યો હતો. જે ઓટો રીક્ષા ચાલકને ન ગમતા તેણે પોતાની ઓટો રિક્ષા ઉધના ત્રણ રસ્તા પાસે થંભાવી અન્ય સાગરીતોને બોલાવી લીધા હતા.
આ પણ વાંચો: Ahmedabad airport પરથી ઝડપાયું અધધ 3 કિલો સોનું, DRIએ તસ્કરોની યુક્તિને બનાવી નિષ્ફળ
આરોપીએ મુસાફરો ભરેલી બસમાં કરી તોડફોડ
ઉધના ત્રણ રસ્તા નજીક ઓટો રિક્ષાની આળાસ બસ આગળ ઉભી કરી ત્યાં આવી ચઢેલા ઓટો રિક્ષા ચાલકના સાગરીતો અને પોતે બસના ચાલકને માર માર્યો હતો. મુસાફરો ભરેલી બસમાં તોડફોડ પણ કરી હતી. જેના કારણે બાદમાં સવાર મુસાફરોમાં પણ ભયનો માહોલ વ્યાપી ગયો હતો. બસના ચાલકને માર માર મારી અને તોડફોડ કર્યા બાદ ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ ઉધના પોલીસને કરવામાં આવી હતી.
સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ
બનાવની જાણ થતાં ઉધના પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી તપાસ હાથ ધરી હતી. જ્યાં સ્થળ અને બસમાં લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જે સીસીટીવી ફૂટેજમાં ઓટો રિક્ષા ચાલક અને તેના સાગરીતોની દાદાગીરી સામે આવતા પોલીસે હાલ બસ ચાલકની ફરિયાદના આધારે ગુન્હો નોધી ઓટો રિક્ષાચાલક સહિત ત્રણ સાગરીતોની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
અહેવાલઃ રાકેશ બ્રહ્મભટ્ટ, સુરત
આ પણ વાંચો: Banaskantha: ધાનેરાના ખિમતમાં ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળ્યું, હત્યાનું કારણ જાણી તમે પણ ચોંકી જશો