Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Surat: બિલ્ડર તુષાર ઘેલાણીનો આપઘાતનો પ્રયાસ, પુત્રીના લગ્ન પહેલા જ પરિવારમાં શોક!

સુરતના બિલ્ડર તુષાર ઘેલાણીએ (Tushar Ghelani) 5 ફેબ્રુઆરીએ પુત્રીના લગ્ન હોવા છતાં, મોડી રાત્રે રિવોલ્વરથી માથામાં ગોળી મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગંભીર હાલતમાં તેઓ હોસ્પિટલમાં દાખલ છે. ઉમરા પોલીસે (Umra Police) આ મામલે તપાસ શરૂ કરી છે, પરંતુ આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
surat  બિલ્ડર તુષાર ઘેલાણીનો આપઘાતનો પ્રયાસ  પુત્રીના લગ્ન પહેલા જ પરિવારમાં શોક
Advertisement
  • Surat Builder Suicide Attempt: તુષાર ઘેલાણીએ આપઘાતનો પ્રયાસ કર્યો
  • સુરતના સિટીલાઇટ વિસ્તારમાં બિલ્ડરે રિવોલ્વરથી ગોળી મારી
  • મોડી રાત્રે 2 વાગ્યે માથામાં ગોળી મારીને આપઘાત પ્રયાસ

Surat Builder Suicide Attempt: સુરત શહેરના પોશ વિસ્તારમાં રહેતા અને જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી (Tushar Ghelani) એ મોડી રાત્રે પોતાના નિવાસસ્થાને રિવોલ્વરથી માથાના ભાગે ગોળી મારી આપઘાતનો પ્રયાસ કરતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના ત્યારે બની છે જ્યારે તેમના ઘરમાં પુત્રીના લગ્નની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી હતી.  હાલ તેમને સારવાર અર્થે ખસેડાયા છે.

Surat Builder Suicide Attempt:મોડી રાત્રે બની ઘટના

મળતી માહિતી મુજબ, આ ઘટના સુરતના ઉમરા (Umra) પોલીસ સ્ટેશનની હદમાં બની હતી. તુષાર ઘેલાણી (Tushar Ghelani) એ રાત્રિના અંદાજે 2 વાગ્યાના અરસામાં પોતાના ઘરે પોતાની લાઈસન્સવાળી રિવોલ્વર (Revolver) માંથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગોળીનો અવાજ એટલો પ્રચંડ હતો કે ઘરમાં સૂતેલા પરિવારના સભ્યો અને આસપાસના લોકો ફફડી ઉઠ્યા હતા. અવાજ સાંભળીને પરિવારજનો તુષારભાઈના રૂમ તરફ દોડી ગયા હતા, જ્યાં તેઓ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા.

Advertisement

Surat Builder Suicide Attempt:ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા

પરિવારજનોએ વિલંબ કર્યા વગર તેમને તાત્કાલિક સુરતની એક ખાનગી હોસ્પિટલ (Private Hospital) માં ખસેડ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગોળી માથાના ભાગે વાગી હોવાથી તેમની હાલત અત્યંત નાજુક છે અને ડોક્ટરોની ટીમ તેમને બચાવવા માટે સઘન પ્રયાસો કરી રહી છે. હાલ તેઓ વેન્ટિલેટર પર હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

પુત્રીના લગ્ન પ્રસંગ વચ્ચે કરુણતા

સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે તુષાર ઘેલાણી (Tushar Ghelani) ની પુત્રીના લગ્ન આગામી 5 ફેબ્રુઆરી (5th February) ના રોજ નિર્ધારિત હતા. ઘરમાં ખુશીનો માહોલ હતો, કંકોતરીઓ વહેંચાઈ ગઈ હતી અને લગ્નની અંતિમ તબક્કાની તૈયારીઓ ચાલી રહી હતી. આવા સમયે બિલ્ડરે આવું અંતિમ પગલું કેમ ભર્યું તે પ્રશ્ન સૌને સતાવી રહ્યો છે. જે ઘરમાં શરણાઈઓ વાગવાની હતી ત્યાં અત્યારે આક્રંદ જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચોઃ Surat: ઔરંગાબાદથી સુરત સુધીનું કનેક્શન! બાળકીને વેચવાનો મનસૂબો નાકામ

પોલીસ તપાસ અને અકબંધ કારણો

ઘટનાની જાણ થતા જ ઉમરા પોલીસ (Umra Police) નો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલે પહોંચી ગયો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં હજુ સુધી કોઈ સુસાઈડ નોટ (Suicide Note) મળી આવી નથી. શું આ આર્થિક ભીંસને કારણે લીધેલું પગલું છે કે કોઈ અંગત પારિવારિક કારણ? તે અંગે હાલ રહસ્ય અકબંધ છે. પોલીસ તુષારભાઈના મોબાઈલ ફોન અને અન્ય દસ્તાવેજોની પણ તપાસ કરી રહી છે.

આ પણ વાંચોઃ Vadodara: હેરોઈન કેસમાં SOG ASI લક્ષ્મીકાંત દેસાઈની ધરપકડ, જાણો સમગ્ર મામલો

Tags :
Advertisement

.

×