મૃતક Tushar Ghelani ની મહિલા મિત્ર પૂનમ ભદોરિયાની ધરપકડ, થયા ચોંકાવનારા ખુલાસા
- બિલ્ડર તુTushar Ghelani ના આપઘાતનો મામલો
- બિલ્ડરને બ્લેકમેઈલ કરનાર મહિલાની પોલીસે કરી ધરપકડ
- પોલીસની પૂછપરછ બાદ પૂનમ ભદોરિયા સામે નોંધાયો ગુનો
Tushar Ghelani Suicide Case: સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી (Tushar Ghelani) આપઘાત કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. લાંબી તપાસ બાદ એસીપી (ACP) ઝેડ.આર.દેસાઈ (Z.R. Desai) ના માર્ગદર્શન હેઠળ પોલીસે આખરે મૃતકની મહિલા મિત્ર પૂનમ ભદોરિયા (Poonam Bhadoria) ની ધરપકડ કરી છે. આ કેસમાં આર્થિક ઉચાપત અને માનસિક ત્રાસના ગંભીર પુરાવાઓ સામે આવ્યા છે. જેથી આ કેસમાં સુરતમાં જ નહીં પણ સમગ્ર રાજ્યામાં ચર્ચાનો વિષય બન્યો છે.
Tushar Ghelani નું સારવાર મોત થયું હતુ
આ સમગ્ર ઘટનાની શરૂઆત 1 ફેબ્રુઆરી (1st February) ના રોજ થઈ હતી, જ્યારે બિલ્ડર તુષાર ઘેલાણીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગંભીર હાલતમાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 5 દિવસ સુધી જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાધા બાદ 5 ફેબ્રુઆરી (5th February) ના રોજ તેમનું નિધન થયું હતું. આ ઘટના બાદ તુષારભાઈના પરિવારે ગંભીર આક્ષેપો સાથે પોલીસમાં અરજી કરી હતી.
Tushar Ghelani ના પરિવાર લગાવ્યા હતા મહિલા પર આરોપ
મૃતકના પરિવારે પોતાની અરજીમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, તુષારભાઈએ પૂનમ ભદોરિયાના અસહ્ય ત્રાસથી કંટાળીને આ આત્યંતિક પગલું ભર્યું છે. આ હાઈપ્રોફાઈલ કેસની તપાસ એસીપી (ACP) ઝેડ.આર.દેસાઈને સોંપવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસે ટેકનિકલ અને ડોક્યુમેન્ટરી પુરાવાઓ એકત્રિત કરવા પર ભાર મૂક્યો હતો. પોલીસે તુષારભાઈના બેંક સ્ટેટમેન્ટ (Bank Statements), સીએ (CA) ના અહેવાલો, ઓફિસ સ્ટાફ અને કુટુંબના સભ્યોના નિવેદનો નોંધ્યા હતા.
સ્કૂલની ભાગીદારી અને આર્થિક ગેરરીતિ
તપાસમાં બહાર આવ્યું છે કે તુષાર ઘેલાણી અને પૂનમ ભદોરિયા સંયુક્ત રીતે 'બ્લ્યુ પેપિલોન સ્કૂલ' (Blue Papillon School) ચલાવતા હતા. કાગળ પર પૂનમ ભદોરીયા માત્ર પગારદાર કર્મચારી તરીકે કામ કરતી હતી, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ હતી. બેંક વ્યવહારો અને ઇન્કમટેક્સ રિટર્ન (IT Returns) ની તપાસમાં જાણવા મળ્યું કે પૂનમ પગાર ઉપરાંત સ્કૂલના નફામાં પણ મોટો હિસ્સો મેળવતા હતા. આ આર્થિક લાભો સત્તાવાર દસ્તાવેજોમાં ક્યાંય દર્શાવવામાં આવ્યા નહોતા.
Drunk rickshaw driver thrashed by public in Yogi Chowk Surat
Surat YogiChowk Drunk Driving : નશામાં રિક્ષાચાલકે કર્યો હંગામો | Gujarat First
અભદ્ર ભાષામાં ગાળો આપતા પબ્લિક મેથીપાક ચખાડ્યો
સુરતના યોગીચોક પાસે નશામાં રિક્ષાચાલકે કર્યો હંગામો
રિક્ષાચાલકે બે-ત્રણ લોકોને અડફેટે… pic.twitter.com/YxRHpA5k1l— Gujarat First (@GujaratFirst) February 21, 2026
₹1 કરોડની દુકાનો પચાવી પાડી!
સૌથી ચોંકાવનારો ખુલાસો જોલી કોમ્પ્લેક્સ (Jolly Complex) માં આવેલી બે મિલકતો અંગે થયો છે. આ બંને દુકાનો મૂળ તુષારભાઈના નામે હતી, પરંતુ પૂનમ ભદોરિયાએ તે પોતાના નામે કરાવી લીધી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ દુકાનોના ટ્રાન્સફર માટે ચેકથી કોઈ પણ પ્રકારનું નાણાકીય ટ્રાન્ઝેક્શન (Transaction) થયું નથી. ₹1 કરોડથી વધુની કિંમતની આ મિલકત માત્ર દસ્તાવેજો દ્વારા હસ્તગત કરવામાં આવી હતી, જે સીધો આર્થિક ગુનો સૂચવે છે.
બ્લેકમેઈલિંગ અને માનસિક ત્રાસ
પોલીસના જણાવ્યા અનુસાર, પૂનમ અને તુષારભાઈ વર્ષ 2010 (Year 2010) પહેલાથી એકબીજાના સંપર્કમાં હતા. તપાસમાં સામે આવ્યું છે કે પૂનમ ભદોરિયા તુષારભાઈને ભાવનાત્મક રીતે બ્લેકમેઈલ કરી રહી હતી. લગ્નના દિવસે તુષારભાઈની સામાજિક આબરૂ ધૂળમાં મેળવી દેવાની ધમકી આપવામાં આવતી હતી. આ સતત માનસિક દબાણ અને આર્થિક શોષણને કારણે તુષાર ઘેલાણી ભારે તણાવમાં હતા, જેના કારણે તેમણે દીકરીના લગ્ન થયા તે તે અગાઉ 5 દિવસ પહેલા આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાય છે.
મોબાઈલ કબજે: એફએસએલની મદદ લેવાશે
પોલીસે હાલમાં તુષાર ઘેલાણી અને પૂનમ ભદોરિયા બંનેના મોબાઈલ ફોન (Mobile Phones) કબજે કર્યા છે. આ ફોન્સને તપાસ માટે એફએસએલ (FSL) માં મોકલવામાં આવ્યા છે, જેથી તેમની વચ્ચે થયેલા ચેટ્સ અને કોલ રેકોર્ડિંગ્સ દ્વારા વધુ પુરાવા મળી શકે. એસીપી દેસાઈએ જણાવ્યું છે કે આર્થિક વ્યવહારો અને માનસિક ત્રાસ એમ બંને પાસાઓને ધ્યાનમાં રાખીને પૂનમ ભદોરિયાની વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Surat: બિલ્ડર તુષાર ઘેલાણીનો આપઘાતનો પ્રયાસ, પુત્રીના લગ્ન પહેલા જ પરિવારમાં શોક!
આ પણ વાંચોઃ 'અફઝલ સીડાના ઇશારે ખોટો ગુનો નોંધ્યો' Kirti Patel ની સાથીદાર દિવ્યાનો આત્મહત્યાનો પ્રયાસ!


