Surat: 'તમે મને આરોપી સાબિત કરવાવાળા કોણ?' જમીન કૌભાંડમાં બિલ્ડર Vinu Malviya ની ધરપકડ
- Builder Vinu Malviya Arrest: બિલ્ડર વિનુ માલવયાની ધરપકડ
- 300 કરોડની જમીન પચાવવાના કૌભાંડમાં કરાઈ ધરપકડ
- જમીનને હેતુફેર કરવા માટે કલેકટરની પરવાનગી જરૂરી
Builder Vinu Malviya Arrest: સુરત શહેરમાં જમીન પચાવી પાડવાના કૌભાંડોમાં વધુ એક મોટો ઘટસ્ફોટ થયો છે. જાણીતા બિલ્ડર વિનુ માલવિયા (Vinu Malaviya) દ્વારા આશરે 300 કરોડ રૂપિયાની કિંમતી જમીન પચાવી પાડવાના મામલે સુરત પોલીસની આર્થિક ગુના નિવારણ શાખા એટલે કે ઈકોસેલ (Eco Cell) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ કૌભાંડમાં વિનુ માલવિયા અને તેના ભાગીદાર પ્રતુલ પટેલ (Pratul Patel) સામે ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ કલેક્ટર (Collector) ની પરવાનગી મેળવ્યા વિના જમીનનો હેતુફેર કરવાની પેરવી કરી હતી.
Vinu Malviya એ કોર્ટને ગેરમાર્ગે દોરી!
આ કૌભાંડની કાર્યપદ્ધતિ ચોંકાવનારી છે. આરોપીઓએ મૂળ પક્ષકારોની ગેરહાજરીમાં જ સમાધાન થઈ ગયું હોવાનું જણાવી કોર્ટ (Court) માંથી હુકમનામું મેળવી લીધું હતું. એટલું જ નહીં, આ કૌભાંડીઓએ જૂની તારીખના એક જ સ્ટેમ્પ પેપર (Stamp Paper) નો બે અલગ-અલગ વાર ઉપયોગ કરીને બોગસ દસ્તાવેજો તૈયાર કર્યા હતા. ન્યાયતંત્ર અને વહીવટી તંત્રને અંધારામાં રાખીને કરોડોની મિલકત હડપવાના આ કારસામાં કલેક્ટર કચેરીની કોઈ પણ મંજૂરી લેવામાં આવી નહોતી.
Surat: કૌભાંડી બિલ્ડર વિનુ માલવિયાની પોલીસની હાજરીમાં દાદાગીરી! | Gujarat First
કૌભાંડી બિલ્ડરની પોલીસની હાજરીમાં દાદાગીરી
ઈકોસેલની ઓફિસમાં મીડિયા સામે જમાવ્યો રોફ
જમીન કૌભાંડમાં વિનુ માલવિયા થઈ હતી ધરપકડ
ખિસ્સામાં બે હાથ નાખી આરોપી મીડિયા સામે આવ્યો
મીડિયા કર્મચારીઓ સાથે… pic.twitter.com/rTCkneH6aV— Gujarat First (@GujaratFirst) February 14, 2026
ધરપકડ બાદ પોલીસની હાજરીમાં આરોપીનો રોફ
સામાન્ય રીતે ધરપકડ થયા બાદ આરોપીના ચહેરા પર ડર હોય છે, પરંતુ વિનુ માલવિયાના કિસ્સામાં દ્રશ્યો કંઈક અલગ જ હતા. ઈકોસેલ (Eco Cell) ની ઓફિસમાં જ્યારે પોલીસ તેને લાવી ત્યારે વિનુ માલવિયા ખિસ્સામાં હાથ નાખીને અત્યંત તોછડાઈથી ચાલતો જોવા મળ્યો હતો. મીડિયા (Media) ની હાજરીમાં પણ તેણે જરાય સંકોચ રાખ્યા વગર પોતાનો રોફ જમાવ્યો હતો.
આ પણ વાંચોઃ Kheda: 13મા દિવસે પણ આરોપીઓની ધરપકડ નહીં! નડિયાદમાં વિદ્યાર્થી આપઘાત મામલો વધુ ઉગ્ર બન્યો
મીડિયા કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક અને દાદાગીરી
જ્યારે મીડિયા કર્મચારીઓએ આ કૌભાંડ અંગે સવાલ પૂછવાનો પ્રયત્ન કર્યો ત્યારે વિનુ માલવિયાએ અત્યંત ગેરવર્તણૂક કરી હતી. તેણે ઉદ્ધત અવાજે મીડિયાને પડકારતા કહ્યું કે, "તમે મને આરોપી સાબિત કરવાવાળા કોણ?" આટલેથી ન અટકતા તેણે પત્રકારોને ધમકાવતા લહેજામાં કહ્યું, "બસ પતી ગયું, હવે શાંતિથી છાપો." પોલીસની હાજરીમાં જ આરોપીની આવી દાદાગીરી જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. હાલમાં પોલીસ આ મામલે ઊંડી તપાસ કરી રહી છે અને પ્રતુલ પટેલની સંડોવણી અંગે પણ પુરાવા એકત્ર કરી રહી છે.
આ પણ વાંચોઃ Surat: ઔરંગાબાદથી સુરત સુધીનું કનેક્શન! બાળકીને વેચવાનો મનસૂબો નાકામ


