Surat : ઉત્તરાખંડમાં અલંકાનંદીમાં બસ ખાબકી, સુરતનાં સોની પરિવારની 17 વર્ષીય પુત્રીનું મોત
- ઉત્તરાખંડમાં અલંકાનંદીમાં બસ ખાબકી જવાનો મામલો (Surat)
- સુરતનાં સોની પરિવારની 17 વર્ષીય દીકરી ડ્રીમી સોનીનું પણ મોત
- આ દુર્ઘટમાં સોની પરિવારની દીકરી સહિત ત્રણનાં મોત થયા
- મોટી દીકરી, સંબંધીઓ સહિત કુલ 8 હાલ પણ લાપતા
Surat : ઉત્તરાખંડમાં રુદ્રપ્રયાગ જિલ્લામાં (Rudraprayag) આવેલ અલંકાનંદીમાં મુસાફરોથી ભરેલી એક બસ ખાબકી હતી. આ દુર્ઘટનામાં 3 લોકોનાં મોત અને 8 લોકો ઘવાયા હતા. આ બસમાં કેટલાક ગુજરાતી યાત્રીઓ પણ સવાર હતા. માહિતી અનુસાર, આ બસમાં સવાર સુરતનાં સોની પરિવારની (Soni Family) 17 વર્ષીય ડ્રીમી સોનીનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય 8 લોકો હાલ પણ લાપતા છે. સુરતનાં પર્વત પાટિયા સ્થિત સિલ્વર પેલેસમાં રહેતો સોની પરિવાર કેદારનાથ (Kedarnath) યાત્રાએ ગયો હતો.
આ પણ વાંચો - UTTARAKHAND : રુદ્રપ્રયાગમાં મોટો અકસ્માત, મુસાફરોથી ભરેલી બસ અલકનંદા નદીમાં ગરકાવ
સોની પરિવાર સંબંધીઓ સાથે કેદારનાથ યાત્રાએ ગયો હતો
ઉત્તરાખંડમાં આવેલ અલંકાનંદીમાં (Alankanandi) મુસાફરોથી ભરેલી બસ ખાબકી હતી. આ દુર્ઘટનામાં 3 લોકોનાં મોત નીપજ્યા છે. જ્યારે, કેટલાક લોકો ગંભીર રીતે ઘવાયા છે. જિલ્લા વહીવટીતંત્રે તાત્કાલિક SDRF, NDRF, DDRF, પોલીસ (Uttarakhand) અને સ્થાનિક વહીવટીતંત્રની ટીમો ઘટનાસ્થળે રવાના કરી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું છે. માહિતી અનુસાર, આ દુર્ઘટના સમયે બસમાં સુરતનો (Surat) સોની પરિવાર પણ સવાર હતો. પર્વત પાટિયા સ્થિત સિલ્વર પેલેસમાં રહેતો સોની પરિવાર સંબંધીઓ સાથે કેદારનાથ યાત્રાએ ગયો હતો. સોની પરિવારનાં મોભી ઈશ્વર સોની, તેમની પત્ની, બે દીકરીઓ અને એક દીકરો યાત્રાએ ગયા હતા.
આ પણ વાંચો - Gandhinagar : RRU માં UP ના રાજ્યપાલ આનંદીબેન પટેલનું સૂચક નિવેદન, સત્તાધીશોને ટકોર!
સોની પરિવારની 17 વર્ષીય દીકરી ડ્રીમી સોનીનું પણ મોત
માહિતી અનુસાર, સોની પરિવારની 17 વર્ષીય ડ્રીમી સોનીનું દુર્ઘટનામાં મોત નીપજ્યું છે. આ દુર્ઘટનામાં સોની પરિવારની દીકરી સહિત 3 લોકોનાં મોત નીપજ્યા છે. જ્યારે, પરિવારની અન્ય એક મોટી દીકરી, સંબંધીઓ સહિત 8 લોકો હાલ પણ લાપતા હોવાથી તેમની શોધખોળ કરાઈ રહી છે. સોની પરિવારનાં સભ્યના મોતનાં સમાચાર મળતા પાડોશીઓ અને સંબંધીઓમાં શોકની લાગણી છે. પાડોશીઓએ જણાવ્યું કે, સોની પરિવારના સભ્યોનો સ્વભાવ ખૂબ જ સરસ હતો. સૌ જોડે સારો વ્યવહાર હતો. યાત્રાએ જતાં પહેલા સોની પરિવારની મહિલાએ 'ઘર સંભાળજો અમે જઈએ છે' કહીં નીકળ્યા હતા. સોની પરિવાર જોડે બનેલી ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરીએ છે.
આ પણ વાંચો - Ahnedabad વિમાન દુર્ઘટના અંગે સામે આવી મોટી અપડેટ