Surat: અલથાણ દારૂ પાર્ટી મામલે માથે માછલા ધોવાયા બાદ પોલીસને થયું બ્રહ્મજ્ઞાન
- Surat:બિઝનેસમેન સમીર શાહના પુત્રને કાયદાનો પાઠ ભણાવવા ઘટનાનું રિકન્ટ્રક્શન
- કે.એસ.અંતરવન હોટેલ બહાર જૈનમ શાહને સાથે રાખી ઘટનાનું રિકન્ટ્રક્શન
- સમીર શાહના પુત્ર જૈનમ શાહની ફરજમાં રુકાવટ બદલ અટકાયત કરાઇ
Surat: અલથાણ દારૂ પાર્ટી મામલે માથે માછલા ધોવાયા બાદ અલથાણ પોલીસને બ્રહ્મજ્ઞાન થયુ છે. જેમાં બિઝનેસમેન સમીર શાહના પુત્રને કાયદાનો પાઠ ભણાવવા ઘટનાનું રિકન્ટ્રક્શન કરાયું છે. કે.એસ.અંતરવન હોટેલ બહાર જૈનમ શાહને સાથે રાખી ઘટનાનું રિકન્ટ્રક્શન થયુ છે. સમીર શાહના પુત્ર જૈનમ શાહની ફરજમાં રુકાવટ બદલ અટકાયત કરવામાં આવી છે.
જાણો શું હતી સમગ્ર ઘટના
16 ઓક્ટોબરે અલથાણ પોલીસે કે.એસ.અંતરવાન હોટેલ બહાર છાપો માર્યો હતો. ત્યારે ફોર વ્હિલર કારમાંથી દારૂની બોટલ અને બિયરના નવ ટીન મળી આવ્યા હતા. દરમ્યાન સમીર શાહના પુત્ર જૈનમ શાહની કારમાંથી દારૂ મળી આવ્યો હતો તથા નીચે ઉતરવા કહેતા પોલીસ પર હુમલાનો પ્રયાસ અને જીભાજોડ કરી હતી, જે બાદ કડક કાર્યવાહી કરવાના બદલે અલથાણ પોલીસે માત્ર માફીનામું લખાવી જૈનમ શાહને જવા દીધો હતો. જેમાં મીડિયા અહેવાલો બાદ અલથાણ પોલીસને ભાન થતાં પિતા સમીર શાહ અને દારૂ આપનાર વ્રજ શાહની ધરપકડ કરાઇ હતી.
Surat: બંને આરોપીઓને જામીન મુક્ત કરાયા હતા
ઉલ્લેખનીય છે કે બંને આરોપીઓને જામીન મુક્ત કરાયા હતા, જ્યારે જૈનમ શાહને નોટિસ પાઠવી હતી. જ્યાં આજ રોજ ફરજમાં રુકાવટ બદલનો ગુન્હો નોધી ધરપકડ કરાઈ છે. તથા ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું પંચનામું કરાયુ છે. તથા કાયદાને પોતાના બાપની જાગીર સમજતા બિઝનેસમેનના પુત્ર જૈનમ શાહની શાન પોલીસે ઠેકાણે પાડી છે.
રિકન્સ્ટ્રક્શન માટે લાવી ત્યારે એ સમયનું દૃશ્ય ચોંકાવનારું
અલથાણ પોલીસ જૈનમને રિકન્સ્ટ્રક્શન માટે લાવી ત્યારે એ સમયનું દૃશ્ય ચોંકાવનારું હતું. જે યુવક પોલીસને પડકાર ફેંકતો હતો, આજે તેના પગમાં ચપ્પલ કે બૂટ પણ નહોતા. પોલીસે તેનો મિજાજ ઉતારી નાખ્યો હતો. જૈનમને તે જ હોટલની બહાર, જ્યાં તેના પિતા દારૂની મહેફિલ માણવાના હતા અને તેણે માથાકૂટ કરી હતી, ત્યાં ઊભો રાખવામાં આવ્યો હતો. શરમ અને પસ્તાવાના ભાવ સાથે તે એકવાર પણ ઊંચે જોતો કે નજર મિલાવતો નહોતો. તેનું માથું સતત નીચું ઝૂકેલું હતું.
આ પણ વાંચો: Air Force Air Show: મહેસાણાના ઇતિહાસમાં પ્રથમવાર 9 હોક વિમાનના દિલધડક સ્ટંટ્સ